મગફળીમાં અનેક ગુણોનો ભંડાર હોય છે. મગફળી પ્રોટીન અને ફેટ વધારે પ્રમાણમાં હોય છે. 100 ગ્રામ મગફળી માંથી આપણને એટલું પ્રોટીન મળી જાય છે જેટલું દૂધ પીવાથી મળે છે. મગફળી માંથી જે ફેટ મળે છે. તે આપણા શરીર માટે જરૂરી હોય છે. મગફળીને જો શિયાળામાં ખાવામાં આવે તો તેના અનેક ફાયદા શરીરને થાય છે. મગફળીને ગરીબ લોકો માટેની બદામ પણ કહેવામાં આવે છે. તો આવો જાણીએ મગફળી થી થતા અદ્દભુત ફાયદા વિશે થોડી માહિતી.
પીનટ બટર એટલેકે મગફળી માંથી જે બટર બને છે. તેને ખાવાથી ચિંતા,તણાવ અને ડીપ્રેશન દુર થાય છે. મગફળીના થોડા દાણા રાત્રે પલાળવા તેને સવારે ખાવાથી મગજ તેજ બને છે. મગફળીને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે. કેમકે તેમાં નાયાસીન તત્વ હોય છે. તે બ્રેઈન માં બલ્ડ ફલોને વધારે છે. તેનાથી આપણી યાદ શક્તિ શાર્પ બને છે.
હદયના દર્દીઓ માટે મગફળી ખુબ લાભદાયક છે. કેમ કે મગફળી કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે. જો તમારે હ્રદયને સ્વાસ્થ રાખવું હોય તો દરરોજ મગફળીનું સેવન કરવું જોઈએ. સવારે પલાળેલી મગફળીને ખાવાથી બ્લડ સર્ક્યુલેશન કંટ્રોલમાં રહે છે. જેનાથી હ્રદય રોગ જેવી ગંભીર બીમારીઓ થી બચી શકાય છે. હાર્ટની બીમારી વાળા લોકોને મગફળીના તેલનું સેવન કરવું કરવાથી ઘણો ફાયદો થાય છે. આથી હ્રદય રોગથી બચવા માટે મગફળીનું સેવન શરુ કરવું જોઈએ.
જો તમે મગફળીનું સેવન શરુ કરો તો તમે એક દિવસની એક મુઠ્ઠી મગફળી ખાઈ શકો છો. સ્કીન માટે મગફળી ઘણી સારી માનવામાં આવે છે. મગફળી ખાવાથી અને તેના તેલની માલીશ કરવાથી શિયાળામાં હાથ,પગ અને હોઠ ફાટતા નથી અને સ્કીન એકદમ સોફ્ટ બની રહે છે. મગફળી સ્કીનની બીજી ઘણી બીમારીઓ દુર કરે છે. જેમ કે દાગ અને ખંજવાળ જેવી સ્કીન પ્રોબ્લમ દુર રહે છે. મગફળીમાં રહેલ ઓમાગા એસીડ સ્કીન ને ગોરી બનાવી તેની ચમક વધારવામાં મદદ કરે છે.
દુબળા પાતલા લોકો જે તેમનો વજન વધારવા માંગતા હોય તેને મગફળીનું સેવન કરવું જોઈએ. મગફળીમાં પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે. અને માંસપેશીઓ પ્રોટીનથી જ બને છે. મગફળી સ્નાયુને આકાર આપી મજબુત બનાવે છે. રોજે બે મુઠી શેકેલી મગફળી ખાવાથી વજનમાં તેજી થી વધારો થાય છે. મગફળીને શાક,ખીચડી અને દાળમાં નાખીને ખાવાથી ખોરાક પણ વધે અને વજન પણ વધવા લાગે છે. મગફળીમાં કેલ્શિયમ અને વિટામીન ડી ભરપુર માત્રામાં હોવાથી તે આપણા હાડકા મજબુત કરે છે.
મહિલાઓ માટે મગફળી વધારે ફાયદામંદ છે. ગર્ભાવસ્થા દરમિયાન રોજે 50 ગ્રામ શેકેલી મગફળી ખાવાથી બાળકનો વિકાસ સારી રીતે થાય છે. કેમકે મગફળીમાંથી ભરપુર માત્રામાં પોષક તત્વ હોય છે. તે બાળકના વિકાસમાં મદદ કરે છે. મગફળી શેકીને તેનો પાવડર બનાવી રોજે એક ગ્લાસ દુધમાં નાખી પીવાથી હેલ્દી બાળકનો જન્મ થાય છે. અને જન્મ થયા બાદ પણ બાળક ઓછું બીમાર પડે છે. બાળકોને રોજે સવારે મગફળી દેવાથી તેમની મેમરી શાર્પ થાય છે.
ટીબી જેવી બીમારી દુર કરવા માટે મગફળી ખુબ સારી માનવામાં આવે છે. મગફળીમાં આર્જીનાઈ અમ્યુંની એસીડ ખુબ હોય છે. જે ટીબીમાં રાહત આપે છે. ડાયાબીટીશ ના પેશન્ટ માટે પણ મગફળી ખુબ ફાયદાકારક હોય છે. કેમકે તેમાં રહેલ મેન્ગ્નીજ બલ્ડમાં શુગર લેવલને કન્ટ્રોલ કરે છે. જો તમે મગફળી રેગ્યુલર ખાવામાં યુઝ કરો તો પેટના કેન્સર જેવી ખતરનાક બીમારી પણ દુર કરી શકાય છે. મગફળીમાં રહેલા ઔષધીય ગુણો કેન્સરના કોષોને વધતા અટકાવે છે.
ભૂખ્યા પેટે મગફળી ખાવાથી ગેસ અને એસીડીટી પણ દુર થાય છે. કમર અને પીઠનો દુખાવો પણ મગફળી ખાવાથી દુર થાય છે. પલાળેલી મગફળી રોજે ખાવાથી આંખોની રોશની પણ સારી રહે છે. આવી રીતે તો મગફળી નો વપરાશ રોજે કરવામાં આવે તો આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.