આજે આ આર્ટીકલ સ્પેશિયલ હાર્ટની સમસ્યાથી પીડાતા લોકો માટે લઈને આવ્યા છીએ. આ આર્ટીકલ માં એક આયુર્વેદિક ઔષધિ વિષે કહેવામા આવ્યું છે. જેની અત્યારે લોકને વધારે જરૂર પડશે કારણે કે, અત્યારે ઘણી એવી બીમારી છે જે વિદેશી દવાઓથી દૂર નથી થતી. પણ આયુર્વેદ મુજબ તેને થોડા સમયમાં દૂર કરી શકે છે.
અત્યારે સૌથી વધુ ખતરનાક બીમારી છે હાર્ટ એટેક જે કોઈ પણ સમય અને કોઈ પણ વ્યક્તિને આવી શકે છે. અત્યારે આ સમસ્યા વૃદ્ધ માણસને તેમજ યુવાન માણસને પણ થવા લાગી છે. સામાન્ય અટેકમાં દવા અને સારવારથી બચી શકાય છે. પણ પછી જીવનમાં તે વ્યક્તિને ઘણી કાળજી રાખવી પડે છે. નહિતો અટેક ફરી આવી શકે છે.
આજે જે આ ઘરલું ઉપાયની વાત કરીશું તે છે એક વૃક્ષ વિષે. આ વૃક્ષના પાનમાં એક એવું તત્વ છે જેનાથી આગળ ફરી વાર અટેક આવતા રોકે છે. આયુર્વેદમાં આ વૃક્ષની ઘણી ખાસિયત જણાવેલી છે. તેમજ આપણે આ વૃક્ષની પૂજા પણ કરી છીએ, કેમ કે તે હકીકતમાં ખુબ ઉપયોગી વૃક્ષ છે. આ વૃક્ષ દિવસ અને રાત બંને સમયે ઓક્સીજન આપે છે. જયારે ૯૯% વૃક્ષો ફક્ત દિવસે જ ઓક્સીજન આપે છે.
આ પાનનું તત્વ હ્રદયની બધી જ નસોમાં થતું બ્લોકેજ હટાવે છે. આ વૃક્ષ છે પીપળાનું તેને આપણાં ભારત દેશમાં એક અલગ સ્થાને જોવામાં આવે છે. ભારતમાં સૌથી જૂનું અને પૂજનીય વૃક્ષ છે પીપળો. આ વૃક્ષથી સૌથી શુદ્ધ ઑક્સીજન મળે છે તેવું આયુર્વેદમાં પણ કહેવામા આવ્યું છે. એ પણ દિવસ અને રાત બંને સમયે.
આ વૃક્ષ તમારા ઘરની આસપાસ કે ગામમાં મળી રહેશે. લગભગ કોઈ ગામ એવું નહીં હોય જ્યાં આ વૃક્ષ નહીં હોય. ચાલો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો જેનાથી આગળ આવતા અટેક રોકી શકે છે. પીપળાના 20 જેટલા પાન લો. પણ ધ્યાન રાખવું તે પાન એક દમ લીલા અને તાજા હોવા જોઈએ. પછી તે પાનનો ઉપરનો થોડો ભાગ અને નીચેનો થોડો ભાગ કાપી લેવો અને પછી તે પાનને સારા પાણીથી સાફ કરી લો પછી તેને એક નાની તપેલી પાણી ગરમ કરવા મૂકો તેની અંદર આ પાનને ગરમ કરવા મૂકી દો.
જ્યારે આ પાણીનું અર્ધુ પાણી બળી જાય પછી તેને સારી રીતે ગાળી લો. પછી આ પાણીને ઠંડુ થવા મૂકો પણ ઠંડુ કરવા ફ્રિજનો ઉપયોગ કરવો નહીં, તેને તમારા ઘરની બીજી ઠંડી જગ્યા છે ત્યાં રાખવું. ઠંડુ થયા પછી આ પાણીના સરખા ત્રણ ભાગમાં વહેચી લેવું ત્યાર પછી દિવસમાં ગમે ત્યારે આ પાણીને 2 થી 3 કલાકના સમય અંતરે સેવન કરવું. આ વસ્તુનો પ્રયોગ હાર્ટ અટેક આવે પછી 20 દિવસ પછી કરવું જેનાથી તમારી દવાઓમાં બાધા ના બને.
આ પાણીનો ઉપયોગ 20 દિવસ સુધી કરવાનું રહેશે. આ પાણીના સેવનથી આગળ આવતા હાર્ટ અટેક અટકી જશે. આ વસ્તુનો પ્રયોગ કરતાં સમયે ખાસ ધ્યાનમાં રાખવું કે, તમારું પેટ ખાલી ના રહેલૂ હોવું જોઈએ એટલેકે, સવારે નાસ્તા કર્યા પછી થોડા સમય બાદ લેવું બપોરે ભોજન કર્યા પછી પીવું બપોર પછી જ્યારે આ વસ્તુનું સેવન કરો તે પહેલા કઈક હળવો નાસ્તો કરી લેવો. આ ઉપાય દરમિયાન ભારે ખોરાક લેવાનું ટાળવું જોઈએ જેમકે, ભાત, તળેલી વસ્તુ વગેરે. હળવો ખોરાક લેવો જેનાથી આ ઉપાય તેનું કાર્ય ઠીક કરી શકે.
આ ઉપાય કરો તેનાથી આગળ આવતા અટેક બંધ થઈ જશે તેવું આયુર્વેદમાં કહેવામા આવ્યું છે. પીપળાના પાનમાં એક એવું તત્વ રહેલું છે જેનાથી બધીજ નસોને અંદરથી સાફ રાખવામા મદદ કરે છે. હ્રદય સુધી લોહી આપતી નસોને સાફ રહે છે તો આગળ અટેકની સમસ્યા ક્યારે ઊભી નહીં થાય. તેની માટે આ ઉપાયની સાથે સાથે થોડી કસરત પણ કરવી જોઈએ જેથી લોહીની પ્રક્રિયા પણ જલ્દીથી સારી બનવા લાગે. અટેક આવતા લોકોને ડોકટર સલાહ આપે છે કસરતની તે જરૂર કરવી જોઈએ.
પણ એક વાત ધ્યાનમાં રાખવી કે જો તમારે વધુ પડતું બ્લોકેજ હોય તો, એક વખત ડોક્ટરની સલાહ જરૂર લેવી, તેમજ આ ઉપાય કરતી વખતે જરૂર કોઈ આયુર્વેદના જાણકારની મદદ લેશો તો, ખુબ સારું રીઝલ્ટ મળશે..
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.