શું તમે ગાડી લેવાનું વિચારી રહ્યા છો અને ક્યો કલર પસંદ કરવો તેના માટે પરિવારમાં ચર્ચા ચાલી રહી છે. તો તેમારી આ સમસ્યાનો હલ બતાવીએ. માર્કેટમાં અલગ-અલગ કલરની ઘણી બધી ગાડીઓ જોવા મળતી હોય છે. પરંતુ ખાસ કરીને 10 ગાડીઓ પડી હોય તેમાંથી 4 ગાડી તો સફેદ કલરની જ હોય છે. ત્યારે આપણને વિચાર આવે કે આવું શા માટે?
તેની પાછળ કારણ જવાબદાર સફેદ ગાડી લેવાની ઘણો બધો ફાયદો થાય છે. કોઈ પણ પ્રોફેશનલ માણસ હશે તેની ગાડીનો કલર પણ વાઈટ જ હશે. કેમ કે તેનાથી આપણી પર્સનાલિટી અલગ દેખાઈ આવે છે. સાથે બીજા પણ ઘણા ફાયદા છે જે આપણે આજે જોઈશું. એક વાર ફાયદા જાણ્યા પછી તમે સફેદ કાર જ લેવાનું પસંદ કરશો.
સફેદ કાર લેવાના ફાયદા- જે નીચે મુજબ છે
કુલિંગ જલદી થશે- જો તમે બીજા કલર પસંદ કરશો તો તે કલર કરતાં સફેદ કલરમાં કુલિંગ જલદી થઈ જશે. ક્યાંય બહાર ફરવા ગયા હોવ અને ગાડી તડકામાં પાર્ક કરશો ત્યારે ફરી કાર ચાલુ કરશો તો ઝડપથી અંદરનું વાતાવરણ એસી ચાલુ કરવાથી ઠંડક થઈ જશે. જ્યારે બ્લેક, કોફી વગેરે જેવા કલર તડકાને લીધે કારને વધુ ગરમ કરે છે. જેથી વધારે ઝડપથી કાર ઠંડી થતી નથી.
રિસેલ વેલ્યૂ વધારે- સફેદ કાર તમારી પાસે હોય અને થોડા દિવસો પછી બીજી નવી કાર ખરીદવી હોય તો તેની રિસેલ વેલ્યૂ વધારે આવતી હોય છે. કેમ કે તે ગમે તેટલી જૂની હશે લાગશે નહીં. તેમાં પણ જો સારી રીતે તેને સાચવી હશે તો વિચાર્યું હશે તેના કરતાં વધારે પૈસા તમને એ કારના મળતા હશે. કેમ કે, ઘણી વાર એવું બને કે, તમારી પાસે સફેદ સિવાય બીજા કોઈ પણ કલરની કાર હોય તે કાર સારી હોવા છતાં સામે વાળા કસ્ટમરને જો કારનો માત્ર કલર ના ગમે તો પણ પુરી ડીલ કેન્સલ થઈ જતી હોય છે.
સ્ક્રેચનો ખર્ચ નહીં થાય- ખાસ વાત તો એ છે કે સફેદ કલરમાં સ્ક્રેચિસ પડે ત્યારે જલદીથી કલર થઈ જાય છે. સ્ક્રેચ પડે ત્યારે ફરીથી પેઇન્ટ કરાવીએ ત્યારે તમારે ખર્ચ ઓછો આવતો હોય છે. કેમ કે બીજા કલરને પેઇન્ટ કરાવવા હોય તો વધારે પૈસા થતા હોય છે. કારણ કે સફેદ કલરની સરખામણીમાં બીજા કલર મોંઘા આવતા હોય છે. જો કાર પર ઓછા સ્ક્રેચ પડ્યા હોય અને તમે કોઈપણ સફેદ કલર લગાવી દેશો તો જોનાર વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે તમે બીજો કલર કર્યો છે. આ ફાયદો વધું સારો રહે છે. તેમજ સફેદ કારના સ્ક્રેચ રિમૂવર લિક્વિડ માર્કેટમાં ઘણા મળતા હોય છે.
એસેસરીઝ સારી લાગે- માર્કેટમાં બધા જ પ્રકારની વ્હિક્લ એસેસરીઝ મળતી થઈ ગઈ છે. અને તેમાં પણ કારમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના ફેરફાર કરાવતો હોય છે. જેમ કે ડોર ગાર્ડ, લાઈટ ચેન્જ, સ્ટીકર, ઘણા લોકો ક્રોમ લગાવતા હોય છે. તો સફેદ કારમાં સારું લાગશે. તમે કોઈ પણ જાતની એસેસરીઝ લગાવશો સારી દેખાશે. તેના બદલે બીજા કલરમાં કોઈપણ એસેસરીઝ જલ્દી સુટ થશે નહીં. કારને જાણે કે થીગડા લગાવ્યા હોય તેવું લાગશે. એટલે કે સફેદ રંગની કારમાં ગમે તે એસેસરીઝ સારી લાગશે.
ડિસ્કાઉન્ટ આટલું મળશે- સફેદ લેશો તો બીજા કલર કરતાં તમને વધારે ડિસ્કાઉન્ટ મળશે કેમ કે બીજા કલરમાં સ્પેશેલાઈઝેશન હોય છે. અને તે મોંઘા પડતા હોવાથી તમને ડિસ્કાઉન્ટ મળતું હોતું નથી. પરંતુ સફેદ કલરની કારમાં ઘણી વાર વધારે ડિસ્કાઉન્ટ મળતું હોય છે.
બધાને ગમશે- સફેદ રંગ બધા જ પ્રકારની ગાડીમાં આવતા હોય છે. પણ સફેદ રંગની ગાડી વધારે સારી લાગતી હોય છે. અને તેમાં પણ જો કોઈ પણ વ્યક્તિએ તે ગાડીના સારી રીતે મેઈન્ટેઈન કરી હશે તો તમે સફેદ કાર ગમે ત્યારે જોશો તો ગમશે. ભલે તે પછી ગાડી નાની હોય કે મોટી પરંતુ તે સારી જ લાગતી હોય છે.
સનરુફમાં ફાયદો થશે- આજકાલ મોટાભાગના લોકો સનરુફ વાળી કાર લેતા હોય છે. સનરુફનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અને જો તમારી કાર સફેદ કલરની હશે તો સનરુફ સારી રીતે દેખાશે. એટલે કે તમે કાર પાર્ક કરશો ને કોઈ વ્યક્તિ નજીકથી જોશે તો તેને સારી રીતે સનરુફ દેખાશે. અત્યારના ટ્રેન્ડ પ્રમાણે સનરુફ વાળી કાર સફેદ હશે તો સારી રીતે દેખાશે કોઈને કહેવાની જરૂર પડશે નહીં, તે આપોઆપ દેખાઈ જતું હોય છે.
કલર એવો જ રહે- ગાડીના બધા જ કલર મેટાલિક શાઈન વાળા હોય છે. કારમાં મેટાલીક કલર હોય છે. પરંતુ જો તમારી પાસે બેસમેન્ટ પાર્કિંગ, શેડ, ઓફિસ જાવ ત્યારે કોઈ શેડ વાળું પાર્કિંગ નહીં હોય તો આખો દિવસ તડકામાં પડી રહેવાના કારણે લાંબા ગાળે કારનો કલર ઝાંખો થઈ જશે. ત્યારે સફેદ કલરમાં શાઈન ઓછી થઈ જશે તો પણ તે હંમેશાં નવી જ લાગશે.
-ત્યારે બીજા કલરમાં મેટાલિક શાઈન ઓછી થઈ જશે તો ડિસકલર લાગતી હોય છે. અને તે જૂની દેખાવા લાગતી હોય છે. જ્યારે સફેદ કલરમાં મેટાલિક શાઈન ઓછી થઈ જશે અથવા જતી રહેશે તો પણ તે સફેદ કલર કલર જ રહેતો હોય છે.
રિફ્લેક્ટીવ લાગશે- સફેદ ગાડીની રિફ્લેક્ટીવ પ્રોપર્ટી બીજી કારના કલર કરતાં વધારી સારી રહેતી હોય છે. મતલબ ઈન્ડિયા જેવા ગરમ દેશમાં વધુ ગરમીના કારણે મોટાભાગના લોકો સફેદ કાર લેવાનું પસંદ કરે છે. આ તેનો એક સૌથી મોટો ગુણધર્મ છે.
રોયલ લુક- સફેદ કલર હંમેશાં રોયલ લુક આપતી હોય છે. બીજા કલર પણ સારા લાગતા હોય છે. પરંતુ સફેદ કલરની સરખામણી સફેદ કલર વધારે સારો લાગતો હોય છે. આ રીતે જો તમે નવી કાર અથવા બીજો કોઈ કલર કારમાં પસંદ હોય તો તે પહેલા સફેદ કારના ફાયદા વિશે વિચારજો.
જો આ કારના કલરની તમામ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.