👉 આજકાલ ખાવા-પીવાની દરેક વસ્તુમાં ભેળસેળ હોવાના કારણે દરેક માણસને નાની-મોટી બીમારી થવા લાગી છે. તે સિવાય કામનો સ્ટ્રેસ, પ્રદૂષણ વાળું વાતાવરણ વગેરે જેવા કારણોને લીધે આપણી અને આસપાસ રહેતા દરેક વ્યક્તિને શારીરિક તકલીફ થવા લાગતી હોય છે. તેમા ખાસ કરીને પુરુષોને કેટલીક જાતની નબળાઈ આવી જવાન કારણે ઘણી બીમારીનો સામનો કરવો પડે છે.
👉 તમને ખ્યાલ હશે કે સૂકામેવામાં દ્રાક્ષનો સમાવેશ કરવામાં આવે છે અને સૂકી દ્રાક્ષ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી શરીર સ્વસ્થ રહે છે. આ દ્રાક્ષનું સેવન મધ સાથે કરવામાં આવે તો વધારે ગુણકારી સાબિત થાય છે. તેને કિશમિશ પણ કહે છે. સાઈઝમાં નાની દેખાતી કિશમિશના અઢળક ફાયદા છે. તેમાંથી ફાયબર, વિટામિન અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં મળે છે.
👉 તે શરીરને જરૂરી ઉર્જા આપવામાં મદદ કરે છે. તે સિવાય હાડકાં મજબૂત અને પાચન સંબંધિત સમસ્યા દૂર કરે છે. જો તેને મધ સાથે મિક્સ કરી સેવન કરવામાં આવે તો વધારે ગુણ કરે છે. મધમાં એન્ટી ઓક્સિડન્ટ, બ્લડ પ્રેશરને કંટ્રોલ, કોલેસ્ટ્રોલ ઘટાડે, ઇમ્યુનિટીમાં વધારો કરે છે. તે ઉપરાંત બીજા પણ ઘણા ફાયદા છે તે જોઈએ.
👉 આયુર્વેદિક ડૉક્ટર કહે છે કે કિશમિશ અને મધનું સેવન કરવાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે. આ હોર્મોન પુરુષોની જાતીય ક્ષમતાને વધારે છે. તે ઉપરાંત પુરુષોની નબળાઈ દૂર કરે છે. આ બંને વસ્તુનું રોજ સેવન કરવામાં આવે તો શરીર તંદુરસ્ત બને છે.
👉 ભૂખ્યા પેટે કિશમિશ મધના સેવનથી થતાં લાભ- આ બંને વસ્તુના સેવનથી બમણો લાભ થાય છે. જો તમે રોજ સવારે ખાલી પેટે ચા કે કોફી પીવાને બદલે કિશમિશ અને મધનું સેવન કરશો તો ઘણાં રોગો દૂર થઈ જશે.
👉 -નબળાઈ દૂર કરવા માટે કિશમિશ અને મધનું સેવન રામબાણ ઈલાજ છે. સવારે ખાલી પેટે સેવન કરવાથી શરીર ફિટ રહેશે. એનર્જીનો અભાવ મહેસૂસ થતો નથી. જે લોકોને સહવાસ દરમિયાન એનર્જી નો અભાવ લાગે તે નીચે દર્શાવેલ મધ અને કિસમીસનો પ્રયોગ કરી શકે છે..
👉 -મધ અને કિશમિશ બંનેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય રહેલું હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. જે બીપીના દર્દી હોય તેમણે આ બંને વસ્તુનું રોજ સેવન કરવું જોઈએ.
👉 -કોઈપણ વ્યક્તિને એનિમિયાની તકલીફ હોય તેમણે કિશમિશ અને મધ ખાવું જોઈએ. કેમ કે શરીરમાં લોહીની કમી દૂર કરવામાં મદદ કરે છે. લોહીની કમી દૂર થતાં શરીરમાં એક નવી તાકાતનો સંચાર થશે, જે પરિણામે તમને તમારી અંગત લાઈફ વધુ રંગીન બનાવી આપશે..
👉 -શરીરમાં માંસપેશીઓ અને કોષો બનાવવા માટે આપણને પૌષ્ટિક આહારની જરૂર હોય છે. જો તમારે મસલ્સ બનાવવા હોય તો રોજ મધ અને કિશમિશ ખાવાના શરૂ કરી દેવા જોઈએ. પુરુષોની માંસ પેશીઓ ની વૃધ્ધિ તેમજ આંતરિક તાકાત પણ ખૂબ વધી જશે..
👉 -કિશમિશ અને મધમાં કેન્સર સામે લડવાના ગુણધર્મો રહેલા છે. તેમાં ખાસ કરીને પુરુષોને થતાં સામાન્ય પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઓછું કરવામાં મદદ કરે છે. જો પુરુષો રોજ રાત્રે સૂતા પહેલા કિશમિશ અને મધનું સેવન કરે તો તેના કાઉન્ટમાં વૃદ્ધિ થાય છે.
👉 કેવી રીતે તૈયાર કરશો કિશમિશ અને મધનું મિશ્રણ-
👉 સૌથી પહેલા 400 ગ્રામ કિશમિશ લેવી. તેને મધમાં સારી રીતે મિક્સ કરવી. મધ કિશમિશમાં એ રીતે ઉમેરવું કે બધી કિશમિશ તેમાં સારી રીતે ડૂબી જાય. થોડી વાર તેને આ રીતે રહેવા દો. એક પેસ્ટ જેવું તૈયાર થઈ જશે. તેને બીજા વાસણમાં કાઢી લેવી.
👉 ફરી તેને 48 કલાક માટે પલાળીને મૂકી રાખવી. આ રીતે કરવાથી એક સરસ મિશ્રણ તૈયાર થઈ જશે. બીજા દિવસે જ્યારે સેવન કરશો તો સારી રીતે મિક્સ થઈ ગયેલી જોવા મળશે. આ મિશ્રણમાંથી 6 કિશમિશ રોજ કાઢીને ખાવી. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે આ વસ્તુના સેવન પછી તમારે 30 મિનિટ સુધી કોઈપણ વસ્તુ ન ખાવી.
જો આ મધ અને કિશમિશના સેવન વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.