મીઠું શરીર માટે ઝેર સમાન છે આતો તમે સાંભળ્યું જ હશે, પણ આજે અમે તમને ખાવામાં એવી વસ્તુનો ઉપયોગ બતાવીશું જે સ્વાદ તો મીઠાનો આપશે પણ નુકશાન નહિ કરે. જમવામાં વધારે પડતું મીઠું કે પછી ઉપરથી મીઠું નાંખવામાં આવે તો તે આપણા શરીરમાં ગંભીર નુકશાન કરે છે. કહેવાય છે કે હદથી વધુ કોઈ વસ્તુ સારી નહિ, જયારે મીઠું તો આપણા શરીર માટે ખુબ હાનિકારક સાબિત થાય છે.
આપણે બાળપણથી જ ભોજનમાં મીઠું લેતા આવીએ છે જેથી અચાનક તેને બંધ કરી શકતા નથી, મીઠા વગર કોઈપણ વસ્તુમાં સ્વાદ પણ આવશે નહિ. આવી સ્તિથિમાં શું કરવું એનો જવાબ અમે લઈને આવ્યા છે. મિત્રો તમે સિંધાલુણ અને કાળા મીઠાનો ઉપયોગ કરી શકો છો. આ બંનેનો ઉપયોગ તમે ખાવામાં કરશો તો તમને નુકશાન થશે નહિ.
દરરોજ ખાવામાં આપણે જે મીઠું વપરાશમાં લઈએ છે તેના બદલે જો કાળું મીઠું કે સિંધાલુણનો ઉપયોગ કરવામાં આવે તો આપણે કેટલીક બીમારીઓથી બચી શકીએ છે, ભારત સરકાર દેશવાસીઓને જાહેરાતો દ્વારા આયોડિનવાળું મીઠું ખાવાનું કહે છે. જોકે તમે નહિ જાણતા હોવ કે તમે જે આહારમાં દાળ અને લીલા શાકભાજી આરોગો છો તેમાંથી જ આયોડિનની કમી પૂરી થઇ જતી હોય છે.
જેથી તમારા દૈનિક વપરાશમાં કાળું મીઠું અથવા સિંધાલુણ શરુ કરીદો. ભોજનમાં સ્વાદ પણ જળવાઈ રહેશે, સાથે મીઠાનો ઉપયોગ પણ બંધ થઇ જશે. ધીમી ગતિથી જે ઝેર તમારા શરીરમાં પ્રવેશી રહ્યું છે તેનથી પણ તમને છુટકારો મળશે. હવે જાણો સિંધાલુણથી થતા ફાયદા..
- કાળુ મીઠું-સિંધાલુણથી થતા ફાયદા
જે લોકોને બ્લડ પ્રેસરની સમસ્યા છે તેવા લોકો માટે સિંધાલુણનો ઉપયોગ કરવો જરૂરી છે. સિંધાલુણના ઉપયોગથી બીપીની ફરિયાદ દુર થઇ જાય છે. જે લોકોને લો બ્લડ પ્રેસરની તકલીફ હોય છે તેવા લોકોને એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી સિંધાલુણ નાખીને પીવાથી લાભ થાય છે. વાત કરીએ હાઈ બ્લડ પ્રેસરના પેશન્ટની તો આવા દર્દીઓએ સિંધાલુણવાળું પાણી પીવાનું નથી પરંતુ નાહવાના પાણીમાં આ મીઠું નાખવાનું છે. આમ નિયમિત કરવાથી હાઈ બ્લડ પ્રેસરની સમસ્યાથી રાહત મળશે.
આજકાલ ઘણા લોકો ગેસ થવાની ફરિયાદ કરતા હોય છે તેવા લોકોને સિંધાલુણના ઉપયોગથી ફરક પડે છે. સિંધાલુણ વધુ ફાયદાકારક છે, જો એ ના હોય તો બીજા નંબરે તમે કાળા મીઠાનો ઉપયોગ કરી શકો છો. સિંધાલુણ ખાવાથી ખોરાક સરળતાથી પચી પણ જાય છે. સિંધાલુણ ફરાળમાં વપરાય છે જેથી તે શુદ્ધ ગણવામાં આવે છે. તમે જો ભોજનમાં છાશ પીવો છો તેમાં તમે સિંધાલુણ નાખો તો તેનો સ્વાદ પણ સરસ લાગે છે. આરોગ્યની દ્રષ્ટીએ સિંધાલુણ મીઠું ફાયદાકારક છે.
ખનીજ તત્વોથી ભરેલું સિંધાલુણ રોજ ખાવાથી તમારા શરીરમાં રહેલો બગાડ બહાર નીકળી જાય છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે, સાથે જ વજન ઘટાડવામાં પણ તે ઉપયોગી છે. જે લોકોના શરીરમાં ચરબીનું પ્રમાણ વધુ છે તેવા લોકોએ તો ખાસ સિંધાલુણનો ઉપયોગ શરુ કરવો જોઈએ. સિંધાલુણ ખાવાથી ચરબી ઘટે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે સિંધાલુણથી ચહેરો ચમકદાર બને છે અને હાડકા પણ મજબુત બને છે. જો બાળકોને પણ આ સિંધાલુણ ખવરાવવામાં આવે તો તેનો વિકાસ ખુબ સારો થશે. સિંધાલુણ ખાવાના ઘણા ચમત્કારી ફાયદા છે, જેથી તમારી હેલ્થ માટે એક શરૂઆત તો તમે કરી જ શકો છો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.