🛌 આખો દિવસ કામ કરીને થાક લાગે પછી જ્યારે ઘરે જઈએ ત્યારે જમીને સીધું પથારીમાં સુવાનું યાદ આવે છે. તે સમયે કેટલાક લોકો સ્નાન કરી બોડીને કમ્ફર્ટેબલ હોય તે પ્રમાણેના કપડાં પહેરે છે. સૂતી વખતે ઢીલા કપડાં કે નાઈટ સૂટ પહેરવાનું વધારે પસંદ કરે છે. કેટલાકને ઓશિકા વગર સૂવાની ટેવ હોય છે. એમ ઘણી બધી આદત અલગ-અલગ ટેવો હોય છે.
🛌 પરંતુ તમે ક્યારેય કપડાં વગર સૂવાનું વિચાર્યું છે. આ સાંભળીને થોડું અજીબ લાગશે. પરંતુ તેના વગર સુવાના ફાયદા અનેક છે. બાળક, વૃદ્ધ, સ્ત્રી કે પુરુષ જો કપડાં વગર સૂવે તો અનેક ફાયદા થાય છે. કેટલાક ડૉક્ટરો પણ કપડાં પહેર્યા વગર સુવાની સલાહ આપે છે. અમુક લોકો રોજ રાત્રે અંડરગાર્મેન્ટ્સ કાઢીને સૂતા હોય છે. જેથી આરામદાયક ઉંઘ લઈ શકે. શરીર રિલેક્સ ફિલ કરતું હોય છે. પણ આજે તમને જણાવીશું કપડાં વગર સૂવાથી શરીરને ક્યા ક્યા ફાયદા થાય છે તેના વિશે…..
🛌 ઉંઘ સારી આવશે- કપડાં વગર સુવું તે કોઈ શોખ નથી. તેનાથી શરીરને અનેક ફાયદા થાય છે. ઉંઘ સારી આવવામાં મદદ કરે છે. સાથે પૂરતી ઉંઘ મળ્યાનો અનુભવ થતો હોય છે. એક્સપર્ટ પણ સલાહ આપે છે કે તમે જે ઓરડામાં સૂવો છે તેનું ટેમ્પેરેચર 15થી 19 ડિગ્રી હોવું જરૂરી છે. જો તેનાથી વધારે કે ઓછું હોય તો ઉંઘમાં ખલેલ પહોંચી શકે છે. અને તેમાં પણ જો કપડાં વગર સૂતા હોવ તો શરીરનું તાપમાન નોર્મલ લાગશે, જેથી ઉંઘ સારી આવશે.
🛌 ડાયાબિટીસ- જો તમારી ઉંઘ પૂરી ન થાય તો તમને ડાયાબિટીસ અને હૃદયને લગતી કોઈપણ બીમારી થવાનું જોખમ વધે છે. 2010માં થયેલા એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું કે જે લોકો ઓછી ઉંઘ લે છે તેમને ડાયાબિટીસ થવાનું જોખમ રહેલું છે. એટલું જ નહીં હૃદયની બીમારી પણ થતી હોય છે. એટલા માટે કપડાં વગર સૂવું જેથી શરીર સ્વસ્થ રહે અને પૂરતી ઉંઘ મળે. વધારે સમય સુવાથી તમે વધુ તંદુરસ્તીનો અનુભવ કરશો.
🛌 સ્કીન- કપડાં વગર સુવાથી તેની અસર સ્કીન પર પણ થતી હોય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અધૂરી ઉંઘ અને ખરાબ ઉંઘ આવવાના કારણે તમારી સ્કીન ડલ પડવા લાગે છે અને ચહેરા પર ખીલ થવા લાગતા હોય છે. તો કપડાં વગર સુવાથી ઉંઘ સારી આવે છે. જેથી સ્કીન સારી બને છે.
🛌 સ્ટ્રેસ- કપડાં વગર સુવાથી ઉંઘ મળે છે, જેના લીધે કોઈપણ જાતનો તણાવ દૂર થાય છે. અમુક લોકો વધારે પડતાં તણાવને લીધે ડિપ્રેશનમાં આવી જતાં હોય છે. તો તમને જ્યારે પણ એવું લાગે કપડાં વગર સૂઈ જવું. જેથી ઉંઘ સારી આવશે અને બીજા દિવસે તમે ફ્રેશ હોવાનો અનુભવ કરશો.
🛌 વજન વધે- કેટલાક લોકોને આપણે જોઈએ છીએ કે ઉંઘ પૂરી ન થવાના કારણે શરીર પાતળું થઈ જાય છે. તે હકીકત છે. અપૂરતી અને સારી ઉંઘ ન મળવાના કારણે તમારું વજન ઘટવા લાગે છે. તો કપડાં વગર સૂવો ઉંઘ પણ સારી આવશે અને તેના લીધે શરીર વધવા લાગશે.
🛌 તે સિવાય એક રિસર્ચના આધારે જાણવા મળ્યું છે કે તમે જ્યારે પણ રાત્રે સૂવો ત્યારે મગજ ટોક્સિક પ્રોટીનને રિલીઝ કરે છે. જે તમારા મગજ માટે ઘણું સારું છે. અને તેમાં પણ કપડાં વગર સૂઈ જશો તો ઘણી સારી ઉંઘ આવશે અને મગજને ટોક્સિક રિલીઝ કરવામાં ઘણી મદદ મળશે.
જો કપડા પહેર્યા વગર સુવાની આદત વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.