શું તમે કોલેસ્ટ્રોલથી ચીંતીત છો ? શું તમે તમારા સતત વધતા ડાયાબીટીસથી પરેશાન છો ? તો હવે તમારે ચીંતા કરવાની જરૂર નથી. કારણ કે તમે તેનો ઉપાય કરી શકો છો. અને માત્ર તેનો જ નહી પરંતુ બીજી પણ અનેક બીમારીઓનો ઇલાજ હવે તમને હાથવેંતમાં મળશે. બસ એના માટે તમારે આ આર્ટીકલને અંત સુધી વાંચવો પડશે.
રાત્રે તમારે મેથીને પાણીમાં પલાડવાની છે. અને સવારે તેનું સેવન કરવાનું છે. ડાયાબીટીસ અને કોલેસ્ટ્રોલ જ નહી પરંતુ અન્ય પણ કેટલીક બીમારીઓનો ઈલાજ હલે તમને મળી જશે. અમે તમને તેનું વૈજ્ઞાનીક કારણ પણ જણાવીશુ. પરંતુ હા, આ ઇલાજ તમારે લાંબા સમય સુધી કરવો પડશે. તો જ તમને તેનું પરીણામ મળી શકશે. તો ચાલો જાણી લઈએ પલાળેલી મેથીના 9 ગજબના ફાયદા
- હ્રદય સબંધી બીમારીઓથી રહી શકશો દૂર
મેથી આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો તમે આજીવન હ્રદય સબંધી બીમારીઓથી દૂર રહેવા ઇચ્છતા હોવ તો આજથી જ મેથીનું સેવન શરૂ કરી દો. આખરે હ્રદયની વાત છે, સંભાળ તો રાખવી જ રહી !
- લોહીની ગાંઠ થવાથી પણ અટકાવશે મેથી
ફાયબરથી ભરપૂર મેથી ખાવાથી તમારા હાર્ટ માટે તે ખુબ જ ફાયદાકારક છે. મેથીના પાણીથી તમે હાર્ટ એટેકથી બચી શકો છો. કારણ કે તેમાં ફાયબરની માત્રા વધુ હોય છે. આ ઉપરાંત તે લોહીની ગાંઠ થવાથી પણ રોકે છે.
- સગર્ભાઓમાં દૂધના ઉત્પાદનમાં થશે વધારો
કેટલીક વખત નવજાત શીશુનો એક માત્ર ખોરાક એવુ માતાનું દૂધ તેને પુરતુ મળતુ નથી. તેના કારણે બાળક ભૂખ્યુ રહે છે. પણ માતા બન્યા બાદ સગર્ભાઓને દૂધનું પ્રમાણ વધુ રહે તે માટે માતા સગર્ભાવસ્થાથી જ મેથીનું સેવન કરી શકે છે જેથી શીશુને દૂધ મળી રહે.
- ખીલથી મળશે છુટકારો, કરચલી પણ નહી થાય
મેથીનું સેવન કરવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે. લોહીમાંથી બગાડ દૂર થવાને કારણે ખીલ અને ત્વચા સબંધી અન્ય સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. જો તમે તમારી વધતી ઉંમરને કારણે પરેશાન હોવ અને તમે ફરી પાછા યુવાન દેખાવવા માગતા હોવ તો મેથીનું સેવન તમારી કરચલીઓને પણ દુર કરશે.
- એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે મેથી
મેથી તમારી કીડનીને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત મેથી ખાવાથી તમારી કીડનીમાં ગાંઠ પણ નથી થતી. મેથીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે માટે હાર્ટબર્નની સમસ્યા નથી રહેતી. તેમજ કિડનીના સ્વાસ્થ્ય માટે મેથી ખૂબ ફાયદાકારક છે.
- મેથી રક્ત શર્કરાને નિયંત્રીત કરે છે
તમારા શરીરમાં રક્ત શર્કરાને નિયંત્રીત કરવાનું કામ મેથી કરે છે. તેના બીજને ડાયાબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ મેથીનું સેવન કરવાથી તમારા શરીરમાં રક્ત શર્કરાનુંં પ્રમાણ યોગ્ય માત્રામાં રહે છે.
- મળત્યાગમાં સરળતા રહેશે
મેથીનું સેવન કરવાથી પેટમાં રહેલો કચરો દૂર થાય છે. જો તમને પેટની કોઈ સમસ્યા છે, અને ખાસ કરીને મળ ત્યાગની સમસ્યા રહે છે તો તમારુ પેટ મેથી ખાવાથી સાફ થઈ જશે. તમારો ખોરાક ઝડપથી પચી જશે અને તમારી કબજીયાતની સમસ્યા પણ ચપટીમાં દૂર થઈ જશે.
- વજન ઘટાડવામાં ઉપયોગી
શું તમે પાતળા દેખાવાનો અને વજન ઘટાડવાનો સતત પ્રયત્ન કરો છો પરંતુ તેમ છતા તમારુ વજન ઘટતુ નથી ? તો મેથી તમને મદદરૂપ થશે. તેની પાછડનું વૈજ્ઞાનીક કારણ પણ તમને જણાવી દઈએ. મેથીમાં ફાયબરનું પ્રમાણ હોય છે માટે તે પીવાથી તમારુ પેટ ભરેલુ હોય એવો અહેસાસ તમને થાય છે. માટે તમને ભોજન કરવાની ઇચ્છા થતી નથી. અને તમારૂ વજન ઉતરે છે.
- વાળ થશે કાળા અને ઘટાદાર
પોષક તત્વો ભરપુર માત્રામાં હોવાને કારણે મેથીથી તમારા વાળ ઘાટા અને મજબૂત બનશે. જો તમને ખોડો છે તો મેથીથી ખોડાની સમસ્યા પણ દૂર થશે. આમ એક મેથીના અનેક ફાયદા છે. બસ તમારે તેને યાદ કરીને દરરોજ રાત્રે પલાળી દેવાની છે અને સવારે તેને પીવાની છે. તમારી દરેક સમસ્યાનું તેનાથી સમાધાન મળી જશે.