તમારી આસપાસની મોટાભાગની છોકરીઓ અને સ્ત્રીઓની પગમાં કાળા દોરા બાંધેલા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ કરે છે. હાલના સમયમાં મોટાભાગની છોકરીઓના પગમાં કાળો દોરો જોવા મળતો હોય છે. તમે કોઈપણ છોકરી પૂછશો તો એનો વળતો જવા એવો જ હશે કે ખાલી શોખ માટે પહેર્યો છે. તેનો કોઈ મતલબ નથી. તેમાં સાચી વાત એ પણ છે કે અમુક છોકરીઓને તેની પાછળનું કારણ ખબર હોતી નથી.
કાળો દોરો બાંધવો એ એક ફેશન માનવામાં આવે છે, પરંતુ તેની પાછળ કેટલાક ફાયદા પણ જવાબદાર હોય છે. જે આપણને હંમેશાં કાળો દોરો બાંધવા મજબૂર કરે છે. તો ચાલો જાણીએ તેના ફાયદા અને કારણો વિશે.
-ઇર્ષ્યાવાળી વ્યક્તિની નજરથી બચવા માટે મોટાભાગની છોકરીઓ કાળો દોરો પગમાં બાંધતી હોય છે. ઘણા લોકોની ખરાબ નજરથી બચવા માટે ટોટકા કરવામાં આવે છે. કોઈ ખરાબ નજર વાળું વ્યક્તિ હોય તો તેની નજર સકારાત્મર ઉર્જા પર પડે તો તે ઉર્જા ખતમ થઈ જતી હોય છે.
-તેનાથી બચવા માટે કાળા રંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. નાનું બાળક હોય તો કાળો ટીકો અથવા નાનો તલ કરતા હોય છે. કાળો દોરો ખરાબ નજરથી બચાવે છે. ઘણા લોકો ખાસ તેના માટે પણ પહેરતા હોય છે. એટલું જ નહીં કાળો રંગ શનિદેવ અને કાળનો સૂચક હોય છે. તેમાં પણ ખાસ કરીને શનિદેવ નકારાત્મક ઉર્જાથી બચાવે છે. આ રીતે પગમાં કાળો દોરો બાંધવાથી ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાથી બચી શકાય છે.
-છોકરી હોય કે છોકરો તેમનો એવો સમય આવતો હોય છે કે તે મનથી વિચલિત થઈ જાય છે. તેને આપણે પથભ્રષ્ટ થયા તેવું કહેતા હોઈએ છીએ. તે ભણવાની ઉંમરમાં બીજા સંબંધોમાં વ્યસ્ત થઈ જતા હોવાથી આગળ જતા તેમને ઘણા દુખ સહન કરવા પડે છે. માટે જો છોકરી કાળો દોરો પગમાં બાંધે તો હંમેશાં સારા માર્ગે ચાલે છે. અને તેમનું જીવન સુખી થાય છે.
-તે સિવાય કાળા દોરામાં જો કોડી બાંધીને પહેરવામાં આવે તો બુદ્ધ અને શનિ બંને ગ્રહ તમારા કંટ્રોલમાં રહે છે. જેનાથી તમારી બુદ્ધિ શક્તિ વધે છે.
-કાળો રંગએ શનિદેવું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે મોટાભાગના લોકો પગમાં કાળા રંગના બૂટ કે ચંપલ પહેરતા હોય છે. પરંતુ તેની પાછળનું કારણ બહુ ઓછા લોકો જાણતા હોય છે. તે ઉપરાંત કાળો રંગ તમને એક્સીડન્ટથી બચાવે છે. શનિ ગ્રહ ધીમો ચાલતો ગ્રહ માનવામાં આવે છે. કાળો દોરો પગમાં પહેર્યો હોય તો ખરાબ નજરથી બચી શકાય છે. તમે કોઈ વાર મોટા એક્સિડન્ટથી બચી શકો છો. માટે પણ કાળો દોરો પહેરવો જોઈએ.
-જો કોઈ છોકરી નવ વર્ષ સુધી કાળો દોરો પગમાં પહેરે અને 10મા વર્ષમાં પ્રવેશ કરે તે પહેલા ભૈરવદેવ અને કાળી માતાના ચરણોમાં ચઢાવીને તે દોરામાં સાત ગાંઠ મારી તેમાં એક કોડી પૂરવી દોરો પહેરો તો વધારે લાભ થાય છે. અને ખાસ કરીને આ દોરો શનિવારના દિવસે પહેરવાથી વધારે ફાયદો થતો હોય છે.
-અત્યારના સમયમાં છોકરીઓ માટે કાળો દોરો પહેરવો ફેશન ગણાતી હતી પરંતુ છોકરાઓ પણ કાળો દોરો પહેરતા હોય છે. તેમના માટે ઘણો લાભદાયી હોય છે. કાળો રંગનો દોરો પહેરવો. છોકરીઓએ ખાસ કરીને ડાબા પગમાં અને છોકરાઓએ જમણા પગમાં દોરો પહેરવો જોઈએ.
-કાળો દોરો બાંધવાથી ધન સાથે સંકળાયેલી સમસ્યા દૂર થાય છે. તેવું જ્યોતિષશાસ્ત્રોમાં માનવમાં આવે છે. તેથી કાળો દોરો બાંધતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમે એકલા હોવ ત્યારે જ બાંધવો જો કોઈ જોશે તો કોઈ પ્રકારનો લાભ થશે નહીં. માટે બાંધતી વખતે માતા લક્ષ્મીનું સ્મરણ કરી એકલામાં બાંધવો જોઈએ.
જો કાળા દોરા વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. તમારે બીજી શેન વિષે માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.