🦌 જ્યારે પણ કોઈ સુગંધની વાત કરવામાં આવે છે ત્યારે કસ્તૂરીની અદભૂત સુગંધનો ઉલ્લેખ જરૂર થાય છે. વિશ્વની સૌથી મૂલ્યવાન અને દુર્લભ પ્રાણી ઉત્પાદનમાં ગણના થયેલ કસ્તુરીનો ઉપયોગ માત્ર અત્તર બનાવવા માટે જ નહિ પરંતુ દવા બનાવવા માટે પણ કરવામાં આવે છે. આયુર્વેદમાં આ કસ્તૂરીના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે.
🦌 આયુર્વેદ આ કસ્તૂરીને અદભૂત ઔષધિ ગણાવે છે. આ ઔષધિ ખૂબ જ ઉપયોગી હોય છે આયુર્વેદ અનુસાર કસ્તુરી અનેક પ્રકારની શારીરિક બિમારીઓને ઠીક કરવા માટે ઉપયોગી બને છે. કસ્તુરીએ એક એવી દુર્લભ ચીજ છે કે તે ખાસ પ્રકારના યુવાન નર હરણમાંથી પ્રાપ્ત થાય છે. આ મૃગ ઉતરાખંડના હિમાલય ક્ષેત્રમાં ચીન, અસમ, દાર્જીલિંગ, નેપાળ અને હિમાલયના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.
🦌 કસ્તુરીની સુગંધ જ એટલી મનમોહક હોય છે કે આ સુગંધની શોધ ખુદ મૃગ પોતે પણ કરતો હોય છે. મૃગ નથી જાણતો કે તે જે સુગંધની શોધ કરી રહ્યો છે તે સુગંધ તેના જ શરીરમાં રહેલી છે.
🦌 1. કસ્તુરીના મુખ્ય પ્રકારો : કસ્તૂરીને તેના ઉત્પત્તિ ક્ષેત્રના આધારે ત્રણ ભાગમાં વહેચવામાં આવેલ છે.
🦌 (1) કાશ્મીરી કસ્તુરી : જે કસ્તુરી ભારતના કાશ્મીરના ક્ષેત્રની આસપાસથી મળી આવતા મૃગમાંથી પ્રાપ્ત થાય છે તે કાશ્મીરી કસ્તુરી એવું નામ આપવામાં આવેલ છે.
🦌 (2) નેપાળી કસ્તુરી : નેપાળના ક્ષેત્રમાંથી જે મૃગ મળે છે તેના શરીરમાંથી મળતી કસ્તુરી નેપાળી કસ્તુરી તરીકે ઓળખાય છે.
🦌 (3) કામરૂપી કસ્તુરી : આ કસ્તુરી માત્ર અસમના પ્રદેશોમાં જ પ્રાપ્ત થાય છે. આ કસ્તૂરીનો રંગ શ્યામ હોય છે અને તે સૌથી ઉત્તમ ગુણોવાળી કસ્તુરી મનાય છે.
🦌 2. કસ્તુરીમાંથી મળતા પોષક તત્વો : ઘણી જ દુર્લભ એવી કસ્તુરીમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, ફ્લોરાઈડ, એમોનિયા, ફેટ એલાઇન જેવા ઘણા જ પોષકો સમાયેલ છે તેના સિવાય કસ્તૂરીમાં એન્ટિ ઓક્સિડેન્ટ અને એન્ટિ ઇમ્પલેમેટરી જેવા ગુણો પણ મળી આવે છે.
🦌 3. કસ્તૂરીનું સેવન કરવાની સાચી રીત : કસ્તુરીમાંથી બનાવેલી આયુર્વેદિક ઔષધિને મૃગનાભ્યાદીવટી કહે છે. આ ઔષધિનો ઉપયોગ કસ્તૂરીના સ્થાને પણ કરી શકાય છે. કોઈ પણ શારીરિક કે માનસિક સમસ્યાને દૂર કરવા માટે કસ્તુરીને લઈ શકાય છે કસ્તૂરીનું સેવન હંમેશા અર્ધી રતી કે એક રતી જેટલું જ કરવું જોઈએ. આ કસ્તૂરીનો ગુણ ગરમ છે અને તેથી તેને હંમેશા દૂધની સાથે જ સેવનની સલાહ આપવામાં આવે છે. કસ્તૂરીનો ઉપયોગ વધારે માત્રામાં ક્યારેય ન થવો જોઈએ.
🦌 4. કસ્તૂરીના સેવનના ફાયદા : ગુણમાં ગરમ એવી કસ્તુરી શરદી અને કફ જેવા દર્દ માટે ઉત્તમ ઔષધ છે. શરદી કે કફ સમયે માત્ર કસ્તૂરીની સુગંધ લેવામાં આવે તો પણ તે દૂર થાય છે. જે લોકોને કાયમી માથાનો દુખાવો રહે છે તેમના માટે પણ આ કસ્તુરી ખૂબ જ ફાયદાકારક છે.
🦌 મહિલાઓ માટે કસ્તુરી : મહિલાને માટે આ કસ્તુરી ઘણી જ ઉત્તમ છે તે ગર્ભાશય સંબંધિત પ્રોબ્લેમને દૂર કરી શકે છે. પ્રેગ્નેન્સી દરમ્યાન ખસી ગયેલા ગર્ભાશયને મૂળ જગ્યાએ લાવે છે તેના માટે કસ્તુરી સાથે કેસર સરખા પ્રમાણમાં લઈને તેની નાની-નાની ગોળીઓ બનાવીને આ ગોળીને પિરિયડ પહેલા યોનિમાર્ગમાં મૂકવાથી ગર્ભાશય તેના સ્થાને આવી શકે છે. કસ્તુરી પુરુષો માટે પણ ઉપયોગી છે જે પુરુષને વીર્યની કમીની તકલીફ રહે છે તે આ ઔષધિનો ઉપયોગી કરીને તેની તકલીફને દૂર કરી શકે છે.
🦌 કસ્તુરીના સેવનથી થતાં અન્ય ફાયદા :
🦌 જે લોકોને શ્વાસ સંબંધી બીમારીઓ રહે છે તેમના માટે આ કસ્તુરી ઘણો સારો ઉપાય છે. કસ્તુરી રોગપ્રતિકારક શક્તિને વધારવાનો ગુણ ધરાવે છે કેમ કે કસ્તૂરીમાં એન્ટિ ઓક્સિડેન્ટ અને એન્ટિ ઇમ્પલેમેટરી જેવા ગુણ સમાયેલ છે.કસ્તૂરીના સેવનથી શરીર સ્વસ્થ અને નીરોગી રહે છે.
🦌 કસ્તૂરીનું સેવન કરીને ચામડીને લગતા ખીલ, ફોલ્લી કે પરસેવાની તકલીફને દૂર કરી શકાય છે. આ સિવાય કસ્તુરી રક્તપિત જેવી બીમારી માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે કફ, વાત, બેહોશી અને કામેન્દ્રીની સમસ્યાને દૂર કરી શકે છે.
🦌 કસ્તુરી આંખો માટે એકદમ ઉત્તમ ઔષધ છે તે આંખોની રોશનીને તેજ કરવાની શક્તિ ધરાવે છે. જે લોકોને આંખોમાં જાળા જેવુ દેખાય છે તે કસ્તૂરીનો ઉપયોગ કરીને આંખોની તકલીફ દૂર કરી શકે છે.
🦌 કસ્તૂરી હદય માટે ઉત્તમ છે. મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ગુણો રહેલા હોવાથી તે હાર્ટ સંબંધી તકલીફોને દૂર ભગાડે છે અને હાર્ટને સ્વસ્થ બનાવે છે.
🦌 કસ્તુરી શરીરના ઝેરી તત્વને દૂર કરવા માટે ઉપયોગી બને છે જ્યારે કોઈ કારણ સર શરીરમાં ઝેર પ્રવેશે છે ત્યારે આ કસ્તુરીનું સેવન ફાયદાકારક રહે છે. કસ્તૂરીનું સેવન ઝેરના પ્રભાવને દૂર કરે છે.
જો આ કસ્તુરી વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.