💁♀️ આજના આધુનિક યુગમાં વધારે ઉઘોગોને કારણે અને વાહનોની સંખ્યા વધી જવાને કારણે પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે. જેથી તેની સૌથી વધુ અસર મનુષ્ય પર થાય છે. જેમાં લોકોને અમુક કાર્ય માટે ઘરની બહાર જવું પડતું હોય છે. સૌથી વધુ પ્રદૂષણ અને ધૂળના સંપર્કમાં આપણાં વાળ આવતા હોય છે જેથી તે ખરાબ થઈ જતાં હોય છે.
💁♀️ વાળ એટલી હદે ખરાબ થઈ જાય છે.કે તેને ફરી સારા કરવા માટે કોઈ પણ ઉપાય કરો છતાં વાળની સમસ્યા જતી નથી. જેમાં વાળ સફેદ થઈ જવા, વધારે વાળ ખરવા, વાળ બે મોઢા વાળા થઈ જવા, માથામાં ડેન્ડ્રફ થઈ જવા જેવી સમસ્યા થાય છે. તો મિત્રો, તમારી આ સમસ્યાને જડ-મૂળમાંથી દૂર કરવા માટે અમે તમારા માટે એવો ઉપાય લઈને આવ્યા છીએ. જેનાથી તમારા વાળ એકદમ સિલ્કી, લાંબા, કાળા અને વધુ ગ્રોથ ધરાવતા થઈ જશે. તો જાણીએ શું છે આ ઉપાયો.
💁♀️ ચોખા અને મેથીના પ્રયોગ દ્વારા :- વાળની સમસ્યાને દૂર કરવા માટે ચોખા અને મેથીનો ઉપાય રામબાણ ઈલાજ છે. જેના પ્રયોગથી તમારા વાળ એકદમ લાંબા, કાળા અને વધુ ગ્રોથ ધરાવતા થઈ જશે.
💁♀️ સામગ્રી :- 250 ગ્રામ મેથી, 250 ગ્રામ ચોખા અને 2 પાત્રમાં 1-1 ગ્લાસ પાણી.
💁♀️ પ્રોસેસ :- આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ 2 અલગ અલગ પાત્રમાં પાણી નાખવું અને એક પાત્રમાં ચોખા નાખવા અને બીજા પાત્રમાં મેથી નાખવી ત્યાર બાદ તેને આખી રાત પલળવા મૂકી દેવું. ત્યાર બાદ સવારે બંને પાત્ર માથી મેથી અને ચોખા કાઢી લેવા હવે જે પાણી વધ્યું છે. તેને અલગ -અલગ ગેસ પર મૂકી ગરમ કરવા મૂકવું
💁♀️ ગેસ પર બંને પાત્રને 10 મીનીટ સુધી ગરમ કરવું. ત્યાર બાદ તેમાં રહેલા પાણીને એક પાત્રમાં મિક્સ કરી લેવું અને તેને 24 કલાક સુધી એમનમ રહેવા દેવું. હવે આ પાણીને બીજા દિવસે હળવું ગરમ કરી અને માથું ધોવું અને 10 મિનિટ સુધી આ પાણીથી માથામાં મસાજ કરવી ત્યાર બાદ હર્બલ શેમ્પૂ વડે માથું ધોઈ નાખવું.
💁♀️ ચોખા અને મેથીના પ્રયોગથી થતાં ફાયદાઓ :- આ ઉપાય માટે વપરાતી સામગ્રીનું મહત્વ આપણાં આયુર્વેદમાં ખૂબ વધારે છે. કારણ કે, આ બંને વસ્તુના ઘણા ફાયદાઓ છે. આ ઉપાય કરવાથી તમારા વાળની સમસ્યા એકદમ દૂર થઈ જાય છે.
💁♀️ મેથીની અંદર ઘણા તત્વો રહેલા હૉય છે. જેમાં, કેલ્શિયમ, ફોલિક એસિડ, પોટેશિયમ, પ્રોટીન, આયર્ન, વિટામિન A, K, C જેવા ખૂબ મહત્વના તત્વો મેથીમાં રહેલા હૉય છે. જે આપણા વાળ માટે ખૂબ ફાયદા કારક સાબિત થાય છે.
💁♀️ ચોખા પણ વાળ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે, ચોખામાં સૌથી વધુ માત્રામાં કાર્બોહાઈડ્રેટ રહેલું હૉય છે. જેથી ચોખાને કાર્બોહાઈડ્રેટનો ખજાનો કહેવામાં આવે છે. તદ્દ ઉપરાંત ચોખામાં વિટામિન A,C અને D રહેલું હૉય છે. જે વાળની બધી સમસ્યા ઝટકામાં દૂર કરે છે.
💁♀️ તો મિત્રો આ રીતે વાળની સમસ્યાને દૂર કરવા માટેનો મેથી અને ચોખાનો પ્રયોગ અપનાવવાથી તમારા વાળ એકદમ સિલ્કી, લાંબા, કાળા અને વધુ ગ્રોથ ધરાવતા થઈ જશે. જેથી વાળ સારા હશે તો તમારી સુંદરતામાં પણ ચાર ચાંદ લાગી જશે.
જો આ વાળ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.