🍅 આજના મોર્ડન યુગમાં મહિલાઓ પોતાની સ્કીનને સુંદર બનાવવા અનેક ઉપાયો કરતી હોય છે. તેમાં ઘણી વાર બજારમાંથી તેઓ મોંઘી કોસ્મેટિક પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરતી હોય છે. પરંતુ આ બધી પ્રોડક્ટ્સમાં નુકશાનકારક કેમિકલનો પ્રયોગ થયેલો હોય છે. જેનાથી થોડા સમય તમારી સ્કીન પર નિખાર જરૂર આવશે પણ તેનાથી જે તમારી પ્રાકૃતિક સ્કીન હોય છે. તે પણ કાળી થવા લાગે છે અને તેમાં સ્કીન પ્રોબ્લેમ્સ પણ થઈ શકે છે.
🍅 તમારા ચહેરાની સ્કીન સારી ન થવાનું કારણ આજના સમયનું વધુ પ્રદૂષણ પણ જવાબદાર છે. ઉપરાંત પાર્લરમાં પણ આજકાલ વધુ કેમિકલયુક્ત પ્રોડક્ટ્સનો પ્રયોગ કરવામાં આવે છે જે ખૂબ નુકશાનકારક હોય છે. તેથી ચહેરો વધારે ડલ થઈ જાય છે. તો આજે અમે તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ. જેનાથી તમારી સ્કીન એકદમ સુંદર અને ક્લીન થઈ જશે. ઉપરાંત તેનાથી તમારી સ્કીનને જરા પણ નુકશાન થશે નહિ.
🍅 મિત્રો આજે તમને ટામેટાંના ફાયદા જણાવશું. તેનાથી તમારી સ્કીન એકદમ ચમક્વા લાગશે અને બીજા કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ કરતાં સ્કીનમાં વધુ ગ્લો પણ આવે છે. ઉપરાંત સ્કીન પ્રોબ્લેમ્સ પણ જડ-મૂળમાંથી દૂર કરે છે. તો હવે જાણીએ ટમેટાનો સ્કીન પર કઈ રીતે પ્રયોગ કરવો અને તેના ફાયદા.
🍅 ટામેટાંનો પ્રયોગ અને તેના ફાયદા :-
🍅 જો તમારી સ્કીન શિયાળાની ઋતુના કારણે ફાટી ગઈ છે. તો તેના માટે સૌપ્રથમ ટામેટાંનું પેસ્ટ બનાવી લ્યો, ત્યાર બાદ તેને એક પાત્રમાં રાખી દેવું અને તેમાં 1 ચમચી મધ નાખી સરખી રીતે મિક્સ કરી દેવું. હવે આ પેસ્ટને ચહેરા પર હળવે હાથે લગાવવું અને 30 મિનિટ સુધી એમ-નમ રહેવા દો, હવે તેને નોર્મલ પાણીથી સાફ કરી લેવું. આ પ્રયોગ અઠવાડિયામાં 3 વાર કરવાથી તમારી સ્કીન એકદમ મોઈસચ્યુરાઇઝ થઈ જશે અને સ્કીન પર કોઈ નુકશાન પણ નહીં થાય .
🍅 અમુક લોકોને હાથની સ્કીન અને ગરદનની સ્કીન કાળી થઈ ગઈ હોય છે. લોકો તેને દૂર કરવા અનેક ઉપાયો કરતાં હોય છતાં તેમાં કોઈ ફરક પડતો નથી. તેમના માટે ટામેટાં રામબાણ ઉપાય છે. આ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે ટામેટાંના પેસ્ટમાં 1 ચમચી લીંબુ અને 1 ચમચી મધ ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેવું.
🍅 ત્યાર બાદ તેને કાળી થઈ ગયેલ ચામડી પર હળવે હાથે લગાવવું અને તેને 30 મિનિટ સુધી રહેવા દેવું. ત્યાર બાદ તેને નોર્મલ પાણી વડે સાફ કરી લેવું. આ પ્રયોગ કરવાથી ચામડીના ડેડ સેલ્સ દૂર થાય છે જેથી કાળી ચામડી દૂર થઈ જાય છે અને વાઇટ અને ચમકતી ચામડી થઈ જાય છે.
🍅 જે લોકોને ઓઈલી સ્કીન રહેતી હોય અને તેના કારણે ખીલ જેવી સમસ્યા થતી હોય તો તેના માટે ટામેટાં અકસીર ઈલાજ છે. ટામેટાંનું પેસ્ટ કરી અને તેમાં લીંબુનો રસ ઉમેરવો ત્યારબાદ બંને સરખી રીતે મિક્સ થઈ જાય એવી રીતે હલાવવું. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવવું અને પેસ્ટ સુકાઈ ગયા બાદ નોર્મલ પાણીથી સાફ કરી લેવું.
🍅 આ પ્રયોગ કરવાથી ટામેટાંમાં રહેલા પોટેશિયમ, વિટામિન C, પ્રોટીન અને બ્યુટી વિટામિન તરીકે ઓળખાતા વિટામિન E રહેલ હોય છે. જેનાથી ચામડી પર થયેલ ખીલ દૂર થઈ જાય છે. ઉપરાંત લીંબુનો રસ નાખવાથી તેમાં રહેલા એન્ટિ બેક્ટેરિયલ ગુણ ચામડી પર થયેલા ઇન્ફેકશનને પણ રોકે છે. તેથી તમારી ચામડી એકદમ ગ્લો કરવા લાગશે.
જો બળેલા ભાત ઉખાડવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.