આજનો આ આર્ટીકલ તમને કોઈ પણ બાહરી વસ્તુ કે ખર્ચો કરાવવા વાળો નથી બસ તમારા ઘરની અંદર બનતી વસ્તુ વિષે લઈને આવ્યા છીએ. આજે જાણીશું કે, તમારા ઘરે બનતી રોટલી તમને કેટલો ફાયદો કરે છે. પણ તેનું સેવન કેમ અને કેવી રીતે કરવું તે જાણવું ખૂબ જ જરૂરી છે. રોજે નિયમિત તમારા ઘરે રોટલી બને છે પણ વધારે પ્રમાણમાં બનતી રોટલી તમે કોઈ જાનવર કે, કચરામાં ફેકી દેતા હશો. તે તમારી ભૂલ કહેવાશે કારણ કે, તે રોટલીનું સેવન બીજી વાર સવારે કરવામાં આવે તો શરીરમાં ગજબના ફાયદાઓ થાય છે.
આજે આ આર્ટીકલ દ્વારા જાણીશું ક્યાં સમયે અને કેવી રીતે વાસી રોટલીનું સેવન કરવું જોઈએ, જેથી શરીરને વધારે ફાયદો થઈ શકે. આપના આયુર્વેદની પુસ્તક અષ્ટાંગ હ્યદયમમાં વાસી રોટલી વિશે કહેલું છે. આ રોટલીનું સેવન કરતાં પહેલા થોડી બાબતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે તે તમને આર્ટિકલના એન્ડમાં કહીશું પહેલા જાણીએ વાસી રોટલીના ફાયદાઓ.
સૌથી પહેલી વાત કે, વાસી રોટલીને ક્યારે સુખી ખાવી નહીં તેની સાથે થોડી બીજી વસ્તુનું પણ સેવન કરવું જરૂરી છે. એકલી વાસી રોટલી શરીરમાં વધારે ગરમી પેદા કરી શકે છે. માટે તેને અમુક વસ્તુઓ સાથે જ ખાવી હિતાવહ છે, કઈ વસ્તુ સાથે ખાવી તે જાણો નીચેના પોઈન્ટ દ્વારા..
તમારા શરીરમાં બ્લડપ્રેશર વધારે થવાની સમસ્યા છે તો, ગાયનું એક ગ્લાસ દૂધ ગરમ કરી પછી તેને ઠંડુ કરવું અને રાતની વાસી રોટલી ટુકડા કરી તેની અંદર મિક્સ કરીને સેવન કરવું લગભગ 1 થી 2 મહિના આ વસ્તુનું રોજે સેવન કરવાથી બ્લડપ્રેશરની સમસ્યા દૂર થવા લાગશે.જલ્દીથી આ બીમારીથી મુક્ત થવા માટે આ વસ્તુના સેવન સાથે રોજે યોગ એટલે કે, અનુલોમ-વિલોમ પણ કરવો જોઈએ જલ્દીથી બ્લડપ્રેશરની સમસ્યાથી છૂટકારો મળશે.
ડાયાબિટીસના રોગી માટે પણ વાસી રોટલી ફાયદાકારક રહે છે. સૌથી પહેલા એક ગ્લાસ પાણીને હુફાળું ગરમ કરો અને તેની સાથે એક વાસી રોટલી લેવી. રોટલીનો એક એક ટુકડો ખુબ જ ચાવી ચાવી ખાવો અને સાથે પાણી પિતુ જવું. આ કાર્ય કરવાથી થોડા સમયમાં ડાયાબિટીસના દર્દી માટે ફાયદો થવા લાગશે. આ વસ્તુના સેવન પહેલા કપાલભાતી પ્રાણાયામ કરવાથી વધારે જલ્દી ડાયાબિટીસના દર્દીને રાહત મળી શકે છે.
વજન વધારવા માટે પણ વાસી રોટલી ખુબજ મદદ કરે છે. શિયાળાના મોસમમાં વજન જલ્દીથી વધારી શકાય છે. પુરુષ માટે ખાસ કરીને તાકાત વધારવા માટે આ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. રાતની વધેલી એક રોટલી, સાથે 5 ગ્રામ ગોળ અને કેળાનું જ્યુસ એક ગ્લાસ આ બધી વસ્તુ મિક્સ કરી ખાવાથી 15 થી 20 દિવસમાં વજન વધવા લાગશે. આ ઉપાય આયુર્વેદની પુસ્તક અષ્ટાંગરિદ્યમમાં કહેવામા આવેલો છે.
વાળ ખરવાની સમસ્યા વાળા લોકો માટે પણ આ વસ્તુ ખુબજ મદદગાર બને છે. વાસી રોટલીને ગાયના દૂધમાં મિક્સ કરીને ખુબ જ ચાવીને ખાવી જોઈએ. ગાયનું દૂધ એક ગ્લાસ પહેલા ગરમ કરી પછી ઠંડુ કરવું પછી તેની અંદર વાસી રોટલી મિક્સ કરીને ખાવી.
ધ્યાન રાખવાની બાબત. આ વાત તમને કોઈ પણ આર્ટીકલ કે વિડીયો વાળા નહીં જણાવે કે, વાસી રોટલી ક્યારે નુકસાન કરે છે. તો જાણી લો કે, ગરમીના મોસમમાં ક્યારે પણ વાસી રોટલીનો ઉપયોગ કરવો નહીં. હંમેશા શિયાળામાં એટલે કે, ઠંડીના મોસમમાં વાસી રોટલી ફાયદાવાળી રહે છે. ઠંડીમાં વાસી રોટલીની અંદર ફાઈબર, પ્રોટીન અને કાર્બોહાઇટ્રેડ જેવા તત્વો વધી જાય છે અને ગરમીની સીજનમાં આ તત્વો રહેતા નથી એટલે રોટલી નુકસાન પણ કરી શકે છે.
ગરમીની સિઝનમાં વાસી રોટલી માં અમુક નુકશાનકારક તત્વો કે, ગરમીના કારણે ફૂગ પણ જોવા મળે છે, તેથી ગરમી ના સમયમાં ખાસ ધ્યાન રાખવું. જેનાથી તમને કોઈ નુકશાન ના થાય અને બધા લોકોએ આ બાબત ખાસ ધ્યાન રાખીને યાદ રાખવી.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.