આજના સમયમાં છોકરો હોય કે છોકરી એરેન્જ મેરેજ અથવા લવ મેરેજ જે પણ કરે તેને સારી રીતે નીભાવશે તેવા વચનો એકબીજાને આપતાં હોય છે. તેમાં ખાસ કરીને છોકરો બધી રીતે છોકરીને ખુશ રાખશે તેવી વાતો કરતો હોય છે. આ રીતે એકબીજાની વાતો પર વિશ્વાસ રાખીને લગ્ન કરે છે. અંતે થોડા સમયમાં છુટાછેડા લેવા પડતાં હોય છે.
કેમ કે લગ્ન પહેલા જ વચનો આપ્યા હતા તે પૂરા થતાં હોતા નથી અને કેટલાક અંશે છોકરીનો પણ વાંક હોય છે. અને ઘણા કિસ્સાઓમાં છોકરાનો પણ વાંક હોય છે. જ્યારે છુટાછેડાની વાત આવે છે ત્યારે છોકરીને પરિવારના સભ્યો બીજે લગ્ન કરવાની સલાહ આપે છે. તે માની પણ જતી હોય છે.
જ્યારે કોઈ છોકરો તેને જોવા આવે ત્યારે પહેલો પ્રશ્ન તેના મનમાં હોય છે કે છુટાછેડા લીધેલ છોકરી સાથે મેરેજ કરાય? તો વાત છે હા કરાય. કેટલાકી વાતો એવી હશે જે કુંવારી છોકરી કરતાં છુટાછેડા લીધેલી છોકરી સારી રીતે સમજી શકતી હોય, ઘણા કેસમાં એવું પણ બનતું હોય છે કે છુટ્ટાછેડા થવામાં છોકરીનો વાંક ના હોય અને તમે એવી છોકરી સાથે લગ્ન કરો તો તેમનું અન્ય દંપતી કરતાં લગ્ન જીવન વધારે સુખી-સમૃદ્ધ હોય છે. તો ચાલો જોઈએ છુટાછેડા લીધેલ છોકરી સાથે લગ્ન કરવાના ફાયદા…
પરિપક્વ- કોઈપણ છોકરીના લગ્ન 24-25 વર્ષે થઈ જતાં હોય છે. તે સમયે તેને એટલી સમજ હોતી નથી. ત્યારે છુટાછેડા લીધેલ છોકરીની ઉંમર મોટી હોવાથી પતિ કરતાં વધારે પરિપક્વ હોય છે. ઘણી વખત પુરુષની ઉંમર નાની હોવાને કારણે ગુસ્સો અને મેલ ઇગો આવી જતો હોવાના કારણે લગ્ન જીવનમાં તકલીફ ઉભી થાય છે. પંરતુ છુટાછેડા લીધેલ છોકરી આ બધું સારી રીતે સમજી શકતી હોવાથી આવો કોઈ પ્રોબ્લેમ થતો નથી.
લોકોનું ધ્યાન વધુ સારી રીતે રાખે છે – પહેલા લગ્ન કરતાં બીજી વખત જ્યારે છોકરી લગ્ન કરે તો તે લોકો લોકોમાં જલ્દીથી ભળી જતી હોય છે, જેના લીધે લોકો સાથે તે ફટાફટ કનેક્ટ થઈ જાય છે, અને પરિવારને પણ તે જલ્દીથી સમજી લે છે.. તેમજ ખાસ વાત એ છે કે, તે લોકોનું પણ ધ્યાન સારી રીતે રાખી શકે છે.
ફેરફાર- દરેકના જીવનમાં લગ્ન પછી ફેરફાર આવતો હોય છે. ઘણા લોકો ફેરફાર લાવવા માંગતા હોતા નથી. પરંતુ છુટાછેડા કરેલી મહિલા હશે તો બદલાવ લાવવાની જરૂર પડતી નથી. તમે જે રીતે જીવશો તે રીતે ફટાફટ તે પોતાનામાં ફેરફાર કરી લેશે..
જવાબદારી- આજકાલ મોટાભાગના પુરુષને ઘરની જવાબદારી વાળું કામ કરવું ગમતું નથી. ઓફિસનું કે ધંધાનું કોઈપણ કામ હોય તે સારી રીતે નિભાવતો હોય છે. પરંતુ ઘરની જવાબદારી નથી નિભાવી શકતો અને એટલે જ પરિવારથી દૂર થતો જાય છે. તો બીજા લગ્ન કરનાર સ્ત્રી આ બધી જવાબદારી સારી રીતે નિભાવશે અને તમારું પરિવારમાં માન જળવાય તે પણ જોશે.
સ્થિરતા- કોઈપણ છોકરીના પહેલા લગ્ન હોય તે સમયે વધારે ભાવનાત્મક હોય છે. પરંતુ કારણોસર છુટાછેડા લેવા પડતા હોવાથી તે વધારે ગંભીર અને સ્થિરતા વાળી થઈ જાય છે. કેમ કે તે બીજું લગ્ન જીવન સારી પસાર થાય તેવું ઇચ્છતી હોય છે. એટલે સારી સ્થિરતા સમજણ તેનામાં જોવા મળતી હોય છે. આવી સ્થિરતા બધી છોકરીઓમાં જોવા નથી મળતી..
જો છુટ્ટાછેડા લીધેલ છોકરી વિષેની આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.