આપણને ઠંડક થાય એટલે બેસની વાનગી સિવાય બ્રેડની વાનગી પણ યાદ આવતી હોય છે. તેમાં સેન્ડવીચ, મસ્કાબન, દાબેલી વગેરે જેવી વાનગી આપણે ઘરે બનાવતા હોઈએ છીએ અથવા તો બહારથી પાર્સલ કરાવી ઘરે લાવતા હોઈએ છીએ. આપણે મોટાભાગે બ્રેડમાંથી સેન્ડવિચ બનાવતા હોઈએ છીએ, તેમાં પણ અલગ-અલગ પ્રકારની બ્રેડ પરંતુ આજે તમને બ્રેડમાંથી એવી વાનગી બનાવતા શીખવીશું. કે તમે એક વાર સ્વાદ ચાખશો તો વારંવાર બનાવશો. આ વાનગીના નામ જાણશો તો તમને પણ થશે કે વાહ બ્રેડમાંથી પણ આટલી સરસ વાનગી બની શકે છે.? ચાલો જોઈએ રેસિપી.
બ્રેડ પિઝા – ડોમિનોઝ, લાપિનોઝના પિઝા તો બહુ ખાધા હશે. ફ્રેન્ડ્સ સર્કલમાં પાર્ટી હોય એટલે તરત આપણે પીઝા ખાવા જતા હોઈએ છીએ. અત્યારની જનરેશનને વધારે પડતા પીઝા ખાવાનું પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકને પીઝા ખાવાનું કહીએ તો ખુશખુશ થઈ જતા હોય છે. કેમ કે તેમને પિઝા એટલા પ્રિય હોય છે.
તો આજે આપણે ઘરે બનાવીશું બ્રેડ પીઝા. તેના માટે તમે ઘઉં કે મેંદાની બ્રેડનો ઉપયોગ કરી શકો છો. આ પીઝા બનતા પણ વાર લાગતી નથી. તેથી જો કોઈ બચ્ચા પાર્ટી તમારા ઘરે રાખી હોય તો ગરમા-ગરમ પીઝા બનાવીને ખવડાવી શકો છો. નાના બાળકોને તો મજા પડી જશે.
સામગ્રી – 👉 6 બ્રેડ લેવી. 👉 અડધો કપ જેટલી બાફેલી મકાઇ, 👉 ઝીણી સમારેલી ડુંગળી, 👉 1 કેપ્સીકમ, 👉 ટામેટાને ઝીણા અથવા પાતળી સ્લાઇસ પણ કરી શકો છો. 👉 મોઝરેલા ચીઝના ટુકડા એક કપ જેટલા. 👉 કાળા મરીનો પાઉડર અડધી ચમચી, 👉 ટામેટાં પિઝા સોસ 6 ચમચી લેવો. 👉 મીઠું સ્વાદ અનુસાર લેવું.
બનાવવાની રીત – (1) બ્રેડની સ્લાઇસ લો, તેની પર બટર લગાવો. (2) બટર લગાવ્યા પછી તેમાં ટોમેટો સોસ લગાવો. (3) હવે તેની પર તમે ટામેટાં, ડુંગળી, કેપ્સીકમ પાથરો. (4) ઉપર બાફેલી મકાઇનું લેયર બનાવો. (5) તેના ઉપર કાળા મરીનો ભૂકો અને મીઠું ભભરાવો. આ રીતે ન કરવું હોય તો સ્ટફ બનાવો ત્યારે એડ કરી શકો છો.
(6) મોઝરેલા ચીઝનું એક લેયર બનાવો. (7) હવે નોન સ્ટીક ગરમ થવા મૂકો તે ગરમ થાય એટલે તેમાં અડધી અથવા દોઢ ચમચી જેટલું બટર નોન સ્ટીક પર મૂકવું. (8) બટર ગરમ થયેલું લાગે એટલે તેમાં 2કે 3 સ્લાઇસ બ્રેડની શેકવા માટે મૂકો. (9) હવે નોન સ્ટીકની ઉપર ઢાંકણ ઢાંકી દો. 5 મિનિટ સુધી શેકાવા દો. થોડી વાર રહી જુવો કે કેપ્સીકમ નરમ પડી ગયા છે કે નહીં.
(10) કેપ્સીકમ ચડી જાય અને બ્રેડ પણ કડક થઈ જાય એટલે બહાર કાઢી લો. (11) આ રીતે તૈયાર છે તમારા મસ્ત મજાના ચટપટા બ્રેડ પીઝા. નીચે ઉતારી તમે તેની પર ચીઝ, ભાવતી હોય તો ઝીણી સેવ પણ નાખી શકો છો. ટોમેટો કેચપ લગાવીને પણ ખાઈ શકો છો.
👉 કેપ્સીકમ, ટામેટા, ડુંગળી ત્રણેય વસ્તુ સાથે મિક્સ કરીને તેની અંદર મરી અને મીઠું નાખીને સ્ટફિંગ તૈયાર કરી શકો છો. તેનાથી સીધું તમારે બ્રેડ પર આ વસ્તુ મૂકવાની રહે. આમ, બ્રેડમાંથી પણ અવનવી વાનગી તમે ઘરે બનાવીને લઈ શકો છો રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ.
બ્રેડ પૌંઆ- આપણે બજારમાં મળતા પૌંઆ ઘરે બનાવતા હોઈએ છીએ અને તેનો ઉપયોગ કોઈ વાર કટલેસ, ઇડલી, બટાકા વડાં જેવી વસ્તુઓમાં ટેસ્ટ વધારવા માટે કરતાં હોઈએ છીએ. આજે આપણે બ્રેડમાંથી પૌઆ બનાવીશું. જે સરળતાથી બની જશે અને તમારી ભૂખ પણ સંતોષાશે.
સામગ્રી- 👉 ચાર બ્રેડ (બ્રાઉન કે મેંદાની લઈ શકો), 👉 3થી4 ચમચી કોશમીર ઝીણી સમારેલી, 👉 એક કપ બાફેલા બટાકા ઝીણા સમારેલા લેવા, 👉 તેલ બે ચમચી, 👉 લીલા વટાણા બે ચમચી, 👉 રાઈ ચપટી, 👉 લીલા ચમચાં ઝીણા સમારવા, 👉 આદુ ક્રશ કરેલું, 👉 મીઠું જરૂર મુજબ.
બનાવવાની રીત- (1)-પહેલા બ્રેડને કાપી નાખો. ઉભા અને આડા એમ બે પ્રકારના ટુકડા કરો. (2) માંડવીના બી અધકચરા પીસી લેવા. (3) -એક તપેલી કે તાંસળામાં તેલ ગરમ થવા મૂકો, તેલ ગરમ થાય એટલે રાઈનો વઘાર કરવો. (4) હવે તેમાં ક્રશ કરેલું આદુ અને ઝીણા સમારેલા મરચા નાખવા.
(5) થોડી વાર હલાવતા રહો અને તેમાં માંડવીના બી એડ કરો. તેનો રંગ થોડો ડાર્ક થાય એટલે તેમાં વટાણા નાખો તેને એક મિનિટ સુધી ચડવા દો. (6) તેમાં ટામેટા નાખો અને 1કે 2 મિનિટ સુધી ચડવા દો. (7) ચીઝ ક્યૂબ અને ટોમેટો કેચપ નાખો. (8) તેમાં બાફેલા બટાકા જે ટુકડા કર્યા છે તે ઉમેરો. જરૂર મુજબ મીઠું નાખો.
(9) ત્યાર બાદ 1-3 મિનિટ સુધી ચમચા વડે હલાવતા રહો. (10) છેલ્લે તેમાં કાપેલા બ્રેડના કટકા ઉમેરો, ઉપર તેમાં કોથમીર નાખો. (11) બરાબર મિક્સ કરો અને 2 મિનિટ સુધી ગેસ પર ચડવા દો. (12) હવે જુઓ કે બધા મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે તો તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લો. ગરમા-ગરમ બધાને પીરસો. આ પૌંઆની ઉપર તમે કોથમીર અને સેવ પણ નાખીને ખાઈ શકો છો.
બ્રેડ કટલેસ- તમે બ્રેડની કટલેસ પણ સવારે નાસ્તામાં અથવા તો લંચ બોક્સમાં આપી શકો છો. તો ચાલો જાણીએ તેની રેસિપી.
સામગ્રી- 👉 બ્રેડની ચાર સ્લાઈસ, 👉 1 બાફેલો બટાકું મેશ કરેલુ લેવું., 👉 અડધો કપ સમારેલા ગાજર અને કોબિજ, 👉 1 ડુંગળી ઝીણી સમારેલી. 👉 અડધું લીલું મરચું ઝીણું સમારેલું.👉 બાફેલા વટાણા અડધો કપ જેટલા. 👉 અડધી ચમચી આદુની પેસ્ટ. 👉 એક લીંબુ, થોડો ગરમ મસાલો. 👉 3 ચમચી તેલ. પાણી અને મીઠું જરૂર મુજબ.
રીત- (1) એક તપેલીમાં એક ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકો. તેમાં ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવ તેમાં લીલું મરચું અને આદુની પેસ્ટ નાખો. તેને 30 સેકન્ડ સુધી સાંતળતા રહો. (2) પછી તેમાં ગાજર અને કોબીજ નાખો. બાફેલા વટાણા અને થોડો ગરમ મસાલાનો પાઉડર નાખો. બે મિનિટ સુધી ચડવા દો.
(3) હવે ગેસ બંધ કરી દો. મિશ્રણને વાડકામાં કાઢી તેને ઠંડુ થવા મૂકો. એક બાઉલમાં પાણી લો, તેમાં મીઠું નાખો. તે પાણીમાં બ્રેડની સ્લાઈસ ડુબાડો અને તરત બહાર કાઢી લો. (4) સ્લાઇસને હળવા હાથે નીતારી લેવી, હવે તેમાં ઠંડા થયેલ સ્ટફિંગમાં બટાકાનો માવો નાખવો. તેમાં 2 ચમચી જેટલો બ્રેડનો ભૂકો અને લીંબુનો રસ નાખો.
(5) મિશ્રણને બરાબર મિક્સ કરો અને તેમાં મીઠું નાખો. (6) ગોળાકાર ટિક્કી બનાવાનું શરૂ કરો. હજુ તમને મિશ્રણ ભીનું લાગતું હોય તો 1 કે 2 ચમચી સૂકી બ્રેડનો ભુક્કો ઉમેરો. (7) એક પ્લેટમાં સૂકી બ્રેડનો ભૂકો કાઢીને રાખો. નોન સ્ટીક પેનમાં 2-3 ચમચી તેલ નાખો. થોડું ગરમ થાય એટલે એક એક ટિક્કી પર બ્રેડનો ભૂકો લગાવો. નોનસ્ટીક પેનમાં રાખો.
(8) ટિક્કી નીચેના ભાગમાં બરાબર શેકાય જાય એટલે તેને બીજી બાજુ ફેરવી દો. બંને બાજુ બરાબર શેકાય જાય એટલે નીચે ઉતારી લો. (9) આ રીતે બધી ટિક્કી તૈયાર કરી લો. ધીમેધીમે બધી ટિક્કીને એક પ્લેટમાં કાઢી તેના પર કેચપ અથવા ચીઝ કે લીલી ચટણી નાખી ખાઈ શકો છો.
આ જે માર્કેટમાં બ્રેડ મળે છે, તેમાં ખૂબ કેમિકલ હોય છે તેમજ મેંદાના બનેલા હોય છે, જો તમારે ઘરે બ્રેડ બનાવવા હોય અને એ પણ ઘઉના લોટથી બનાવવા હોય તો કોમેન્ટમાં “bread” અથવા “બ્રેડ” એમ લખો. જેથી તમારા માટે ઘરે બ્રેડ કેમ બનાવી શકાય તે રેસીપી નો લેખ પબ્લીશ કરીશું.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. જો ગમી હોય તો કોમેન્ટમાં “Good Tips” જરૂર લખો. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.