🤷 વજન ઘટાડવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. એક્સસાઈઝ, ઘરેલુ ઉપચારો, ડાયેટિંગ કરવા છતાં પણ જો વજન ઓછું ન થતું હોય તો તેનું કારણ એ હોઈ શકે કે તમારી જીવનશૈલી ખોટી છે. ખોટી જીવનશૈલીના કારણે તમે ગમે તેટલા પ્રયત્નો કરો, છતાં વજન ઓછું થતું નથી હોતું. મોટાભાગના લોકો થોડું વજન વધતા જિમમાં કલાકો સુધી પરસેવો પાડવાનું શરૂ કરે છે. 🤸♂️
👉 જો તમે ખરેખર શરીરમાં વધતી ચરબીને કંટ્રોલ કરવા માગતા હોવ તો આ તમને એવા કેટલાક નિયમ જણાવીશું, જેનાથી તમારું વજન એક મહિનાની અંદર ઉતરવા લાગશે. વધારે વજન ઘણી વખત અનેક બીમારીઓને નોતરી શકે છે. માટે જો તમે કેટલાક રોગોનો શિકાર બનવા માગતા ન હોવ તો તમારી લાઇફસ્ટાઇલમાં થોડો ફેરફાર કરો. તમારી પોતાની એવી કેટલીક આદતો હશે જે ચેન્જ કરશો તો જરૂર ફાયદો થશે. ચાલો જાણીએ કેટલાક નિયમ જે તમારા વજનને સડસડાટ ઉતારશે.
🥦🥬🥕 જમવામાં બને ત્યાં સુધી 50% જેટલા હિસ્સામાં શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવો, જેથી તમારા શરીરમાં ચરબી વધશે નહીં અને વિટામિન અને ખનિજો પૂરતા પ્રમાણમાં મળી રહે. ડિનર હંમેશાં બને તો 6થી 7 વાગ્યાની વચ્ચે લેવું, મોડમાં મોડું 8 વાગ્યા સુધીમાં લઈ લેવું અને હળવું લેવું. જેથી સૂતા પહેલા ખોરાકનું પાચન થઈ શકે. 🕠🛌💤
🍩🍪 વધારે પડતા જંકફૂડ અને પેકેટ ફૂડ ખાવાનું ટાળો, ઘરનો રાંધેલા ખોરાકનો ભોજનમાં સમાવેશ કરો. જેથી પેટની સમસ્યા દૂર થતી જશે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ભોજન કરવા બેસો ત્યારે ઉતાવળ કરવી નહીં, ખોરાક ધીમે ધીમે 30 વાર ચાવીને જ ગળામાં ઉતારવો જોઈએ.🍲 આ રીતે કરવાથી તમારો ખોરાક ઝડપથી પાચન થઈ જશે.
🪜 ઓફિસ, ઘર કે બહાર કોઈપણ જગ્યા પર લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. બને ત્યાં સુધી સીડીનો ઉપયોગ કરવો. જેથી તમે ફિટ રહી શકશો. અને વજનને નિયંત્રિત રાખવામાં મદદ મળશે. 🪑 ગમે ત્યાં બેસો એકદમ ટાઈટ બેસવું જેથી કરોડરજ્જુને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય.
🚶♀️ જમ્યા પછી હંમેશાં લગભગ 30 મિનિટ સુધી ચાલવું જોઈએ. જો તમારે આખો દિવસ કામને લઈને ખુરશી પર બેસી રહેવાનું થતું હોય તો અચૂક જમ્યા પછી ચાલવું જોઈએ. 😴નિયમિત 7થી 8 કલાકની ઓછામાં ઓછી ઉંઘ લો. જે તમને શરીરમાં નવી ઉર્જા આપશે.
🧘♀️ સવારે યોગા, કસરત, સ્ટ્રેચિંગ કરો, જેથી તમારું મન અને તન બંને સ્વસ્થ રહેશે. 🍫 વધારે પડતું ગળપણ વાળું ખાવાનું બંધ કરો. તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. ☕ ચા, કોફી કે કોઈપણ વસ્તુમાં ખાંડનો વધારે ઉપયોગ ન કરો.
💧 આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2-3 લિટર પાણી પીવો, જે શરીરનો કચરો બહાર કાઢવાનું કામ કરશે. 🥣 દિવસમાં 4 વખત ખાવાનું રાખો. થોડું થોડું ખાવાથી વજન નિયંત્રણમાં રહેશે અને ઓવરઇટિંગનો પ્રોબ્લેમ નહીં રહે. 🍵 હર્બલ ટીનું સેવન શરીરને તંદુરસ્ત અને વજન કંટ્રોલ કરવામાં મદદ કરશે. 🌮 પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવાનું ટાળવું, આ વસ્તુઓના સેવનથી તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડતી હોય છે.
☀️ દિવસમાં એક વાર તડકો શરીર માટે જરૂરી છે. તમારો ચહેરો સૂર્યના કિરણોથી વધારે સારો બનશે. 🚿 ઠંડા પાણીથી નહાવું, તમારા શરીરને શાંતિ અને તાજગીનું અનુભવ થઈ શકશે. ઓટ્સની વસ્તુ નાસ્તામાં ખાવી જોઈએ, જે તમને ભૂખ મટાડશે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રાખશે.
💪 તમારા આહારમાં પ્રોટીન અને કેલેરીનો સમાવેશ કરો. જે તમારા શરીરને ફાયદો આપશે.🚴♀️ આ રીતે તમારા શરીરને ફિટ રાખવા માટે નવી કસરતો કરતા રહો. જો તમે આ ઉપચારો રોજ કરતા રહેશો તો તમારું વજન જરૂર ઘટવા લાગશે. અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.