🌌જે વ્યક્તિ મૃત્યુ પામે છે તેનો આત્મા બીજે જન્મ લઈ લે છે અથવા તો આપણે તે જન્મમાંથી પસાર થઈ ગયા હોઈએ તેવું હોય છે. કેટલાક લોકોને આપણે આત્મા કે પૂર્વજન્મની વાત કરીએ ત્યારે તેમને વિશ્વાસ આવતો હોતો નથી. પરંતુ આ વાત કેટલાક અંશે સાચી સાબિત થતી હોય છે. તેમાં માનવીની કેટલીક એવી આદતો હોય છે જેના લીધે આપણે સમજી શકીએ કે આ પૂર્વજન્મની ઘટના છે.
🌌સામાન્ય લાગતી વાત આપણી આસપાસ, ઘરના સભ્યો અથવા આપણી સાથે પણ આ ઘટના બનતી હોય છે. અથવા કેટલીક આદતો લોકોમાં હોવાના કારણે જોઈ પરેશાન થઈ જતા હોઈએ છીએ. તો સમજી લેવું કે આ બધી આદતો આપણા પૂર્વ જન્મની છે. તેના માટે આપણે કેટલાક પ્રકારના સંકેતો મળે છે. તે જોઈએ.
🌌વારંવાર સપનું આવવું- ઘણા લોકોને રાત્રે સૂવે ત્યારે એકનું એક સપનું આવે. તેમાં કોઈ વ્યક્તિને વર્તમાન સમયમાં ન જોયા હોય અથવા કોઈ અજાણી જગ્યા પણ દેખાતી હોય. સવારે ઉઠીએ ત્યારે આપણને કંઈ જ યાદ ન આવે. છતાં લાગ્યા કરે કે આ વસ્તુ આપણે ક્યાંક જોઈ છે વગેરે વગેરે. આ પ્રકારના સંકેતો મળે તો સમજવું કે પૂર્વ જન્મની વાત છે. જે તમને સપનાંમાં દેખાઈ રહ્યા હોય તે આગલા જન્મના સંબંધી પણ હોઈ શકે છે.
🌌કોઈ વ્યક્તિ અજાણ ન લાગે- કોઈ નવી જગ્યા પર જઈએ અને થોડા સમયમાં કોઈ વ્યક્તિ સાથે ઓળખાણ થાય પછી તો જાણે પહેલા મળ્યા હોય તેવો અહેસાસ થાય તો પૂર્વજન્મમાં તમારા આ વ્યક્તિ સાથે સારા સંબંધ રહ્યા હોય અથવા તો તે વ્યક્તિ મિત્ર, સંબંધી કે પાડોશી, પ્રેમી પણ હોઈ શકે. તેવું ઘણી વખત બનતું હોય છે તેમની સાથે આપણી વાતો ખૂટતી હોતી નથી. બસ જન્મો જન્મનો સાથ હોય તેવું લાગ્યા કરે.
🌌ડર લાગે- આપણે કે કોઈ પણ વ્યક્તિ ક્યારેય આગ, પાણી કે ઉંચાઈ વાળી જગ્યા પર ગયા ન હોઈએ તેમ છતાં ડર લાગે. અથવા તે વસ્તુની વાત કરે તો પણ આપણને ગભરામણ કે બેચેની જેવું લાગે તો સમજી લેવું કે પૂર્વજન્મની નિશાની છે. જેનો વર્તમાન સમયમાં કોઈ પ્રકારનો સંબંધ હોતો નથી. તે તમારા આગલા જન્મની ઘટના હોઈ શકે.
🌌ઘટના પહેલા જાણ– કેટલીક વખત આપણને કોઈ વસ્તુ ભવિષ્યમાં કે થોડા સમયમાં બનવાની હોય તેનો અહેસાસ પહેલાથી થઈ જતો હોય છે. જેને આપણે પ્રૌઢ આત્મા કહીશું કેમ કે આપણા શરીરમાં આ આત્મા પહેલા જન્મ લે છે. માટે કોઈ ખરાબ ઘટના કે કામ થવા જઈ રહ્યું હોય તે પહેલાંથી જ આપણને ડર લાગે, મનમાં બેચેની લાગ્યા કરે. જે ઘણી વખત સાચી સાબિત થાય છે. ઉંમરની સાથે આપણામાં મેચ્યોરિટી આવવી જોઈએ તે આવી જતી હોય છે. આ વાતને કેટલાક લોકો નજરઅંદાજ કરતા હોય છે, પરંતુ આ હકીકત હોય છે.
🌌કેટલીક વસ્તુ વધારે ગમવી- આપણી આસપાસ એવા કેટલાક લોકો હોય છે. જે ગરીબ, અનાથ બાળક, કોઈ વધારે દુખી હોય, અપંગ હોય, વૃદ્ધ હોય વગેરે. આ બધાને જોઈ તેમના મનમાં એક પ્રકારની સહાનુભૂતિ થવા લાગે છે. તેમની ઇચ્છા ન હોવા છતાં પણ તે વ્યક્તિ કરતું હોય છે. તો વિચારવું કે પૂર્વજન્મમાં તમે કોઈ આવી પરિસ્થિતિમાંથી જરૂર પસાર થયા હશો. તો જ તમને તે વસ્તુનો અહેસાસ થઈ શકે. એટલે કે તમે આ જન્મમાંથી પસાર થઈ ચૂક્યા છો.
🌌આ પ્રકારના સંકેતોથી તમારે ગભરાવવાની જરૂર નથી. શરીરમાંથી આત્મા નીકળીને કોઈપણ યોનિમાં જન્મ લેતો હોય છે. આગળ પણ એ પ્રમાણે થતું હોય છે.
જો સપનામાં બનતી ઘટના વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.