આજે આપણી સૌથી મોટી અને સામાન્ય બધા જ લોકોને થતી હોય તેવી સમસ્યા છે, મેદસ્વીતા. એટલે કે, વધારે વજન. આ સમસ્યા વધારે આપણાં ખાવા-પીવામાં અનિયમિતતાના કારણે ઊભી થાય છે. મહિલા અને પુરુષ બંને માટે આ સમસ્યા સૌથી ગંભીર સમસ્યા હોય છે. બેઠાડું જીવન જીવતા લોકોને સૌથી પહેલા આ સમસ્યા થાય છે કારણ કે, નોકરી અને ધંધો બેઠા બેઠા કરતાં હોય તેને ભોજન કર્યા પછી તેને પચાવવું ખુબજ મુશ્કેલી ભર્યું હોય છે. બેઠા બેઠા ભોજન પચશે નહીં અને તે જ ભોજન ચરબીનું રૂપ લઈ અને માણસના શરીરમાં જમા થવા લાગે છે.
આપણાં ભારતમાં આ સમસ્યા પુરુષ કરતાં પણ વધારે મહિલામાં જોવા મળી આવે છે. એક સરેરાશ પ્રમાણે ભારતમાં 1998માં વધારે વજન વાળી મહિલાઓ 8.4% હતી અને અત્યારે 2020-21માં 17.5% જોવા મળે છે. વજન વધારે હોય તેવા પુરુષોનું પણ સર્વે કરવામાં આવેલું છે. હાલ ભારતમાં 18.6% પુરુષો છે જેનું વજન વધારે રહેલું છે. આ સર્વે અમે નથી કરેલો આ સર્વે આપણાં ભારતના હેલ્થ ડિપાર્ટમેંટે કરેલો છે તમે ઇન્ટરનેટ પરથી પણ જાણી શકો છો. હવે વાત કરીએ કે, આ વજન કંટ્રોલ કરવા માટે સૌથી સારો અને વધારે મહેનતના કરવી પડે તેવો ઉપાય ક્યો છે. તો જણાવી દઈએ કે, મહેનત વગર કોઈ કામ થતું નથી.
થોડી મહેનત શરીર માટે કરવી જ પડશે. હા વધારે મહેનત ના કરવી પડે તેની માટે અમે આ આર્ટીકલ તમને જણાવીશું જેનાથી ઓછી મહેનતના વધારે ફાયદાઓ જોવા મળશે. આપણાં આયુર્વેદામાં થોડા એવા ઉપાયો લખેલા છે, જેનાથી શરીરનું વજન ઓછો કરવા માટે ઔષધિનો ઉપયોગ કરવો પડશે. આ ઔષધિ કઈ અને કેવી-રીતે ઉપયોગ કરવો તેની માહિતી અમે આપીશું. ધ્યાનથી અને સમજીને આ આર્ટીકલ વાંચવો જેથી તમને કોઈ સમસ્યા કે, પ્રશ્ન થાય નહીં. ચાલો જાણીએ કઈ કઈ વસ્તુથી વજન કંટ્રોલમાં લાવી શકાય છે.
લસણ અને લીંબુ પાણી- તમે ક્યારે સંભાળ્યું નહીં હોય કે, લસણ અને લીંબુ પાણી પણ વજન ઉતારવામાં મદદ કરે છે. નિયમિત સવારે ભૂખ્યા પેટે બે કળી લસણ ખુબજ ચાવીને ખાવું અને પાંચ મિનિટ પછી તેની ઉપર એક ગ્લાસ લીંબુ પાણીનો પીવો. નિયમિત આ કાર્ય કરવાથી થોડા જ દિવસમાં આસાનીથી વજન ઘટવા લાગશે. અત્યારે ઉનાળાની સીજન ચાલુ થઈ ગઈ છે તેથી લસણ ઓછી માત્રામાં જ લેવું વધારે લેવાથી શરીરમાં વધારે ગરમી ઉત્પન્ન કરી શકે છે. જે નુકસાન પણ કરે છે.
કોબી- આ વસ્તુ પણ વજન આસાનીથી ઉતારવામાં મદદ કરે છે. સવારના લીંબુ અને લસણનો ઉપયોગ કર્યા પછી બપોરના ભોજનમાં કોબીનો ઉપયોગ કરવો વધારે અસરકારક રહે છે. કોબીમાં રહેલું ટેરટેરિક એસિડ શરીરમાં રહેલી નવી ચરબી ઓછી કરે છે અને સાથે જૂની ચરબી પણ ઓગાળે છે. કોબીને સલાડના રૂપમાં ખાવાથી વધારે ફાયદો રહે છે. બપોરના ભોજન સાથે થોડું કોબીનું સલાડ જરૂર સેવન કરવું.
મધ અને આદું- મધ અને આદુની મદદથી વજન આસાનીથી ઘટી શકે છે. બધા જ આયુર્વેદના જાણકાર આદું અને મધની સલાહ આપતા હોય છે. પણ તેને કેટલી માત્રામાં સેવન કરવું તે પણ જાણી લેવું જરૂરી છે. વધારે આદું શરીર માટે નુકસાન કારી સાબિત થઈ શકે છે. તેથી આદુંને 10ml રસની અંદર એક ચમચી મધ મિક્સ કરી પીવું. આદુનો રસ ચરબી અંદરથી બાળવા લાગે છે અને ભૂખ ઓછી કરવાનું કામ પણ કરે છે. આ મિક્સ વસ્તુ રાત્રિના સમયે સૂતા પહેલા પીવો જેથી આદું તેનું કાર્ય બરાબર કરી શકે.
ગૌમુત્ર- ગૌમુત્રની અંદર પણ ઘણા એવા તત્વો રહેલા છે જેનાથી વજન ઓછો કરવામાં આસાની રહે છે. એક નાનો કપ ગૌમુત્રનો લેવો અને તેની અંદર એક ચમચી હરેડનું ચૂર્ણ મિક્સ કરી નિયમિત સવારે અને સાંજે પીવાથી વજન કંટ્રોલમાં રહે છે. ચરબી કાપવા માટે ગૌમુત્ર અને હરેડનું ચૂર્ણ વધારે મદદ કરે છે. ઉપર જણાવેલા કાર્ય એક સાથે નથી કરવાના જે લોકોને જેની સગવડ હોય તેવો ઉપયોગ કરવો. આ બધાજ જણાવેલા કર્યો વજન ઘટાડવામાં મદદ કરે છે.
વરિયાળી- જે લોકોને વારંવાર ભૂખ લાગે છે અથવા કોઈ પણ વસ્તુ વારંવાર ખાવાનું મન થાય છે તો, નિયમિત સવારે 1 કે 2 ગ્રામ વરિયાળી એક ગ્લાસ પાણીમાં નાખી અને ઉકાળો તે ઉકાળેલૂ પાણી એક કપ જેટલું વધે ત્યારે તને ઠારી અને ભૂખ્યા પેટે સેવન કરવું. વારંવાર લાગતી ભૂખ ઓછી થશે અને સાથે ભૂખ્યા પેટે સેવન કરવાથી વજન પણ ઘટાડવા લાગશે.
આમળા- આમળમાં રહેલું વિટામિન C રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આમળમાં રહેલું એન્ટિઓક્સિડેંટ શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આમળમાં રહેલૂ મેટાબોલીજમ શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. આમળમાં રહેલા તત્વો શરીરમાં રહેલી વધારાની કેલેરી ઓછી કરી અને કેલેરીનું પ્રમાણ નિયંત્રણ કરે છે. આમળાનું સેવન પણ શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે. એક ગ્લાસ પાણીમાં આમળાનો એક ચમચી પાવડર મિક્સ કરી સવારે ભૂખ્યા પેટે પીવાથી પણ વજન કંટ્રોલમાં આવે છે.
જીરું- જીરના પાણી વિષે લગભગ બધા લોકોએ સાંભળ્યુ હોય છે. જીરું અને પાણી મિક્સ કરી પીવાથી વજન કંટ્રોલમાં રહે છે. પણ જીરું પાણી સાથે લીંબુ મિક્સ કરી પીવાથી વધારે ફાયદાઓ થાય છે તે ઓછા લોકો જાણતા હોય છે. નિયમિત રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું પલાળી રાખવું તેને સવારે ગળી અને તે પાણીને હુફાળું ગરમ કરવું પછી તેની અંદર અર્ધા લીંબુનો રસ મિક્સ કરી તેનું સેવન કરવું. વજન જલ્દીથી કંટ્રોલ કરી શકશો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.