આપણે ઘણી વખત લોકોને કહેતાં સાંભળતા હોઈએ છીએ કે બહુ ગળ્યું ન ખાશો નહીંતર ડાયાબિટીસ થઈ જશે. એમની એ વાત સાચી હોય છે. પરંતુ અત્યારની યંગ જનરેશન તેને અવગણે છે. કહે એ તો બોલ્યા કરે કંઈ ન થાય, પણ આ વાતનો ખ્યાલ તેમને સમય જતાં સમજાય છે. કેમ કે તે બીમારીનો શિકાર બની ચૂક્યા છે.
સામાન્ય લાગતી ડાયાબિટીસની બીમારી ઘણી ખતરનાક છે. હાલના સમયમાં તે ધીમેધીમે વધી રહી છે. ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય અને જમવામાં ગળ્યું વધી જાય તો તે તરત બોલશે કે ડૉક્ટરે ના પાડી છે ગળ્યું ખાવાની કારણ કે મને ડાયાબિટીસ થઈ ગયો છે.
ડાયાબિટીસ એવી બીમારી છે કે તે એક વાર થયા પછી તે હંમેશ માટે ઘર કરી જાય છે. તેનાથી છુટકારો મેળવી શકાતો નથી. આપણને સામાન્ય લાગતી બીમારી શરીરને અંદરથી ખરાબ કરી નાખે છે. અને જેને પણ થાય છે તેને જમવા સાથે તેની લાઈફસ્ટાઈલમાં પણ ઘણા ચેન્જિસ લાવવા પડતાં હોય છે. ત્યારે તે કંઈક કરતા કંટ્રોલ કરી શકે છે.
- તુલસીના પાન- (આપણા ઘરે જોવા મળતી તુલસી)
તમારા આંગણામાં જોવા મળતો તુલસીનો નાનો એવો છોડ અનેક ગુણોથી ભરેલો છે. તેને ઘણા લોકો વિટામિન પેક પણ કહે છે. આર્યુવેદમાં પણ તુલસીને અનેક રોગો દૂર કરવા માટેનું ઔષધ ગણવામાં આવે છે. ડાયાબિટીસના દર્દી માટે આર્શીવાદ રૂપ માનવામાં આવે છે તેના પાન.
રોજ સવારે ખાલી પેટે તમે તુલસીના પાન ચાવી જશો તો થોડા જ સમયમાં તમારું બ્લડ શુગર કંટ્રોલમાં રહેવા લાગશે. તુલસીના પાનનો રસ કાઢીને મધ સાથે મિક્સ કરીને પી શકો છો. પણ આ રીત અઠવાડિયામાં એક-બે વાર કરી શકો છો. કારણ કે મધમાં પણ એક પ્રકારનું ગળપણ રહેલું છે.
- મીઠી તુલસી-
આ તુલસીને તમે સ્ટીવિયા પણ કહી શકો છો. તેનો સ્વાદ મીઠો હોય છે, પરંતુ સ્વાસ્થ્ય માટે એટલી જ જરૂરી છે. તેનો ઉપયોગ ગંભીર બીમારીઓમાં કરવામાં આવે છે, તે બજારમાં ઉંચા ભાવે મળતી હોય છે. આ તુલસીથી તમે ડાયાબિટીસ કંટ્રોલ કરી શકો છો. તેના પાનનું રોજ સવારે સેવન કરવું. તે ઉપરાંત પણ શરીરને મજબૂત બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
આ તુલસી મીઠી હોવા છતાં પણ બ્લડ શુગરના દર્દી તેનું સેવન કરી શકે છે. તેમના માટે વરદાન રૂપ સાબિત થાય છે. સ્ટિવિયાની અસર લોહીમાં રહેલા ગ્લૂકોઝ પર નહિવત હોય છે. જેના કારણે બ્લડ શુગર વાળા લોકો નિશ્ચિંત પણે તેનું સેવન કરી શકે છે.
- ગુડમારના પાન- (મધુનાશીની નામની વનસ્પતિ)
ગુડમારના પાનનું સેવન રોજ સવારે ખાલી પેટે કરવાથી તમારા બ્લડ સુગરમાં ઘટાડો થતો જણાશે. તેમાં રહેલા તત્વો ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ રૂપ સાબિત થાય છે. જો તમે લાંબા ગાળે તેનું સેવન કરશો તો બની શકે કે મૂળમાંથી દૂર થઈ શકે. કહેવાય છે કે આ રોગના સંપૂર્ણ ઈલાજ માટે તમારે ગુડમારના પાનનું સેવન કરવું જોઈએ.
ગુડમારને સ્લીવેસ્ટ્રે તેમજ મધુનાશીની નામથી પણ ઓળખી શકાય છે. આ એક જડી-બુટ્ટી હોવાથી તેના રોજ માત્ર 2 પાન ખાવાથી બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે ફાયદાકારક છે.
- શલગમના પાન- (એક કંદમૂળ છે)
આર્યુવેદમાં શલગમને (કંદમૂળ) મહત્ત્વનું માનવામાં આવ્યું છે. કેમ કે ઘણી બધી બીમારીઓમાં આર્શીવાદરૂપ સાબિત થાય છે શલગમ અને તેના પાન. શલગમ એક પૌષ્ટિક ફળ પણ છે. તેમાં ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. ડાયાબિટીસના દર્દી માટે તેના પાન ખૂબ જ લાભદાયી છે. જો ભૂખ્યા પેટે તેના પાન ડાયાબિટીસના દર્દી રોજ ચાવે તો બ્લડ શુગર કંટ્રોલ થઈ શકે છે. એ ઉપરાંત પણ નાની-મોટી બીમારીથી તમને છુટકારો મળી રહેશે.
આ રીતે ઘરે બેઠા તમે વર્ષો જૂની બીમારીને એકદમ સરળતાથી અને કોઈ પણ જાતના ખર્ચ વગર દૂર કરી શકશો. આ બધા પાન તમને ડાયાબીટીસને કંટ્રોલ કરવામાં મદદ કરશે, આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ દ્વારા જણાવો. તેમજ આ માહિતી ઈન્ટરનેટ ના આધારે લખવામાં આવી છે.
આ લેખમાં જણાવેલ પાનનો ઉપયોગ જો તમે આયુર્વેદના અનુભવી અથવા ડોક્ટરની મદદ લઈને કરશો તો, રીઝલ્ટ વધુ સારું મળશે. તેથી અનુભવીની સલાહ લઈને જ ઉપયોગ કરો.