આજના સમયમાં ઇલેક્ટ્રીક વસ્તુના કારણે આંખોના નંબર વધવાની સમસ્યા વધારે થવા લાગી છે. આ સમયમાં મોટા લોકો તેમજ નાના બાળકોની આંખોમાં પણ નંબર આવવા લાગ્યા છે. તેની માટે વધારે જવાબદાર છે મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી વગેરે.. પણ અમુક બાળકોને વારસામાં પણ નંબર મળેલા હોય છે. આ સમયમાં બાળકોને ક્લાસ અથવા સ્કૂલની કોઈ વસ્તુ માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવો ફરજિયાત થઈ ગયો છે. અત્યારે બાળકોને શિક્ષણ પણ મોબાઈલ પર મળી રહ્યું છે. સૌથી વધારે આખો બાળકોની ખરાબ થઈ રહી છે.
એક સાથે લગભગ 5 થી 6 કલાક બાળકો મોબાઈલ અથવા કોમ્પ્યુટર સામે બેસીને પોતાના લેકચર અથવા ક્લાસ જોઈ રહ્યા હોય છે તેનાથી બાળકોની આંખો કમજોર થવા લાગે છે. આંખોની કમજોરી દૂર કરવા માટે લોકો ડોકટર પાસેથી મોંઘી દવાઓ પણ લેતા હશે. પણ સાચું તો એ છે કે, તેનાથી કઈ પણ સારું નથી થતું. તે મોટાભાગની દવાઓ બસ પૈસા બગાડવાનું સાધન છે. લોકો આપણાં આયુર્વેદ વિષે ભૂલતા જાય છે. તેમાં આંખોથી માંડીને કેન્સર સુધીના ઈલાજ આપેલા છે. અત્યારે આયુર્વેદની દવાઓનો ઉપયોગ ભારતથી વધારે વિદેશમાં થવા લાગ્યો છે.
આજે અમે આપણાં આયુર્વેદના તેવી ઘણી વસ્તુ વિષે જણાવીશું જેનાથી આંખોની રોશની ઘરે જ વધારી શકાય છે. તેનાથી કોઈ પણ જાતનું ઇન્ફેક્ષન કે નુકસાન થશે નહિ અને તે વસ્તુના કુદરતી ગુણોના કારણે આંખોને ઘણો ફાયદો થશે. તમારે વધારે પૈસાની દવાની જરૂર નહીં પડે. આ વસ્તુ તમારા ઘરની અંદર મળી રહેશે. તો ચાલો જાણીએ તે દવા વિષે.
ગૌમુત્ર તમે તેના વિષે સંભાળ્યું હશે. ગૌમુત્રથી શરીરના ઘણા રોગો દૂર કરવાની ક્ષમતા હોય છે. તેની સાથે સાથે ગૌમુત્ર આંખો માટે પણ સારું સાબિત થાય છે. સૌથી પહેલા તો અર્ધા ગ્લાસ જેટલું ગૌમુત્ર લેવું તેને એક જીણા કપડાં વડે ગળી લેવું પછી રોજે ગૌમુત્રના 2 કે 3 ટીપાં આંખોમાં નાખવાથી નંબર ઉતારવા લાગે છે. તેનો ઉપયોગ નિયમિત 6 થી 7 મહિના સુધી કરવો રોજે સવારે થોડી વાર માટે તે ટીપાં આંખોમાં નાખી આંખોને બંધ કરી થોડી વાર માટે બેસવું.
ગાજર પણ આંખો માટે એક અમૂલ્ય ઔષધિ માનવામાં આવે છે. ગાજરનું સેવન અથવા તેના જ્યુસનું સેવન કરવાથી આંખોને ખુબજ ફાયદો થાય છે. ગાજરના જ્યુસથી આંખોના રેટિનામાં ખુબજ ફાયદો થાય છે. સાથે સાથે બીજા પણ આંખોના ભાગમાં પોષણ મળે છે. ગાજર ઘણા પોષક તત્વનો સ્ત્રોત માનવમાં આવે છે. શરીરના ઘણા જરૂરી પોષક તત્વો ગાજર માથી મળી આવે છે. આંખોના નંબર વાળા વ્યક્તિને રોજે ગાજરના જ્યુસનું સેવન કરવું જોઈએ.
અરણીના છોડનું (ઉપરનો ફોટો) નામ તમે સંભાળ્યું હશે તે પણ આંખો માટે એક શ્રેષ્ટ ઔષધિ છે. અરણીના પાનને રોજે રાત્રે આંખો પર બાંધવાથી આંખોનો દુખાવો ઓછો થાય છે. તેમજ બળતી આંખોમાં રાહત મળે છે. અરણી લગભગ ગામડામાં જલ્દીથી મળી રહે છે શહેરમાં પણ અમુક જગ્યાએ તેના પાન મળી રહે છે આ ઉપાય પણ આંખોમાં થતી બળતરા કે દુખાવામાં રાહત આપશે.
મધ પણ આંખો માટે સારી ઔષધિ છે. સારું અને જૂનું મધ આંખો માટે ખુબ જ ફાયદો કરે છે. અત્યારના કેમિકલ વાળા મધનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. શુધ્ધ મધ હોય તો તેને આંખોમાં ટીપાં રૂપે ઉપયોગ કરી શકાય છે. આંખોમાં લાગેલી થકાન મધના 2 થી 3 ટીપાં નાખીને જલ્દીથી ઉતારી શકાય છે.
આંખોમાં જલન થાય ત્યારે મધના ટીપાં આંખોમાં નાખવાથી જલ્દીથી રાહત મળે છે. નિયમિત મધના ટીપાં નાખવાથી આંખોને જોવાની ક્ષમતામાં વધારો થાય છે. ઘણી વખત મધ નાખવાથી આંખોમાં જલન થઇ શકે છે. પણ તે થોડી વાર સહન કરી લેવી સારી.
તેમજ ઉપરના તમામ પ્રયોગ કરતા પહેલા એકવાત જાણી લેજો કે, આ પ્રયોગો જો કોઈ જાણકાર હોય તો તેની મદદ લઈને કરો તો સૌથી બેસ્ટ પરિણામ મળી શકે છે. કેમ કે બની શકે કે તમે ખુદ આ પ્રયોગની ટીપ્સ બરોબર સમજી ના શકો. તેથી કોઈ જાણકારની મદદ લો તો વધુ ઉત્તમ. ઉપરની બધી જાણકારી ઈન્ટરનેટની મદદ લઈને લખવામાં આવી છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.