પાતળી પરમાર જેવી મહિલાને કોઈપણ જુએ ત્યારે તેને પણ એક વાર તેના જેવી બનવાની ઇચ્છા થઈ જતી હોય છે. દરેક સ્ત્રી આવું વિચારવા લાગે છે. પરંતુ આજના નોકરી ધંધા એવા થઈ ગયા છે કે આખો દિવસ ચેર પર બેસીને કામ કરવું પડે છે. જેના કારણે ખોરાક પચતો નથી. અને પરિણામે ના પચેલું ભોજન ચરબીના થર સ્વરૂપે શરીરમાં જમા થવા લાગે છે.
સ્ત્રીઓમાં વજન વધવાની સમસ્યા વધારે જોવા મળે છે. એમાંય એકાદ બાળકને જન્મ આપ્યા બાદ તો સ્ત્રીઓનું વજન બેફામ રીતે વધે છે. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે પોતાના શરીરનું ધ્યાન ન આપી શકવાને કારણે બેડોળ થઈ જાય છે. લાંબા સમયે તેની આડઅસર થતી હોય છે. અમે આજે અનેક ઉપાયો બતાવિશું જેના લીધે વધારાની ચરબી થશે દૂર અને જરૂરી વિટામિન્સ પણ મળી જશે.
વધારે પાણી પીવું- ગમે તે ડૉક્ટર હોય તે શરીરને સ્વસ્છ રાખવા માટે આપણને વધારે પાણી પીવાની સલાહ આપતા હોય છે. તે શરીરને અંદરથી ડિટોક્સ કરવાનું કામ કરે છે. અને તમારું પાચનતંત્ર પણ સુધારે છે. તમે જો યોગ્ય માત્રામાં પાણી પીશો તો ભૂખ ઓછી લાગશે અને પેટ ભરેલું રહેશે. અમુક લોકો ઓછું પાણી તેનાથી શરીરને નુકશાન થતું હોય છે. તેના કારણે કબજિયાત, નિર્જલીકરણ થાય છે. જેના લીધે હોર્મોન્સ અસંતુલિત થતા હોય છે. જેના લીધે વજન વધી શકે છે. જો તમારે શરીરમાં જમા થયેલી ચરબી ઘટાડવી છે તો રોજ સવારે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ.
દિવસમાં વ્યાયામ કરો- વ્યાયામ ફક્ત આપણને સ્વસ્થ રાખતું નથી, પરંતુ ઘણી બીમારીઓથી પણ બચાવવામાં મદદ કરી શકે છે. સવારે વહેલા ઉઠીને વ્યાયામ કરવાથી આખો દિવસ ઉર્જાવાન બની જાય છે. નિયમિત યોગ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી તમને સ્ટ્રેસ રહેતો નથી અને બીપીની સમસ્યા, વજન વધતું નથી, મગજને શાંત રાખવાનું કામ કરે છે.
આમ જો તમે સવારે વહેલા ઉઠી યોગ કરશો તો મગજને પણ સકારાત્મક રાખી શકશો. સાથે તમારું શરીર ફિટ અને તંદુરસ્ત રહેશે. તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે. જેથી પૂરતું શરીરને ઓક્સિજન મળી રહે છે. માટે માત્ર સવારમાં 20થી 30 મિનિટ યોગ કે વ્યાયામ કરવા જોઈએ.
જંકફૂડથી દૂર રહેવું- દરેકની આ કમજોરી બની ગઈ છે. આજકાલ મોટાભાગના લોકો ફાસ્ટફૂડ ખાવાનું પસંદ કરે છે. નાનું બાળક હોય કે ઘરડા હોય તેને બહાર જમવા લઈ જઇશું બહારથી ફૂડ પેક લાવીને જમાડીશું તે વધારે પસંદ કરશે. અત્યારે ઘરનો બનાવેલો ખોરાક કોઈને ભાવતો હોતો નથી. જેના કારણે અનેક બીમારી થતી હોય છે.
તેમાં એક બીમારી છે સ્થૂળતા (મેદસ્વિતા). ઘણા લોકો જાણતા હોતા નથી કે બહારની ચાઈનીઝ કે મેંદાવાળી વસ્તુ ખાવાથી લીવર પર દબાણ આવે છે જેના કારણે પાચન પર અસર પડે છે. ઘણી વખત ભારે ખોરાક પચતો હોતો નથી અને આંતરડામાં સોજો પણ આવી જતો હોય છે. જો તમે બહારનો ખોરાક ખાવાનું બંધ કરી દેશો તો તમારું પાચનતંત્ર સુધરશે. જેથી કોઈપણ પ્રકારની ચરબી શરીરમાં જમા થશે નહીં અને વજન ઘટવા લાગશે. ઘરનો રાંધેલો ખોરાક ખાશો તો પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહેશે. જેથી તમારું શરીર ડિટોક્ષ રહેશે.
પૂરતી ઉંઘ જરૂરી- ઘણા કારણોને લીધે આજકાલ ઉંઘ પૂરી થતી હોતી નથી. જેના લીધે શરીરમાં બેચેની, આળસ વગેરે થવા લાગે છે. જે દિવસે આપણી ઉંઘ પૂરી થાય ત્યારે આપણને ફ્રેશ હોવાનો અહેસાસ થતો હોય છે. જો તમને પૂરતી ઉંઘ નહીં મળે તો શરીરમાં ચરબી વધતી જશે. બની શકે તો રાત્રે વહેલા જમી લેવું જોઈએ. તેનો સમય 6-8 વચ્ચેનો હોવો જોઈએ. જો તમે રાત્રે 10 વાગે સુઈ જાવ તો બે કલાક જેટલો સમય મળશે પાચન માટે. જેના લીધે લીવર પણ ડિટોક્સ થાય.
આપણા શરીરમાં રાત્રે 10-2 વાગ્યાની વચ્ચે પિત્ત થતું હોય છે. જે તમારું વજન જલદી ઓછું કરશે. માટે રાત્રે વહેલા જમવું અને વહેલા સૂઈ જવું, વહેલા ઉઠવું. ડૉક્ટરો પણ ઘણી વખત આપણને આ પ્રકારની સલાહ આપતા હોય છે. રાતનું ભોજન હંમેશાં હળવું લેવું જોઈએ. જેથી ઝડપથી પચાન થઈ શકે.
જમવાની એક રિધમ બનાવો- ઘણા લોકો ગમે તે સમયે જમી લેતા હોય છે જેના કારણે વજન વધવા લાગે છે. તે રીત ખોટી છે. બની શકે તો સૂર્યાદયથી સૂર્યાસ્તની વચ્ચે જમવાનું રાખો. જેથી શરીરમાં આપોઆપ કેલરી ઓછી બનશે અને તમારું વજન પણ ઘટવા લાગશે. 12 કલાક જમવાનું અને 12 કલાક ઉપવાસ કરવાનું એવું પહેલાના સમયમાં લોકો કહેતા હતા. જે નિયમ અત્યારે લોકો ભૂલી ગયા છે. પરંતુ જો તમે રાત્રે વહેલા જમશો અને બીજા દિવસે સવાર સુધીમાં માત્ર પાણી પીશો વચ્ચે કંઈપણ વસ્તુ ખાશો નહીં, તે એક જાતનો ઉપવાસ કર્યો ગણાશે. જેના કારણે પાચન સરળતાથી થઈ જશે અને વજન પણ ઘટવા લાગશે.
જીરું- વજન ઘટાડવામાં જિરાના પ્રયોગ વિશે બધાએ સાંભળ્યું જ હશે. પાણીમાં જિરું નાખીને પીવાથી તો વજન ઘટે છે. સાથે જીરાના પાણીમાં લીંબુ નાખીને પીવાથી વધુ ફાયદો થાય છે. રોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું પલાળી રાખીને સવારે આ પાણીને ગાળી લેવું. ત્યાર બાદ સહેજ ગરમ કરીને તેમાં અડધો લીંબુનો રસ પીવાથી તમારું વજન ઝડપથી ઘટવા લાગશે. આ રીતે દેશી ઉપચારથી તમે વજન ઘટાડી શકો છો. તમારા શરીર માટે ઘણો ઉપયોગી સાબિત થશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.