શું તમે જાણો છો કે, આપણાં આયુર્વેદમાં એવી ઘણી વસ્તુ વિષે કહેલું છે જેનાથી સ્કીન પરના ઘણા દાગ આસાનીથી નીકળી જાય છે. જે મોંઘા ક્રીમ કે મોંઘા પાર્લર નથી કરી શકતા તે આપણું આયુર્વેદ આસાનીથી કરી શકે છે. પણ અત્યારના સમયમાં લોકો આપણી આયુર્વેદિક દવાને ભૂલીને વિદેશી દવા તરફ આગળ વધી રહ્યા છે. તેના કારણે આપણે આપણાં આયુર્વેદને ભૂલતા જઈએ છીએ.
ઘણા એવા લોકો છે જે હજુ આયુર્વેદને માને છે અને તેમાં લખેલા મુજબ દવા ઉપયોગ કરી રહ્યા છે અને સ્કીન સારી અને મુલાયમ કરી રહ્યા છે. આયુર્વેદમાં ઘણી ઘરની એવી વસ્તુ વિષે કહેવા આવ્યું છે જેનાથી ચામડીના ઘણા રોગોનું નિવારણ લાવી શકાય છે. તો આજે આપણે આ એક એવી વસ્તુ વિષે જણાવવાના છીએ જેનાથી ચામડીને સુંદર અને ચમકીલિ બનાવી શકાય છે.
આપણે આપણાં ઘરમાં બધી જ ખાવાની વસ્તુમાં નમક ઉપયોગ કરીએ છીએ. ભોજનને સ્વાદિષ્ઠ બનાવવા માટે નમક ઉપયોગ કરવામાં આવે છે. પણ તમને ખબર નહીં હોય કે, સ્કીનને સાફ અને ચમકીલિ બનાવવા માટે પણ નમકનો ઉપયોગ કરી શકાય છે. નમકથી ઘણા પ્રકારના ચામડીના રોગો દૂર કરી શકાય છે સાથે સાથે ચામડીને સુંદર બનાવવા માટે પણ નમકનો ઉપયોગ કરી શકાય છે. આ વસ્તુ તમારી સુંદરતાનું સિક્રેટ બની શકે છે.
નમક બધાજ ઘરમાં હોય છે કોઈ ઘર એવું નથી જ્યાં નમકનો ઉપયોગ નહીં થતો હોય. નમક આમતો આસાનીથી મળી રહે છે તે સૌથી સસ્તી વસ્તુ છે. આજે જાણીએ નમકનો ઉપયોગ કેવીરીતે કરવો જેનાથી ચામડી ચમકીલિ અને સુંદર બનાવી શકીએ. નમકના આ થોડા ઉપાયોથી ચામડીને ઘણા પ્રકારની રાહત થાય છે. જાણીએ કેવીરીતે ઉપયોગ કરવો તે.
- ચામડી પર થતાં કાળા દાગ.
સૌથી પહેલા જાણીએ નમકથી ચામડી પર રહેલા કાળા દાગ કેમ દૂર કરવા. ઘણા લોકોને ગોઠણ અથવા કોણી પર કાળા દાગ પડી જાય છે તેની માટે ખાસ આ વસ્તુ ઉપયોગી બની શકે છે. એક ચમચી સફેદ નમક અને એક ચમચી જેતૂનનું તેલ(ઓલિવ ઓઇલ) બંને સારી રીતે મિક્સ કરી કાળા પડેલા દાગ પર લગાવો અને હળવા હાથે ઘસો 5 થી 7 મિનિટ પછી થોડા ભીના કપડાં વડે તેને લૂછી લો. આ કાર્ય 7 દિવસમાં 2 થી 3 વાર કરવું ધીરે ધીરે કાળા દાગ દૂર થઈ જશે.
- માથામાં રહેલો ખોડો.
માથામાં રહેલો ખોડો આસાનીથી દૂર કરવા માટે પણ નમકનો ઉપયોગ કરી શકાય છે. માથામાં રહેલું વધારે તેલ પણ નમકના ઉપયોગથી દૂર થાય છે. જ્યારે પણ વાળ ધોવા જાવ તેની 20 મિનિટ પહેલા થોડું મીઠું લો, તેને હળવા હાથે માથામાં ઘસો અને તેને 20 મિનિટ પછી સારા શેમ્પુથી માથું ધોઈ લો. તેવું કરવાથી ખોડો દૂર થવા લાગશે અને વધારાનું તેલ પણ નીકળી જશે. પણ બહુ બધી વાર મીઠાનો આ પ્રયોગ કરવો નહિ.
- સુકાયેલી ચામડી. (ડ્રાઈ સ્કીન)
શરીર પર ઘણી જગ્યાએ ચામડી સુકાઈ જાઉં છે ત્યારે ચામડી ફાટી જાય છે અને ચામડીમાં બળતરા થાય છે. તે ચામડીને કાઢવા માટે નમકનો ઉપયોગ કરી શકાય છે. તેની માટે સૌથી પહેલા 2 ચમચી સફેદ નમક, એક ચમચી બદામનું તેલ, એક ચમચી રોસમેરી તેલ અને એક ચમચી જેતૂનનું તેલ આ વસ્તુ બરાબર મિક્સ કરી સુકાયેલી ચામડી પર લગાવો થોડા દિવસ આ કાર્ય કરવાથી ચામડી ચમકીલિ અને સુંદર બનશે. નમકથી સુકાયેલી ચામડી સારી થશે અને તેલથી ચામડીમાં ચમક આવશે.
- નખની સમસ્યા.
ઘણી મહિલાઓને શરીરમાં કમીના કારણે નખ ખરાબ થતાં જાય છે. પણ અમુક મહિલાઓને વગર બીમારીએ નખ ખરાબ થઈ ગયા છે તેની માટે ખાસ આ વસ્તુ ઉપયોગી છે. નખને ચમકીલા બનાવવા માટે આ ઉપાય કરો. અર્ધો ગ્લાસ મીડિયમ ગરમ પાણી તેની અંદર અર્ધી ચમચી સફેદ નમક, અર્ધી ચમચી ખાવાના સોડા અને અર્ધી ચમચી લીંબુ રસ. આ વસ્તુ બરાબર મિક્સ કરી તેની અંદર 20 થી 25 મિનિટ નખને રાખો પછી હળવા હાથે નખને સાફ કરો અને સારા પાણીથી નખને ધોઈ લો. આ કરવાથી નખ ચમકીલા અને સુંદર બનશે સાથે સાથે નખ જલ્દીથી વધવા લાગશે.
- ઓઇલી સ્કીન તેમજ ખીલ
નમકથી ઓઈલી સ્કીન પણ દૂર કરી શકાય છે. ચામડીમાં રહેલું તેલ આસાનીથી દૂર થઈ શકે છે. તે તેલના કારણે ચામડીમાં ખીલ, જીણી ફોડકી વગેરા થવા લાગે છે તેને રોકવા માટે ત્રણ ચમચી મધ અને 1.5 ચમચી સફેદ નમક મિક્સ કરી મોઢા પર લગાવો આંખોમાં આ વસ્તુ ના જાય તેનું ધ્યાન રાખવું પછી આ લગાવેલી વસ્તુને 15 મિનિટ પછી સારા અને સાફ પાણીથી ધોઈ લેવું. આ કાર્ય 7 દીવસમાં 2 થી 3 વાર કરવું જેથી ચામડી પર રહેલું તેલ નીકળવા લાગે. થોડા દિવસોમાં ચામડી ચમકવા લાગશે.
આ વસ્તુની મદદથી તમે ઘરે તમારો ચહેરો સાફ અને સુંદર બનાવી શકો છો નાના તહેવારો કે પ્રસોંગોમાં પાર્લરમાં જવાની જરૂર નહીં પડે. આ વસ્તુ આપણાં આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે. આ વસ્તુથી કોઈ અલગ ઇન્ફેક્ષન થશે નહીં પણ આ ઉપર કહેલી વસ્તુથી કોઈ વ્યક્તિ કે મહિલાને એલર્જી હોય તો તેનો ઉપયોગ કરવો નહીં. તે વસ્તુના કારણે બીમાર પણ પડી શકે છે. તે માટે ખાસ ધ્યાન રાખવું.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.