bhbhકોઈપણ સ્ત્રી હોય તે સુંદર દેખાયતી હોય તો જ કોઈપણ વ્યક્તિને જોવી ગમતી હોય છે. વધારે પડતી જાડી અને શરીર બેડોળ મહિલા કોઈને પણ કદરૂપી લાગે છે. સુંદરતા એટલે આપણે અહીં માત્ર ચહેરાની વાત નથી કરતાં બોડીની વાત કરીએ છીએ. આપણું શરીર પણ ઉંમરની સાથે બ્યુટીફુલ લાગવું જોઈએ. તેના માટે કેટલીક મહિલા પ્રયત્નો કરતી હોય છે.
50 વર્ષ થયા હોય તો પણ તેમની ઉંમર દેખાતી હોતી નથી. હંમેશાં જુવાન દેખાવા માટે દરેક સ્ત્રીએ કેટલાકી આદતો છે તે છોડવી પડે છે. અને તેમાં કેટલીક એવી આદતો હોય છે જેને તેમણે અપનાવી પડતી હોય છે. તો એ આદતો કઈ છે તેના પર નજર કરીશું. જેનાથી દરેક સ્ત્રી ઉંમર કરતાં નાની દેખાવા લાગે.
સાંજનું ભોજન– મોટાભાગના લોકો જોબ કરતાં હોવાથી રાત્રિ ભોજન 8 વાગ્યા પછી લેતા હોય છે. પરંતુ નિયમ પ્રમાણે 8 વાગ્યા પહેલા સાંજનું ભોજન લઈ લેવું જોઈએ. જેથી શરીરમાં રોગ થવાની શક્યતા રહેતી નથી. રાત્રે 9 વાગે જમવાથી શરીરમાં ચરબીનો વધારો, કોલેસ્ટ્રોલ, લિવર ડિટોક્સ, મેટાબોલિઝમ, ડાયાબિટી, બ્લડ પ્રેશર જેવા અનેક રોગો થવા લાગે છે.
ભૂખ હોય ત્યારે- આખા દિવસ દરમિયાન તમને જ્યારે ભૂખ લાગે ત્યારે જમવું જોઈએ. ભૂખ વગર ક્યારેય ન ખાવું જોઈએ. પેટમાં ભૂખ ન લાગે અને જમો તો આંતરડાને નુકસાન થતું હોય છે. બીજું કે વગર ભૂખે ખાવાથી લીવર પર પણ દબાણ વધે છે. માટે દિવસમાં લાગે ત્યારે જ ખાવું જોઇએ.
એક સમયે એક કામ- દરેક મહિલાને આદત હોય છે કે એક સાથે બધા કામ થઈ જાય તો વધારે સારું એટલા માટે ફટાફટ બધા કામ પતાવામાં લાગી જતી હોય છે. પરંતુ આ ભૂલ કરવાથી સ્ટ્રેસ હોર્મોન એટલે કે કોર્ટિસોલમાં વધારો થાય છે. જેના કારણે સ્ટ્રેસ વધે છે. જેની અસર શરીર પર પડે છે. માટે દરેક મહિલાઓએ એક સમય એ એક જ કામ કરવું જોઈએ જેથી સ્ટ્રેસમાં ઘટાડો થાય.
મોડા સુધી જાગવાથી- અત્યારે દરેક વ્યક્તિ 12 વાગ્યા સુધી જાગતો થઈ ગયો છે. તેનાથી તે શરીરને બહુ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. તેની જાણ નથી. જો તમે વહેલા સૂઈ જાવ છો તો પૂરતી ઉંઘ મળે છે. જેના લીધે તમારું શરીર તંદુરસ્ત રહે છે. જેમ કે 7કે 8 વાગે જમી લીધું પછી 10 વાગે સૂઈ જાવ તો રાત્રે 2 વાગ્યા સુધી તમારા શરીરમાં પિત્ત પ્રાધાન્ય હોય છે. એટલે કે તે સમય મેટાબોલિઝમ ચરમ સીમા પર હોય છે. જે પણ જમ્યા હોવ તે સરળતાથી પચી જાય છે. અને લિવર તમને ડિટોક્સની સુવિધા આપતું હોય તેવું લાગે છે.
જેના લીધે સુગર, વજન, એનર્જી, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જાળવી રાખવામાં મદદ મળે છે. જે પણ ખોરાક લઈએ છીએ તે સરળતાથી પચી જાય છે અને તેમાંથી મળતા વિટામિન પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
રાત્રે જાગવાથી ઉંઘ પૂરી થતી નથી અને બીજું કે વિટામિનની ઉણપ, આંતરડામાં નુકસાન, માનસિક સ્ટ્રેસ જેવી તકલીફ શરૂ થાય છે.
વધારે કસરત- તમારી કેપેસિટી હોય તેના કરતાં વધારે કસરત કરવાથી થાકનો અહેસાસ થાય છે. જેના લીધે વધારે તરસ, ઉલ્ટી, ઉબકાં, તાવ, શરદી, ઉધરસ જેવી તકલીફ થાય છે. માટે ઠંડક વાળા વાતાવરણમાં જરૂર હોય તેનાથી ઓછી કસરત કરવી જોઈએ.
ઘણા લોકો પૌષ્ટિક ખોરાક લેતા હોય તો પણ ક્ષમતા કરતાં વધારે કસરત કરે તો તેનાથી પેશીઓને હાનિ પહોંચે છે. માટે શરીરને જેટલી જરૂર હોય તેટલી જ કસરત કરવી જોઈએ. આટલા નિયમ જીવનમાં બનાવશો તો હંમેશાં શરીરને તંદુરસ્ત રાખશો.
જો 35એ પણ યુવાન દેખાવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.