મિત્રો દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે તેનો ચહેરો ખુબ જ આકર્ષક, સુંદર અને ચમકતો બને. આ માટે તે અનેક બ્ય્તી પ્રોડક્ટ્સ, બ્યુટી ટ્રીટમેન્ટ તેમજ અનેક ઘરેલું ઉપચાર કરે છે. પણ લાંબા સમય સુધી આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ઘણી વખત સ્કીનને નુકસાન પણ થાય છે. આથી કોઈપણ બ્યુટી પ્રોડક્ટ ઉપયોગ કરવા કરતા તમે ઘરેલું તેમજ દેશી ઉપાય અપનાવી શકો છો.
ગાજર એક ખુબ જ હેલ્દી ખોરાક માનવામાં આવે છે. તે શરીરને તંદુરસ્ત રાખવાની સાથે સ્કીનની સમસ્યાઓ પણ દુર કરે છે. તેમાં વિટામીન અને મિનરલ્સ જેવા તત્વો રહેલા છે. આથી તે સ્કીનને વ્યવસ્થિત કરી શકે છે. આથી તમારે ગાજરનો ઉપયોગ પોતાના ખોરાકમાં કરવો જોઈએ. જો તમારી સ્કીન બેજાન, સુકી, અને કરમાઈ ગઈ છે તો તમે ગાજરના પેકનો ઉપયોગ કરી શકો છો. (નીચે જાણો ગાજર ના 7 બેસ્ટ ફેસપેક વિશે માહિતી)
ગાજરની અંદર વિટામીન સી, ઈ,એ રહેલા છે. આથી તે સ્કીનને પુરતું પોષણ આપે છે. જો તમે ગાજરના માસ્કનો ઉપયોગ કરો છો તો તેનાથી તમે ચહેરા પરના ડાઘ, વાળ તેમજ કરચલીઓ દૂર કરી શકો છો. તમજ આજે અમે ગાજરના એવા ઉપાય જણાવશું કે, જેનાથી ત્વચાની અનેક પ્રોબ્લેમ્સ જડથી દુર થઇ જશે. ધ્યાનથી દરેક ફેસપેક વિષે જાણજો, જેથી ફેસપેક બનાવવામાં કોઈ માહિતી ભૂલી ના જવાય.
- ચહેરાની ડલનેસ દુર કરવા માટે
આ માટે તમારે ગાજરનો ઉપયોગ કરવાનો છો. માટે એક ચમચી જેટલા પીસેલા ગાજરમાં એક ચમચી જેટલા ઓટ્સ, અને એક ચમચી પીસેલું સફરજન નાખી તેને મિક્સ કરી લો. અને પછી તેને ચહેરા પર લગાવો, 10 મિનીટ પછી સુકાય જાય એટલે તેને હળવા હાથે મસાજ કરીને કાઢી નાખો.
- ત્વચાને ચમક આપવા માટે
જો તમે તમારા ચહેરાને ચમક આપવા માંગો છો તો તમારે તે માટે થોડો ચોખાનો લોટ લો, તેમાં ચપટી હળદર નાખો અને પછી તેમાં થોડું મધ મિક્સ કરીને તેનો પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. તેનાથી ચહેરા પણ ચમક આવવા લાગશે. તેમજ આ પ્રયોગ તમે અઠવાડિયામાં 4 થી 5 વખત કરી શકો છો.
- ઓઈલી સ્કીન દુર કરવા માટે
હવે આ માટે તમે પોતાની ઓઈલી સ્કીન દુર કરવા માટે ગાજર લેવાના છે. પહેલા ગાજરનું જ્યુસ બનાવી લો. હવે એક ચમચી ગાજરના જ્યુસમાં સફરજન સાઈડર વેનીગર મિક્સ કરી લો. હવે રૂની મદદથી ચહેરા પર તે લગાવો. આ પ્રયોગ તમારે સવારે અને સાંજે કરવાનો છે. ચહેરા પર આ પેસ્ટ 10 થી 15 મિનીટ રહેવા દો.
- રફ સ્કીન દુર કરવા માટે
હવે જો તમારી ત્વચા રફ થઈ ચુકી છે તો તમારે એક ચમચી જેટલા પીસેલા ગાજર માં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ નાખી તેની પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર લગાવો અને 15 મિનીટ પછી નવશેકા પાણીથી ધોઈ નાખો. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે વખત કરી શકો છો.
- ડ્રાઈ ત્વચા માટે
એક ચમચી પીસેલા ગાજરમાં એક ચમચી મલાઈ અને ઇંડા ઓ સફેદ ભાગ મિક્સ કરો. હવે તે પેસ્ટને ચહેરા પર લગાવો. 10 થી 15 મિનીટ પછી ચહેરો ધોઈ નાખો. આનાથી તમારી ત્વચા એકદમ મુલાયમ થઈ જશે. આ પ્રયોગથી જરૂર ઉત્તમ રીઝલ્ટ મળશે..
- ચહેરાની કરચલીઓ દુર કરવા માટે
જો તમારા ચહેરા પર કરચલીઓ દેખાવા લાગી છે તો તમારે તે દુર કરવા માટે થોડું પીસેલું ગાજર, એક ચમચી દૂધ, ચપટી હળદર, નાની ચમચી મધ, થોડો ચોખાનો લોટ, મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર 10 મિનીટ રહેવા દો. આમ તમારે આ પ્રયોગ અઠવાડિયામાં 4 થી 5 વખત કરવો.
- ચહેરાનો સોજો દુર કરવા માટે
ઘણી વખત આપણે જયારે સવારે ઉઠીએ છીએ ત્યારે ચહેરા પર સોજો જેવું થઈ જાય છે. તેને દુર કરવા માટે અથવા ઓછો કરવા માટે ગાજરનો ઉપયોગ કરી શકો છો. આ પેસ્ટ બનાવવા માટે એક ચમચી પીસેલું ગાજર, પીસેલું ચુકંદર, એક ચમચી બટેટા, એક ચમચી જેટલું દહીં મિક્સ કરો. અને ચહેરા પર લગાવો. પછી પાણીથી તેને ધોઈ નાખો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.