અત્યારે કુદરતે શરીરમાં અલગ અલગ બીમારીઓ આપે છે, પણ આપણાં આયુર્વેદમાં તે બીમારી માટેની દવાઓ પણ લખેલી છે. અત્યારના લોકોને આયુર્વેદ કરતાં ડોકટરની દવા લેવાનું વધારે ગમે છે અને આયુર્વેદને ભૂલતા જાય છે. આજે જણાવીશું કે, આપણાં આયુર્વેદની પુસ્તકમાં એક એવા વૃક્ષના પાન વિષે વાત કરવામાં આવી છે જેનાથી શરીરમાં મોટા મોટા રોગો પણ દૂર કરવાની ક્ષમતા રહેલી છે. આ વૃક્ષના પાન આસાનીથી બધેજ મળી રહે છે પણ લોકોને તેના વિષે ખુબજ ઓછી માહિતી હોય છે અને અમુક વ્યક્તિઓને ખબર હોતી જ નથી કે, આ પાન દવા રૂપે પણ ઉપયોગ થાય છે.
આપણી આયુર્વેદની પુસ્તક અષ્ટાંગરિદમમાં હજારો વર્ષો પહેલા આપણાં ઋષિ વાગભટ્ટએ તેમાં લખેલું છે કે, બિલીના પાનથી કેટલા જબરજસ્ત ફાયદાઓ શરીરમાં થાય છે. આ આર્ટીકલ વાંચ્યા પછી તમે નિયમિત બિલીપત્રના પાનની ચા બનાવીને તેનું સેવન કરવાનું ચાલુ કરી દેશો. ચાલો જાણીએ કેટલા ફાયદાઓ થાય છે અને તેની ચા કેવી રીતે બનાવવી. આ ચા બનાવવાની અને તેને સેવન કરવાની રીત ધ્યાનથી વાંચજો, જેથી તેના બધા ફાયદા તમે લઇ શકો.
- બિલીના પાનના ફાયદા.
બીલીના પાનની ચા બનાવીને પીવાથી શરીરમાં રહેલી જૂની બ્લડપ્રેશરની બીમારીને દૂર કરવામાં મદદ કરશે. ડોકટરની દવા કામ નથી કરતી તેવી બીમારીને બિલીના પાનની ચા આસાનીથી દૂર કરી દેશે. રોજે સવારે 7 થી 8 વાગ્યાના સમયમાં આ ચા બનાવીને પીવાની રહેશે. આ ચા બનાવવાની રીત નીચે કહીશું પહેલા તેના ફાયદાઓ વિષે જાણી લો.
અત્યારે લોકોમાં વહેલી તકે વૃદ્ધાવસ્થા આવવા લાગી છે તેનું કારણ છે, શરીરમાં રહેતી કોશિકાઓ. જે નાની ઉમરમાં ડીજનરેટ થવા લાગી છે એટલે જલ્દીથી વૃદ્ધ થવા લાગે છે. પહેલાના સમયમાં વાતાવરણ શુદ્ધ હોવાના કારણે શરીરમાં રહેલી કોશિકાઓ ધીરે ધીરે ડીજનરેટ થતી એટલે કે, લાંબા સમય સુધી શરીર જુવાન રહેતું હતું પણ અત્યારે તેવું વાતાવરણ નથી રહ્યું એટલે કોશિકાઓ જલ્દીથી શરીરને વૃદ્ધ કરે છે.
આ સમસ્યા માટે પણ બિલીના પાનની ચા તમને ખુબજ ઉપયોગી થશે અને શરીરમાં ડીજનરેટ થતી કોશિકાઓને કંટ્રોલમાં રાખશે અને લાંબા સમય સુધી સફેદ વાળ કે ચામડીમાં પડતી કરચલી થતી અટકાવશે. 40 વર્ષની ઉમર સુધી આ બધી સમસ્યાથી દૂર રાખશે.
- બીલીના પાનની ચા.
બીલીના 3 થી 5 પાન લેવા તેને પથ્થરની ખાંડણીમાં પીસી ચટણી જેવા બનાવી લો. પછી એક આખો ગ્લાસ પાણી લો અને તે પાણીની અંદર પેલા પીસેલા પાન મિક્સ કરો. પછી તે પાણીને ખુબજ ઉકાળો. ઉકાળતા તે પાણી અર્ધુ થઈ જાય પછી તેને ગાળી ને સવારે ખાલી પેટ 7 થી 8 વાગ્યાના સમયમાં કરવું અને પછી તેની ઉપર કઈ પણ ખાવું નહીં. વર્ષો જૂની બ્લડપ્રેશર જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે. ડાયાબિટીસના દર્દી માટે પણ આ ચા નું સેવન સવારે કરવામાં આવે તો ફાયદાકારક રહે છે. કોલોસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇટને કંટ્રોલ કરવામાં શરીરને મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ ઓછી અથવા નબળી પડી ગઈ છે તો, આ પાન ખુબજ ફાયદાકારક રહે છે. અત્યારે હાલમાં આવેલો વાઇરસ તેના વિષે બધા જાણે છે તે કેટલો ભયંકર છે અને પૂરા વિશ્વમાં આ વાઇરસથી હજારો લોકોના મોત થઈ રહ્યા છે. આ વાઇરસની કોઈ દવા બની નથી પણ જો તમારી ઇમ્યુનિટી મજબૂત હશે તો, આ વાઇરસ તમને કઈ નથી કરી શકતો.
આ વાઇરસને દૂર રાખવા માટે ઇમ્યુનિટી વધારવી જરૂરી છે અને તેની માટે આપણાં અષ્ટાંગ હ્યદયમમાં એટલે કે, આયુર્વેદના એક પુસ્તકમાં બિલીના પાનને ઇમ્યુનિટી વધારવા સૌથી સારો ઉપાય કહ્યો છે. ઇમ્યુનિટી વધારવા શું કરવું તે જાણીએ.
- ઇમ્યુનિટી વધારવા માટેનો કાવો.
સૌથી પહલા એક તાંબાના ગ્લાસમાં પાણી ભરીને રાત્રે રાખી દેવું. સવારે ઊઠીને પથ્થરની ખાંડણીમાં 5 થી 6 બિલીના કુણા પાન લેવા તેને પીસવા તેને પીસતા સમયે તેની અંદર આદુનો રસ 3 થી 4 ટીપાં મિક્સ કરો પછી તેની અંદર કાંચી હળદરનો રસ 2 ટીપાં મિક્સ કરવો પછી 5 લીમડાના પાન અને 5 તુલસીના પણ પીસવા. આ બધી વસ્તુને પીસીને પેલા તાંબાના ગ્લાસમાં રહેલું પાણી સાથે મિક્સ કરી ઉકાળો અને તે પાણી અર્ધુ થાય પછી તેને ગાળી લેવું અને તે પાણીનું સેવન કરવું. સાત દિવસમાં એક વાર રોજે આ કાર્ય કરવાથી ઇમ્યુનિટી પહેલા કરતાં અનેક ગણી વધી જશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.