કોરોનાકાળમાં હાલ જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા મથામણ કરી રહ્યા છો તો ગાજરનો ઉપયોગ ખાસ કરજો. શિયાળાની સિઝન આવતાની સાથે જ બજારમાં ગાજરનું વેચાણ શરુ થઇ ગયું છે. તમે ગાજરનો જ્યુસ પીને તેનો ભરપુર લાભ ઉઠાવી શકો છો. માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નહિ અનેકગણા ફાયદા કરાવશે ગાજરનો જ્યુસ. ગાજરમાં વિટામીન A, B1, B2, B8, E, C અને ફોલિક એસીડનો મોટો ખજાનો રહેલો છે.
આપણા વડીલોએ ખોટું નથી કહ્યું કે, શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય વર્ધક વસ્તુઓ ખાવાથી નીરોગી રહેવાય છે. ગાજરનો જ્યુસ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું લાભદાયક છે, તે આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું. ગાજરમાંથી સ્વાસ્થ્ય માટે અનેક મહત્વના તત્વો મળી રહે છે. જે આપણા શરીરમાં ઈમ્યુનિટી પાવર વધારવાની સાથે સાથે અન્ય ફાયદા પણ કરાવે છે. અહી અમે વાત કરીશું ગાજરના જ્યુસની. અંતમાં એ પણ જણાવીશું કે ગાજરનું જ્યુસ બનાવવાની સાચી રીત કઈ છે.. તો લેખને અંત સુધી વાંચજો.
- ગાજરનું જ્યુસ પીવાના ફાયદા
૧. આંખોની રોશની તેજ કરી દેશે.. ગાજરમાં ભરપુર માત્રામાં વિટામિનની સાથે સાથે પોટેશિયમ રહેલું હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તમને જણાવી દઈએ કે ગાજરનું જ્યુસ પીવાથી વિટામિન A & E ની કમી પૂરી થાય છે. ગાજરના જ્યુસનું જો તમે રોજ સવારે સેવન કરો છો તો વિટામીન A & E થી તમારી આંખોની રોશની વધુ તેજ બને છે સાથે જ વજન ઉતારવામાં પણ ગાજરનો જ્યુસ મદદગાર બને છે.
- બ્લડ સુગરને સુધારવામાં મદદગાર થાય છે.
જો તમે નિયમિત ગાજરનો જ્યુસ પીવાનું શરુ કરો છો તો તમને બ્લડ સુગરની ફરિયાદમાં રાહત જણાશે.. ગાજરમાં રહેલા કૈરીટોનોયડ, મેંગેનીસ બ્લડ સુગરને નિયંત્રિત રાખે છે. તેથી બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે. પણ જો તમને ડાયાબીટીસની સમસ્યા હોય તો, ડોક્ટરની સલાહ લઈને જ આ જ્યુસનો પ્રયોગ કરવો ઉચિત છે.
- હાર્ટને હેલ્ધી રાખવામાં મદદરૂપ થાય છે.
ગાજરનું જ્યુસ તમારા હાર્ટને વધુ સુરક્ષિત રાખે છે. ઘણા લોકો કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાની ફરિયાદ કરતા હોય છે, આવા લોકો જો ગાજરનું જ્યુસ પીવે છે તો તેમનું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. ગાજરના જ્યુસમાંથી મળતું પોટેશિયમ તમારા હાર્ટને મજબુત બનાવે છે. માટે યુવાનોએ પણ આ જ્યુસનું સેવન અવશ્ય કરવું જોઈએ.
- હાડકાને મજબુત બનાવે છે.
હાડકા વધુ મજબુત બનાવવા માટે પણ ગાજરનો જ્યુસ અકસીર ઈલાજ છે. ગાજરનો જ્યુસ પીવાથી હાડકામાં કેલ્શિયમની ઉણપ પૂરી થાય છે. શિયાળામાં ઘણા લોકોને જુના દુખાવા તકલીફ આપતા હોય છે, તેવા લોકો જો ગાજરના જ્યુસનું સેવન કરે છે તો હાડકાના દુખાવામાં આરામ મળે છે. યુવાનીમાં પ્રવેશતા લોકોએ તેમજ વધતી ઉંમરના લોકોએ આ જ્યુસનું સેવન જરૂર જરવું જેથી તેમની હાડકાની મજબૂતી વધી શકે.
- શરીરની ઈમ્યુંનીટી તેજ કરે છે.
ગાજરના જ્યુસમાં ગાજરની સાથે બીજા શાકભાજી અંદર નાખવાથી તેના ગુણો પણ મળી રહે છે. જેનાથી શરીરમાં ઘણા બધા તત્વો મળી રહે છે જેનાથી શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત રહે છે અને સાથે સાથે આંખોની દ્રષ્ટિ મજબૂત બને છે. હાથ અને પગના દુખાવો કંટ્રોલમાં આવે છે સૌથી મુખ્ય અંગ છે શરીરમાં આપનું હ્રદય જેને ગાજરના જ્યુસથી મજબૂત રાખી શકાય છે.
- કેવી રીતે બનાવશો ગાજરનું જ્યુસ
ગાજરનું જ્યુસ બનાવવું એકદમ સરળ છે. આ હેલ્ધી જ્યુસ બનાવવા માટે ગાજરને સૌથી પહેલા સરસ રીતે ધોવી અને તેના ઉપરની છાલ કાઢી લેવી. બાદમાં ગાજરના નાના નાના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરી લેવા. ગાજરના જે પલ્પ નીકળે તેમાંથી તેના રસને ગાળી લેવો. ગાજરના જ્યુસને સ્વાદિષ્ઠ બનાવવા માટે તમે તેમાં સંચળ મીઠું, લીંબુ, કોથમીર પણ ઉમેરી શકો છો. ઓછા સમયમાં બનતો આ જ્યુસ તમને સ્વાસ્થ્યલક્ષી ઘણા બધા ફાયદા અપાવે છે. (કેવો લાગી આ માહિતી તે કોમેન્ટમાં જણાવજો)
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.