લીમડાનો ઉપયોગ છેલ્લા 3 હજાર વર્ષથી કરવામાં આવે છે અને આયુર્વેદમાં પણ લીમડા વિષે ઘણું બધુ કહેવામા આવ્યું છે અને તેના ગુણ વિષે આયુર્વેદમાં ઘણુ જણાવામાં આવ્યું છે. લીમડાની મદદથી શરીરમાં ઘણા રોગોને મટાડવામાં આવ્યા છે. લીમડાના પાન કડવા હોય છે અને તેની મદદથી ઘણા રોગોને જડથી કાઢી શકે છે.
તમે કડવા લીમડાને જાણતા હશો કે તે આયુર્વેદમાં એક રામબાણ ઈલાજ માંટે વપરાય છે. આજે અમે લઈ આવ્યા છીએ કડવા લીમડાના એવા એવા ફાયદા જે તમે જાણીને દંગ રહી જશો. લીમડો આપણાં સ્વાસ્થ માટે તથા આપણી સ્કીન માટે અને વાળ માટે ખુબજ ગુણકારી છે. તેના કડવા સ્વભાવના કારણે ઘણા લોકો તેને પસંદ નથી કરતાં પણ લીમડો કડવો છે તે માંટે તે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. લીમડાના આ ઉપાય ધ્યાનથી વાંચજો જેથી તેના ઉપયોગ કેવી રીતે કરવો તેની પૂરી માહિતી તમને મળી શકે.
કડવા લીમડાના અને તેના પાનના ફાયદા
લીમડો કડવો હોય છે અને તેના પાન પણ કડવા હોય છે પણ તેના ફાયદા અમૃત જેવા મીઠા હોય છે. આપણાં શરીરમાં પેટ લગતી કોઈ પણ બીમારીમાં લીમડો કારગર સાબિત થાય છે. લીમડાના પાનનો રસ તેની અંદર કાળા મરી અને મધ મિક્સ કરી પીવાથી પેટ સાફ થાય છે. રોજે સવારે લીમડાના પાન ખાવાથી પેટમાંની ઘણી બીમારીઓ દૂર કરે છે. લીમડાના પાન અને હળદરના પાવડરને સરસોનાં તેલ સાથે મિક્સ કરી પેટ પર લગાવવાથી પેટમાં દુખતું હોય તે મટે છે.
શરીરનો કોઈ પણ ભાગ દાજી ગયો હોય તો,
શરીરનું કોઈ પણ અંગ અથવા કોઈ પણ જગ્યાએ દાજી ગયેલા હોય તો, લીમડાના પાનને પીસીને બનાવેલા લેપને લગાવવાથી દાજી ગયેલા અંગને રાહત મળે છે. લીમડાની અંદર ઘણા આયુર્વેદિક ગુણો હોય છે તેનાથી હાથમાં થયેલા ફરફોલામાં રાહત મળે છે લીમડાની અંદર રહેલા એંટીસેપ્ટિક ગુણથી વાગેલા ઘા, ફરફોલા અને દાજેલું બળતું હોય તેનાથી આરામ આપે છે.
ખીલ અને ઓઇલી સ્કીનની સમસ્યા
લીમડાના પાનને પાણીમાં ઉકાળો અને તે ઠંડુ થયા બાદ તે પાણીથી મોઢું સાફ કરવાથી સ્કીન પર થતાં ઘણા રોગો મટાડી શકાય છે સ્કીન પર મોટા ભાગે ખીલની સમસ્યા હોય છે તેની માટે રામબાણ ઈલાજ છે લીમડો લીમડાના પાનને ઉકાળી તેનાથી મોઢું સારી રીતે સાફ કરવાથી ખીલની સમસ્યામાં રાહત મળે છે. લીમડાની અંદર એન્ટીબેક્ટિરિયલ તત્વ રહેલું હોય છે, જેનાથી સ્કીન પર થતાં ખીલ અથવા ઓઇલી રહેતી સ્કીન સારી અને મુલાયમ બને છે. આ સિવાય લીમડાના પાનનો રસ સ્કિનનો રંગ નિખારવામાં ખુબજ ફાયદાકારક છે.
દાંત અને કાનની સમસ્યામાં રાહત આપે છે.
ઘણા લોકોને કાનનો દુખાવો થતો હોય છે અને અત્યારે દાંતનો દુખાવો પણ સામાન્ય થઈ ગયો છે નાની ઉમરના લોકોને પણ દાંતની સમસ્યા વધારે થતી જાય છે. તેની માટે બેસ્ટ ઈલાજ ઘરે જ મળી શકે છે. લીમડાનું તેલ કાનમાં નાખવાથી કાનમાં થતો દુખાવો મટે છે અને આરામ આપે છે. લીમડાનું દાતણ કરવાથી દાંત મજબૂત બને છે અને દાંતનો દુખાવો થતો હોય તે મટાડે છે. આ સિવાય પેઢા પણ મજબૂત બનાવે છે. દાંતને લગતી કોઈ પણ બીમારીમાં લીમડાનું દાતણ રામબાણ ઈલાજ મમાનવમાં આવે છે અને વર્ષોથી બનતી ટૂથપેસ્ટમાં લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે
તાવ અને કમળો જડથી કાઢે છે
કમળા માટે લીમડો ઘણો ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદમાં કમળા માટે લીમડો સર્વશ્રેષ્ટ માનવમાં આવે છે કમળાના રોગમાં લીમડાના પાનનો રસ સુઠના પાવડરમાં મિક્સ કરી પીવાથી કમળામાં ફાયદો થાય છે તથા બીજો ઉપાય છે કે, લીમડાના પાનનો રસ મધમાં મિક્સ કરી પીવાથી ઘણી રાહત કરે છે. આ રસ કાનમાં નાખવાથી કાનના વિકારો પણ દૂર થાય છે. પણ આ ઈલાજ કોઈ અનુભવી પાસે જ કરાવવો.. અને બીજું જો કમળો વધુ હોય તો તરત ડોક્ટર પાસે જવું, નહિ તો કમળા માંથી કમળી થવાનો ભય રહે છે.
વાળની સમસ્યાનો ઈલાજ
અત્યારે આ જડપી યુગમાં મહિલાઓને વાળ ખરવાની સમસ્યા વધારે થાય છે. તેનું મુખ્ય કારણ અત્યાનું ખાન-પાન અને નવી નવી કંપનીઓના શેમ્પૂ તે શેમ્પુમાં ઘણા એવા કેમિકલ હોય છે જેનાથી વાળ ખારવા લાગે છે અથવા વાળને લગતી સમસ્યાઑ ઊભી થાય છે. પછી તે સમસ્યાને કાઢવા બીજી કંપનીનું શેમ્પૂ વાપરે છે પણ તેનાથી કોઈ ફરક પડતો નથી તો ચાલો જાણીએ સૌથી બેસ્ટ ઉપાય જેનાથી વાળને ખરતા અને વાળને મજબૂત બનાવી શકાય છે.
જો વાળ ખરતા હોય તો લીમડાના પાનની પેસ્ટ બનાવી લગાવો જોઈએ જેનાથી વાળને પોષણ મળે છે અને વાળ ખરતા અટકે છે તેમજ આ પેસ્ટ બનાવી લાગવાથી માથામાં થતી જુ અટકે છે લીમડાના જીવાણુનાશક ગુણધર્મ જુ નો નાશ કરે છે. લીમડાના પાનને પાણીમાં ગરમ કરી તેનાથી નાહવાથી ઘણા ફાયદા થાય છે તે સિવાય લીમડાના પાનના સેવનથી શરીરની ગંદકી નીકળે છે. લીમડાના પાન ચાવવાથી લોહીમાં રહેલા ઘણા હાનિકારક તત્વોનો નાશ થાય છે અને લોહીને શુદ્ઘ કરે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.