🚗મિત્રો, આપણે જ્યારે લાખો રૂપિયા ખર્ચીને એક ગાડી ખરીદી હોય તો સ્વાભાવિક છે કે એવી આશા હોય કે ગાડી ખૂબ જ લાંબો સમય અને એવીને એવી જ બસ ચાલ્યા જ કરે. પાંચ-દસ કે પંદર વર્ષ ચલાવીને જ્યારે આપણે તેને માર્કેટમાં વેચવા માટે મૂકીએ તો સારી એવી કિંમત આપણને મલે. પરંતુ એવું થતું નથી. જ્યાં સુધી આપણે ગાડી ચલાવી હોય ત્યાં સુધીમાં આપણાથી ધણી ભૂલો થઈ હોય છે જેના કારણે તે થોડી-ધણી ખરાબ થઈ ચૂકી હોય છે. તો આજે આપણે આ આર્ટિકલમાં ગાડીની ઉમર વધારવાની 10 મહત્વની ટિપ્સ વિશે ચર્ચા કરીશું.
🚗(1) ગાડી પડી રહેતી હોય તો – જો તમારી ગાડી મહિનાઓ સુધી એમ જ પડી રહે છે. તો તેને અઠવાડિયામાં એક વાર થોડા કિમી સુધી ચલાવીલો. જો ગાડી ચલાવ્યા વગર લાંબો સમય પડી જ રહે તો પણ તે ખરાબ થાય છે. અને જો ગાડી પડી જ રહેવાની છે તો વિશેષ કેર કરો. તેની સફાઈ પર ધ્યાન આપો. ટાયર, એંજિન કે અંદર બહાર જો કોઈ ગંદકી છે તો તેને સાફ કરીલો. અને જો ગાડીને પાણીથી ધોઈ છે તો એમ જ પાર્ક ના કરીદો. તેને થોડી ચલાવો જેનાથી તે કોરી થશે. ત્યારપછી ટાયરની હવા ચેક કરો. એંજિન ઓઇલ ચેક કરો. બધુ જ જો બરાબર છે તો ગાડીને ગેરેજમાં કે પાર્કિંગમાં મૂકીને કવર કરી દો.
🚗(2) ગાડીની ચાવી – ઘણા લોકો ગાડીની ચાવીની સાથે બીજી અનેક ચાવીઓ પણ રાખતા હોય છે. આમ આટલો મોટો ચાવીનો ગુંછો ઘણો જ વજન વાળો હોય છે. અને જ્યારે આપણે ગાડીને ચાલુ કરવા માટે તેમાંથી ગાડીની ચાવી કાઢીને ઇગ્નિશાન પર લગાવીએ છીએ ત્યારે તે બધો જ વજન ઈગ્નિશાન સ્વિચ પર પડે છે અને આમ વારંવાર થવાથી ઇગ્નિશાન થોડા જ સમયમા ખરાબ થઈ શકે છે. આથી ગાડીની ચાવીની સાથે અન્ય ચાવીઓ ક્યારેય ના રાખવી.
🚗(3) ગાડીનું સ્ટિયરિંગ – જો તમારી ગાડી ઊભી છે. અને ઇગ્નિશન ઓન છે. તેવા સમયે તમારે તમારી ગાડીનું સ્ટેયરિંગ વાળવું ના જોઈએ. ઘણીવાર બાળકો પણ સ્ટેયરિંગથી રમતા હોય છે. જો આવું વારંવાર થાય તો પૂરી સ્ટેયરિંગ સિસ્ટમ પર લોડ પડે છે અને તે પૂરેપૂરી સિસ્ટમ ખરાબ થાવાની પણ સંભાવના રહે છે.
🚗(4) ગાડીના ખૂણા-ખાંચા –ઘણી ગાડીઓ બહારથી એકદમ સાફ-ચમચમાતી દેખાય છે.પરંતુ તેને બરિકીથી જોતાં તેના ખૂણા-ખાંચામાં કાટ લાગેલો જોવા મળે છે. તેનું કારણ એ છે કે ગાડીની માત્ર ઉપર છલ્લી જ સફાઈ થાય છે. પરંતુ ગાડીની ખુબજ સારીરીતે સફાઈ થવી જોઈએ. આમ કાટ લાગવાની શરૂવાત થઈ હોય ત્યાં તુરંત જ કલર કરવી લેવો. અને જો ગાડીને પાણીથી ધોઈ છે તો થોડી ચલાવી લો. અને સાફ રાખો. જો ધ્યાન આપવામાં ના આવે તો કાટ લાગવાની શરૂઆત થવાથી ગાડી ખૂબ ઝડપથી બગડી શકે છે.
🚗(5) ગાડીની સર્વિસ – હવે પછીનો પોઈન્ટ સાવ સામાન્ય છે. પરંતુ ખુબજ મહત્વનો છે. સમય-સમય પર ગાડીની સર્વિસ કરાવવી, એંજિન ઓઇલ બદલવું, ફિલટર્સ બદલાવવા કે સાફ કરવા. આ બધી જ બેજીક વાત છે. પણ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ગાડી ભલે સામાન્ય કિમતની હોય કે પછી કરોડોની હોય પરંતુ જો તેની સમયે સમયે સર્વિસ જો ના કરવામાં આવે તો તે ગાડીની આવરદા થોડા જ સમયમાં પૂર્ણ થઈ શકે છે.
🚗(6) ગાડી ધીમી પડતી વખતે – કેટલાક લોકો ગાડીની સ્પીડ ઘટાડવા માટે ગેરબોક્સનો ઉપયોગ કરતાં હોય છે બ્રેકનો નહીં. રસ્તામાં જ્યારે કોઈ સ્પીડ બ્રેકર આવે કે કોઈ ટર્ન આવે ત્યારે તેઓ ગાડીની સ્પીડ ઘટાડવા માટે બ્રેક નથી મારતા પરંતુ ગિયર ડાઉન કરીને ટ્રાન્સમિશનની મદદથી ગાડીની સ્પીડને ઘટાડે છે. આવું ક્યારેય ના કરવું જોઈએ. આમ કરવાથી ગાડીનું ટ્રાન્સમિશન, ગેર બોક્સ બગડી શકે છે. અને ખૂબ જ મોટો ખર્ચો આવી શકે છે.
🚗(7) ગાડી રિવર્સ – ઘણા લોકોને એટલી તો ઉતાવળ હોય છે. કે આગળ ચાલતી ગાડી પૂરી રોકાય તે પહેલા જ ગાડીને રિવર્સ ગેરમાં નાખી દેતા હોય છે. અને તેના કારણે ગેર બોક્સમાંથી અવાજ આવવા લાગે છે. આમ થવા છતાં પણ તે લોકો તેના પર ધ્યાન નથી આપતા અને આવું વારંવાર કરતાં જ રહે છે. અને ત્યારે આવી ગાડીઓનું ટ્રાન્સમિશન ખરાબ થઈ જતું હોય છે. જો ટ્રાન્સમિશન ખરાબ થયું તો ખૂબ જ મોટો ખર્ચ આવી શકે છે. આવું ના બને માટે ગાડી પૂરી ના રોકાય ત્યાં સુધી રિવર્સ ગેરમા ક્યારેય ના લાવવી.
🚗(8) મેન્ટેનસન્સ – બધાને પોતાની ગાડીની કંડીશન સારી તો રાખવી છે પરંતુ તેના માટે તેણે કંઈ કરવું નથી. ધણીવાર ગાડી માંથી અલગ-અલગ પ્રકારના અવાજો આવતા હોય છે. પરંતુ તેઓને કોઈ ફર્ક પડતો નથી હોતો. મસ્ત રહે છે પોતાની મ્યુજીકની ધૂનમા અને જો તમે આ પ્રોબ્લેમને ઈગનોર કરતાં રહેશો તો આ પ્રશ્ન મોટો બનતો જશે અને પછી તેના રિપેરીંગમાં હજારો રૂપિયા ખર્ચવા પડી શકે છે. આવું ના બને તેના માટે તમે અઠવાડિયામાં એકવાર મ્યુજીકને બંધ કરીને ગાડીના કાચને ખોલીને ધ્યાનથી સાંભળો કે ક્યાંયથી કોઈ અવાજ આવે છે જો આવે છે તો તે ક્યાંથી આવે છે. અને જો અવાજ આવે તો તુરંત જ તેની સર્વિસ કરવી લો.
🚗(9) ગાડી ન્યૂટ્રલ હોય ત્યારે – લોકો સવાર સવારમા પહેલીવાર ગાડી ચાલુ કરે છે ત્યારે તેને ચાલુ જ મૂકી દેતા હોય છે. અથવા તો ન્યૂટ્રલ ગેરમાં એકસીલેરેટ કરતાં હોય છે. અને પછી ચાલુ કરે છે. આ રીત થોડા વર્ષો પહેલા સુધી તો બરાબર હતી કે પછી આજે પણ જો તમારી પાસે જૂના મોડેલની ગાડી છે તો બરાબર છે. પરંતુ આજની ગાડીઓમાં કાર્બોરેટર અને ચોકની જગ્યા મોર્ડન ફ્યુલ ઈંજેક્સને લઈ લીધી છે ત્યારે આમ ચાલુ મૂકવાની કોઈ જરૂર નથી. હવે તમારે માત્ર પચીસ-ત્રીસ સેકન્ડ ચાલુ રાખીને એકસીલેરેટ કરીને ચલાવી શકો છો.
અથવા તો તમે થોડા અંતર સુધી 20/30 ની સ્પીડ પર જ ગાડી ચલાઓ ત્યાર પછી તમે તેને તેજ ચલાવી શકો છો. આવો સમય તેને એટલે આપવાનો હોય છે કે એન્જિનમા ઓઇલ બરાબર સર્કયુંલેટ થઈ શકે. અને ત્યારપછી તેના પર લોડ આવે તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. તમે રોજ-રોજ ગાડીને ચાલુ કરીને સ્પીડમાં ચલાવે જ રાખશો તો એંજિનની ઉમ્ર ઘટી શકે છે. જો તમારી ગાડી ટર્બો ચાર્જ છે. આમ તો કોઈ-કોઈ ગાડી ડિઝલચાર્જ હોય કે પેટ્રોલ ગાડીઓ પણ હોય છે. તમારી ગાડી વિશે જો તમે નથી જાણતા તો તમે તમારી ગાડીની ડિટેલમા જઈને જાણી શકો છો. કે તમારી ગાડીનું એંજિન ટર્બો ચાર્જ છે કે નહીં. અને જો એંજિન ટર્બો ચાર્જ છે અને તમે તમારી ગાડીને વધુ સ્પીડ પર ચલાવીને લાવો છો તો ગાડીને અચાનક બંધ ના કરો. થોડા આગળથી જ તેની ગતિ ઘટાડી દો અને ત્યાર પછી જ બંધ કરો.
(10) વોર્નિંગ સિમ્બોલ – ઘણા લોકોને ખબર જ નથી હોતી કે મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લેમા ગાડીના વોર્નિંગ સિમ્બોલ આપેલા હોય છે. ગાડીના જુદા-જુદા પાર્ટમા ક્યાંય કોઈ ખરાબી આવે તો વોર્નિંગ સાઈન ચાલવા લાગે છે. તેની લાઇટ ચાલુ થઈ જાય છે. ઘણા લોકોને એ વાતનો ખ્યાલ પણ નથી હોતો તેઓ એવું માને છે કે લાઇટ ચાલુ મતલબ બધુ બરાબર છે. પરંતુ એવું નથી. લાઇટ ચાલુ એટલે કંઈક ખરાબી છે. જો તમારે વોર્નિંગ સાઇનની માહિતી જોતી હોય તો અમે એક તેની માટે સ્પેશિયલ આર્ટીકલ અમારા પેજ પર આપ્યો છે તે વાંચી લેજો.
🚗(11) ગાડી કેવી રીતે ચલાવવી – ઘણા લોકો પોતાની ગાડીને ખૂબ જ રફ રીતે ચલાવતા હોય છે. એટલે કે અચાનક જ એકસીલેરેટ કરે છે, હાઇ સ્પીડ પર ચલાવે છે અને અચાનક જ બ્રેક લગાવીને ડીએકસીલેરેટ પણ કરતાં હોય છે. ઘણા લોકોની તો આવી આદત જ હોય છે. જેના કારણે ગાડીનું એંજિન ફટાફટ ખરાબ થઈ જાય છે. તો ખાસ યાદ રાખો કે ગાડીને એકસીલેરેટ અને ડીએકસીલેરેટ હંમેશા કંટ્રોલમાં કરવું. જો તમારે ગાડીને આગળ રોકવાની છે તો પહેલેથી જ તેની સ્પીડને ઘટાડી દેવી. આમ અચાનક ક્યારેય બ્રેક ના લગાવવી.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.