વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ એ એક એવો પ્રશ્ન છે જે અવારનવાર લોકોને મૂંઝવતો હોય છે. વાત બહુ નાની છે પણ મહત્ત્વની છે. કારણ કે વજન જરૂર કરતાં વધારે હોય તો શરીર રોગનું ઘર બને છે. હૃદય નબળું પડે છે, અને સાથે આયુષ્ય પણ ટૂકું થતું હોય છે. વજન ઘટાડવા માટે મોટાભાગના લોકો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ વજન કંઈ એમ જ નથી ઘટતું હોતું. આપણો ખોરાક રહેણી કરણી, શરીરની પ્રકૃતિ, ઉજાગરા વગેરે કારણોને લીધે આપણું વજન વધવા લાગે છે.
ઘણા લોકો ડાયેટિશીયન પાસે ડાયેટ પ્લાન લખાવતા હોય છે. પરંતુ તેને ફોલો સ્ટ્રીકલી કરતા હોતા નથી. જેના કારણે વજન ઘટવાને બદલે વધે છે. તમને આજે અમે ન્યુટ્રિશીયન અનુસાર માત્ર થોડા જ દિવસોમાં વજન ઓછું કરવામાં મદદ કરીશું. અને તમારી બોડીને ડિટ્રોક્સ કરવામાં પણ મદદ થશે. સૌથી પહેલા તમે જંકફૂડ અને ગળ્યું ખાવાનું બિલકુલ બંધ કરી દો. અને નીચે મુજબના સ્ટેપ ફોલો કરો. જે તમારા વજનને કંટ્રોલ કરીને વધારાની ચારવબી ઓછી કરશે.
વહેલી સવારે આ પ્રકારનું પાણી પીવો- સવારમાં 6 થી 7 વાગ્યાની આસપાસ તમારો નિત્યક્રમ પતાવી લો. અને વરિયાણીનું પાણી બનાવીને પીવો. વરિયાળીના પાણીથી તમારું પાચનતંત્ર મજબૂત બનશે અને વજન પણ ઘટવા લાગશે. વરિયાળીનું પાણી બનાવવા 2 ચમચી વરિયાળી રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળીને મૂકી દેવી. સવારે ઉઠીને નરણાં કોઠે પાણી ગાળી તેમાં તજનો એક ટુકડો અથવા તેનો પાઉડર નાખી પી જવું. આ રીતે વરિયાળીનું પાણી તમારા વજનને કંટ્રોલ કરશે.
મગની દાળના પુડલા- ડાયેટ ફોલો કરતા હોવ તો બ્રેક ફાસ્ટ લેવામાં ખૂબ ધ્યાન રાખવું પડે છે. હાઈ પ્રોટીન ડાયેટમાં તમારે બે મગની દાળના પુડલા, એક કપ ગ્રીન ટી અને 4 બદામ ખાવી જોઈએ. આ તમારી ભૂખને કંટ્રોલમાં રાખે છે અને મેટાબેલિઝમને બૂસ્ટ કરવાનું કામ કરી વજન ઓછું કરવામાં ફાયદાકારક રહે છે. જે લોકો વજન ઓછું કરવાનું વિચારે છે તેમણે સવારે પ્રોટીન શેક પણ પીવો જોઈએ. અને સમયનું પૂરતું ધ્યાન રાખવું એટલે કે 7-30થી 8-30 વચ્ચે બ્રેકફાસ્ટ કરી લેવો જોઈએ.
મિડ મોર્નિંગ- મિડ મોર્નિંગમાં તમે મસાલા ચા પી શકો છો. જે તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધારશે. જેથી તમે અન્ય બીમારીઓથી બચી શકો, સાથે વજન ઘટાડવા માટે ગુણકારી છે. આ મસાલા ચા 11 વાગ્યા સુધી પી શકો છો. જે તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો લાવશે. આ ચામાં મસાલા હોય છે, અને તે મસાલામાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ રહેલું હોવાથી. વજન તો ઘટે સાથે ઈમ્યુનિટી પણ વધશે.
બપોરનું જમવાનું- જો તમે ડાયેટને ફોલો કરતા હોવ તો લંચમાં શું ખાવું તેનું ધ્યાન પૂરેપૂરું રાખવું જોઈએ. તમારે લો કોલેસ્ટ્રોલ અને કેલરી હોય તેવો ખોરાક લેવો જોઈએ. ઘઉંની રોટલીની જગ્યાએ તમે ઓટ્સની અથવા રાગીના લોટ ની રોટલી લઈ શકો. અને એક વાડકી વેજીટેબલ શાક સાથે એક-બે રોટલી રોજ લંચમાં લેવી. જે તમારું વજન ઝડપથી ઓછું કરશે. ગ્લુટેનની વસ્તુ લંચમાં બંધ કરવી જોઈએ. 12 વાગ્યાથી 1 વાગ્યાની આસપાસ તમારે લંચ લઈ લેવું જોઈએ. તમારે દાળ-ભાત કે શાક-રોટલી લંચમાં લેવાના નથી.
પોસ્ટ લંચ- મોટાભાગના લોકો 4 વાગ્યાની આસપાસ ચા પીતા હોય છે. અને તેની સાથે નાસ્તો કરતા હોય છે. અમુક લોકો નાસ્તો પણ ભરપેટ કરતા હોય છે. પરંતુ તમારે અત્યારે એક ગ્લાસ નારિયેળ પાણી સાથે થોડા ચેસ્ટનટ્સ અચૂક લેવા જોઈએ. ચેસ્ટનટ્સ બદામ જેવું ફળ હોય છે. તેનું ઝાડ હોય છે. જે ડાયેટ ફોલો કરતાં હોય તેના માટે ખાસ ઉપયોગી છે.
ડિનર- સમય સર જમવાથી પણ તમારું શરીર સારું રહે છે. રાત્રી ભોજન 7થી 7-30 વાગ્યાની વચ્ચે પૂરું થઈ જવું જોઈએ. અને ભારે ખોરાક ક્યારેય રાત્રે લેવો નહીં એકદમ લાઈટ એટલે કે હળવા ખોરાકનો જ ભોજનમાં સમાવેશ કરવો. કેમકે રાત્રે મોડે જમવાથી ખોરાકનું પાચન બરાબર થતું નથી, પછી શરીર અનેક રોગોનું ઘર બનતું હોય છે. રાત્રી ભોજનમાં તમે બાફેલી દાળ, ખીચડી, ક્વિનોવા, એક કપ સલાડ ખાઈ શકો છો.
હવે રાત્રે સૂતા પહેલા – નવશેકા પાણીમાં લીંબુ, તજનો પાઉડર, અને લવિંગ નાખી પીવાનું ભૂલશો નહીં. (આ સૂતા પહેલા ના પીવો અને આમ જ રાત્રે સૂઈ જાવ તો પણ ચાલશે) ઉપર જણાવેલ પ્લાન તમે ફોલો કરશો તો અચૂક 15 દિવસમાં વજન ઉતરવા લાગશે.
સમયનું ખાસ ધ્યાન રાખવું – (1) સમય પ્રમાણે તમે જમી, બ્રેકફાસ્ટ કરી લેશો તો ઘણો ફાયદો થશે. આટલી વસ્તુ ફોલો કરો છતાં તમારે 30 મિનિટ ઓછામાં ઓછું ચાલવું અને એક કલાક એક્સરસાઈઝ જરૂર કરવી જોઈએ. તો આ ડાયેટ પ્લાન તમારું શરીર સ્લીમ અને ફિટ બનાવશે. (2) જો તમને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો ઉપર દર્શાવેલ ડાયેટને ફોલો કરતાં પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.