👉 આજના સમયમાં લોકોની લાઈફ સ્ટાઈલ એવી છે કે જેના કારણે તેના પેટનો ભાગ વધારે વધવા લાગે છે. આથી તેનું શરીર તો બેડોળ બને જ છે સાથે પેટની ચરબી વધવાથી ઘણી બીમારીઓ પણ નજીક આવે છે. લોકો પોતાની પેટની ચરબીને ઘટાડવા માટે અનેક પ્રયત્ન કરે છે. તે લોકો ડાયેટ, જોગિંગ વગેરે જેવા અનેક પ્રયત્નો કરે છે.
👉 ઘણીવાર આવી રીતે પેટના ભાગની ચરબી વધી જવાના કારણે જીન્સ જેવા આઉટ ફિટ પણ ફિટ બેસતા નથી. જેના કારણે વ્યક્તિનું માનસિક કોનફિડેન્સ લેવલ ઘટવા લાગે છે. પરંતુ પેટની ચરબીને ઘટાડવી એ કોઈ મોટો ગંભીર પ્રશ્ન નથી તેનો પણ ઉપાય કરી શકાય છે અને ફરી પાછા પોતાના શરીરને ફિટ બનાવી શકાય છે. આજે અમે તમારી સાથે પેટની વધેલી ચરબીને તમે ઘરે જ પોતાના જ રસોડામાં રહેલી 5 વસ્તુની મદદથી કેવી રીતે ઘટાડી શકો તે વાત શેર કરવા જઈ રહ્યા છીએ.
👉 એક્સપર્ટ જણાવે છે કે શરીરની વધેલી ચરબીને જો ઓછી કરવી છે તો તેના માટે ડાયેટ એક બેસ્ટ ઉપાય છે તેમાં તમારે એવા ફૂડનો સમાવેશ કરવાનો છે કે જે ખાવાથી તમને લાંબો સમય સુધી ભૂખ ન લાગે આ રીતે ભૂખ ઓછી લાગવાથી વધારે ખવાશે નહિ અને શરીરમાં વધારે ચરબી બનશે નહિ.
👉 પેટની ચરબીને ઘટાડવા માટે આ ખોરાક લો :
👉 (1) કચુંબર : કચુંબરમાં તમે કોબી, કાકડી, ટામેટાં લઈ શકો છો એ સૌથી જીરો કેલેરીવાળો ખોરાક છે તે 95% પાણીથી બને છે. તેમાં ફાયબર પણ રહેલું હોય છે. વિટામિન એ અને સી જેવા એન્ટિઓક્સિડેન્ટ નો સારો એવો સ્ત્રોત છે. જે લાંબા સમય માટે ભૂખને રોકી શકે છે.
👉 (2) બ્રોકોલી : બ્રોકોલી એ ખૂબ જ આરોગ્યપ્રદ શાકભાજી છે. જેને તમે તમારા આહારમાં સમાવી શકો છો આ શાક ફાયબર, વિટામિન અને પાણી જેવા પોષક તત્વોથી ભરપૂર છે. બ્રોકોલીમાં 100 ગ્રામ દીઠ 35 કેલેરી છે. અભ્યાસ અનુસાર એવું સામે આવેલ છે કે બ્રોકોલી વજન ઘટાડવા માટે ઉત્તમ છે જે શૂન્ય કેલેરી યુક્ત ખોરાક બનાવે છે અને વજનને ઘટાડવા માટે સારો સ્ત્રોત છે.
👉 (3) ગાજર : ગાજરના ઘણા જ ફાયદા છે તે શરીરના વજનને તો ઓછું કરી જ શકે છે સાથે તે સ્કીન, આંખો, વાળ માટે પણ ઉત્તમ છે.ગાજરમાં વિટામિન એ અને ઈ સમાયેલા છે. તેમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે. ગાજર ખોરાકને હાઇડ્રેટ કરે છે જે તમારું વજન ઓછું કરવામાં મદદ કરે છે.
👉 (4) મમરા : શરીરની એક્સ્ટ્રા ચરબીને ઘટાડવા માટે મમરા ખૂબ જ ઉપયોગી ખોરાક છે. મમરામાં વિટામિન, મિનરલ્સ, ફાઇટોકેમીકલ્સ થી ભરપૂર હોય છે. જે તમારી ઇમ્યુનિટી સિસ્ટમને સુધારે છે. મમરાના સેવનથી તમે જલ્દીથી બીમાર પડતાં નથી. મમરામા કેલેરીની માત્રા ઘણી જ ઓછી હોય છે. માટે જો મમરા વારંવાર ખાવામાં આવે તો પણ વજન વધતો નથી અને પેટ પણ ભરેલું રહે છે.
👉 (5) પાણી : પાણીથી શરીરને ઘણો જ ફાયદો થાય છે. પાણી પીવાથી મગજની કાર્યક્ષમતામાં વધારો થાય છે. પાણી ચિંતા અને માથાના દુખાવાને દૂર કરે છે. પાણી એકાગ્રતાને વધારવાનું કામ કરે છે. પાણીથી પેટ ભરેલું રહે છે. ભોજન લેતા પહેલા પાણીનો એક ગ્લાસ પીવાથી ભૂખ ઘટે છે તેથી ચરબી ઘટાડી શકાય છે.
જો આ ડાયટ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.