હવે તમને એમ થશે કે આળસ, કમજોરી અને થકાન દૂર કરવા માટે, કેવું કામ કરવાનું છે, તો એ કામ બહુ જ આસાન છે અને તે કામ છે ફક્ત વહેલા ઊઠવાનું, હવે, વહેલા ઊઠીને શું કરવાનું છે, વહેલા ઊઠવાથી કેવા કેવા ગજબના બદલાવ આવશે તે અમે તમને નીચે જણાવીશું અને સાથે સાથે વહેલા તમે કેવી રીતે ઉઠી શકો તે વિશેની ટિપ્સ પણ નીચે જણાવીશું. તો ચાલો જાણીએ આ વાત સ્ટેપ બાય સ્ટેપ.
🌅-સવારે વહેલા ઉઠવાથી આપણને ઘણા બધા સ્વાસ્થ્યને લગતા લાભ થાય છે. સૌથી મોટો લાભ તો એ છે કે, મગજ પોતાની પૂર્ણ ક્ષમતા સાથે કામ કરી શકે છે, અને જો તમે 9-10 વાગ્યે ઉઠો તો આળસ અને કમજોરી પૂરો દિવસ રહેતી હોય છે..
🌅-સવારે વહેલા ઉઠવાથી આપણને ઘણો સમય કામ કરવા માટે મળતો હોય છે. દિવસ પણ આપણને લાંબો લાગતો હોય છે. જેના લીધે દિવસ દરમિયાન આપણને રૂટીનના કામ સારી રીતે કરવાનો સમય મળતો હોય છે.
🌅-સવારે વહેલા ઉઠીને રૂટીન પ્રમાણે કામ કરવાથી આપણું એક સમયનું શિડ્યુલ નક્કી થઈ જતું હોય છે. સમય પર કામ પતવાના લીધે આખો દિવસ આપણો ઉત્સાહ પૂર્વક અને સ્ટ્રેસ ફ્રી જતો હોય છે. ઘણી વખત મોડા ઉઠીએ એટલે આખો દિવસ આપણને સુસ્તી અને ઉંઘ આવતી હોય એવું લાગ્યા કરે છે.
🌅-સવારે વહેલા ઉઠવાથી તમે એક્સરસાઇઝ અને મેડિટેશન કરવાનો સમય મળશે. આજકાલની ભાગદોડવાળી લાઇફના કારણે કોઈ પણ વ્યક્તિને પોતાના માટે સમય મળતો નથી. તેથી જો થોડા વહેલા ઉઠવાથી તમને મેડિટેશન, કસરત, વોકિંગ વગેરે માટે સમય મળશે જેનાથી તમારાં શરીર અને મનની શક્તિમાં વધારો થશે.
🌅-પરોઢીયાના સમયે જો તમે ઉઠો તો થોડી વાર વોકિંગ કરવા જવું. જેથી તમારા સ્વાસ્થ્યને શુદ્ધ હવા મળશે. કારણ કે સવારે પ્રદૂષણ કે કોઈ પણ પ્રકારનો અવાજ પણ હોતો નથી. એટલે એકદમ શાંતિ અને વાહનોના ઘોંઘાટથી દૂર તમને ફ્રેશ વાતાવરણ મળશે. જેનાથી શરીર અંદરથી પ્રફુલ્લિત બનશે.
🌅-મગજમાં તમને ક્રિએટિવ થીંક સવારના સમયે વધારે આવશે. તેનું કારણ છે કે રાત્રિના સમયે મગજને આરામ મળેલો હોવાથી તે ફ્રેશ રહે છે. અને આપણી વિચાર શક્તિ વધારો થતો હોય છે. સવારે આપણને ફિઝિકલ એક્ટિવિટી કરવાથી બ્રેઈનને પૂરતો ઓક્સિજન મળી રહે છે. અને તેની ક્ષમતામાં પણ સુધારો થાય છે.
🌅-ઘણી વખત મોડા ઉઠવાથી માતા-પિતા અથવા એકલા પિતા જોબ કરતા હોય તો તેમની વચ્ચેનો સંબંધ ઓછો થઈ જતો હોય છે. કેમ કે તેની પાછળનું મુખ્ય કારણ છે. ઓફિસ કે ધંધો કરતા હોવ તો રાત્રે મોડા આવે અને રાત્રે બાળકો વહેલા સૂઈ જતા હોય, સવારે વહેલા ઉઠી બાળકો સ્કૂલે જતા રહે જેના કારણે તેમની વચ્ચે વાતચીત નોર્મલ બની જતી હોય છે.
🌅-તેથી તમારી લાઈફસ્ટાઈલ બદલીને રાત્રે વહેલા બાળકો સાથે સૂઈ જાવ તે ઉઠે ત્યારે તેમની સાથે ઉઠીને સ્કૂલે મૂકવા જાવ, વોકિંગ માટે થોડો સમય કાઢો. જે બંને માટે સારું રહેશે. સંબંધો પણ વધશે અને શરીર પણ તંદુરસ્ત બનશે.
🌅-અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સવારે 4થી 5નો સમય બેસ્ટ ગણાય છે. એક્ઝામ હોય ત્યારે અથવા રોજ વાંચવાની આદત હોય તો તમે સવારે વહેલા ઉઠીને વાંચી શકો છો. તમને જરૂર લાભ થશે. કેમ કે સવારે મગજ શાંત અને કોઈપણ જાતના વિચારો વગરનું હોય છે. જે તમને ખૂબ જ ફાયદો કરાવશે. સાથે યાદશક્તિ મજબૂત પણ બનશે.
તમે જો વહેલા ઉઠવા માગતા હોવ તો આ પ્રકારની આદત પાડવી
🌅-સવારે વહેલા ઉઠવા માટે રાત્રે વહેલા સૂવું જોઈએ. 🌅-રાત્રે બને ત્યાં સુધી હળવો ખોરાક ખાવો. જેથી આળસ ન આવે, શરીર ખરાબ પણ નહીં થાય. 🌅-વેદોમાં પણ કહ્યું છે કે સાંજ પછી વધારે સમય જાગવું જોઈએ નહીં. એટલે કે સૂર્યાસ્ત પછી સૂવું અને સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ.
🌅-ખાટા પદાર્થો પણ ઉંઘ આવતી હોય છે. તેથી રાત્રે ખાટા પદાર્થો ખાવાનું બંધ કરી દેવું જોઈએ. 🌅-સવારે બને તો ઠંડા પાણીથી નહાવું જે આપણી ઉંઘ દૂર કરવામાં મદદ કરશે. 🌅-એલાર્મ ક્લોક કે મોબાઇલમાં એલાર્મ મૂકતા હોવ તો તે બેડથી દૂર મૂકવો. જેથી તેને બંધ કરવા માટે ઉભા થાવ અને ઉંઘ ઉડી જાય.
🌅-રાત્રે એક ગ્લાસ પાણી પીને સૂવું જેથી મૂત્ર ત્યાગ માટે સવારે વહેલા ઉઠાય. પણ રાત્રે તેનાથી વધુ પાણી ન પીવુ તેનાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે. 🌅 -કોઈપણ વસ્તુ આપણી ઇચ્છા વગર થઈ શકતી નથી. એટલે બને તો વહેલા ઉઠવાનો નિર્ણય લો અને રોજ સવારે થોડા યોગ, કસરત, એક્સરસાઈઝ કરવી. જેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે.
આ રીતે જો તમારે સ્વસ્થ રહેવું હોય તો વહેલા ઉઠવું પડશે. એટલે આળસને હવે ભગાડો અને જીવનનો અમૂલ્ય સમય બચાવવા માટે વહેલા ઉઠો. જે આપણા શારીરિક અને માનસિક સુખ માટે ખૂબ જ જરૂરી છે..
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટીપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.