ખાસ કરીને પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ પોતાના ચહેરાને સુંદર કરવા માટે જાતજાતના પ્રયાસો કરતી હોય છે. ઘણી જાત જાતની ક્રીમનો પણ ઉપયોગ કરતી હોય છે. પરંતુ આમાંથી કોઇ ક્રીમ કુદરતી રીતે ચહેરાને ચમકાવી શકતી નથી. માર્કેંટમાં મળતી બ્યુટી પ્રોડક્ટ્સનો પણ બેફામ ઉપયોગ કરે છે, પણ ઘણી વાર એ પ્રોડક્ટની આડઅસર પર ભોગ બને છે. આ બધી પ્રોડક્સનો ઉપયોગ કરીને ચહેરાનો રંગ ગોરો થવાને બદલે સ્કીનને નુકસાન થઈ શકે છે.
ધૂળ અને પ્રદૂષણ પણ તમારો ચહેરો બગડવાનું કારણ બની શકે છે. તેનાથી ચહેરા પર ખીલ અને ડાર્ક સ્પોર્ટ પણ થઈ જતા હોય છે. તેના માટે મોટા ભાગના લોકો બ્યુટી પાર્લર અથવા બ્યુટી પ્રોડક્ટનો યુઝ કરે છે. તો આવો જોઇએ આજે આપણા જ રસોડામાં રહેલી એવી કેટલીક ચીજો છે જે આપણા ચહેરાને કાશ્મીરી ગુલાબની જેમ ગુલાબી, સુંદર અને ચમકદાર બનાવી દેશે. તે વસ્તુઓ કઈ કઈ છે તેમજ તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો રહેશે.. તે જાણો નીચે.
મધ અને બદામ- ચહેરાને નિખારવા માટે મધ અને બદામનું મિશ્રણ બહુ ઉપયોગી છે. બદામમાં ઘણા પોષક તત્વો રહેલા હોય છે. તેથી ત્વચાની ગુણવત્તાને વધુ સારી બનાવે છે. તેનાથી ડ્રાય સ્કીનની સમસ્યા રહેતી નથી. મધ-બદામનું મિશ્રણ ઘરે બનાવવા માટે 10 બદામ રાત્રે પલાડીને રાખો. સવારે તેને છોલી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટમાં થોડું મધ ઉમેરવું. હવે તે પેસ્ટને ત્વચા પર લગાડી સ્ક્રબ કરવું. તેનાથી ચહેરા પરની ગંદકી દૂર થઈ જશે.
બીજી રીત એ પણ છે કે બદામને પીસીને તેમાં દૂધ અને મધ મિક્સ કરી સ્કીન પર લગાડો. બદામમાં પ્રોટીન, ફોસ્ફરસ, વિટામિન-ઇ, કોપર, મેગ્નેશિયમ વગેરે રહેલા હોવાથી તે ચહેરા પરના ડાઘ ધબ્બાને દૂર કરે છે. અને ચહેરાને એકદમ ચમકીલો બનાવે છે.
કેસર- કેસર હેલ્થના પણ અનેક ફાયદા કરે છે. પરંતુ કેસરનો ઉપયોગ બ્યુટી પ્રોડક્ટ બનાવવા માટે પણ થાય છે. તે સ્કીન સંબંધિત અનેક સમસ્યા પણ દૂર કરે છે. કેસર અને દૂધથી બનેલા ફેસ પેક સ્કીનને નવી ચમક આપે છે. તેનાથી સ્કીન પર ગુલાબી નિખાર આવે છે. તમારી સ્કીન બેદાગ અને સુંદર દેખાય છે. કેસરમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ સ્કીનને ખીલથી બચાવે છે અને તમે યુવાન દેખાવ છો.
2 ચમચી દૂધની તર (મલાઈ) લો અને 3-5 દાંડી કેસર મિક્સ કરો. આ બંનેને સારી રીતે મિક્સ કરો અને તેને ફ્રિજ માં 5-7 કલાક માટે અથવા 1 આખી રાત રાખો.. સવારે તેને લઈને મલાઈ અને કેસર મિક્સ કરી લો.. જો તમારુ કેસર ઓરીજનલ હશે તો પૂરી મલાઈ હલકા પીળા રંગની થઈ ગઈ હશે અને મલાઈની સુગંધ ના બદલે મલાઈમાંથી કેસરની સુગંધ આવત થઈ ગઈ હશે.. હવે આ લેપ ચહેરા પર લગાવો. લગભગ 15 મિનિટ બાદ આ સૂકાય જાય તો તેને સારી રીતે સાદા પાણીથી ધોઇ લો. અઠવાડિયામાં તમને 100% ફેર પડતો દેખાશે. લોકો તમને સામેથી કહેવા લાગશે..
અખરોટ- સામાન્ય રીતે ત્વચા આપમેળે પ્રાકૃતિક રીતે રીન્યૂ થતી રહે છે. આ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. ત્વચા ઉપર દર 30 દિવસે ડેડ સેલ્સની જગ્યાએ નવા સેલ્સ ઉત્પન્ન થાય છે. ક્યારેક પરસેવા અને મેકઅપના કારણે ડેડ સ્કીન નવા સેલ્સ પર ચોંટેલી રહે છે. આ ડેડ સેલ્સ દૂર કરવા જરૂરી છે. નહાવાથી ડેડ સ્કીન દૂર થઈ જાય છે પણ ક્યારેક સ્ક્રબની જરૂર રહે છે.
તો તમે હોમ મેડ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ત્વચા ચમકીલી અને સ્વસ્થ રહેશે. તેના માટે અખરોટનો ઉપયોગ કરી શકો છો. અખરોટમાં સારા પ્રમાણમાં ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ રહેલા હોય છે. થોડા અખરોટ લો તેમાં મધ મિક્સ કરી બ્લેન્ડર વડે મિક્સ કરી લો. અને થોડી વાર તેને રહેવા દઈ ચહેરા પર લગાવો. બસ તૈયાર છે તમારું હોમમેડ સ્ક્રબ. એ ઉપરાંત અખરોટનો પાઉડર, ગુલાબજળ, મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી શકો છો. તેને ચહેરા પર લગાવાથી ડેડ સ્કીન દૂર થશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.