કસરત કરવાથી મગજ નો પાવર વધે છે. વિજ્ઞાનિકોએ ૨ પ્રકાર ના માણસો પર શોધ કરી છે જે એક બીજાથી અલગ જીંદગી જીવતા હોય છે. ગ્રુપ ૧ માં એવા માણસો છે જે રોજે કસરત કરતા હોય છે. અને ખુબ જ કામ કરતા રહે છે. અને ૨ ગ્રુપ માં એવા માણસો હોય છે જે કોઈ પણ પ્રકાર ની કસરત નથી કરતા કે ખુબ કામ નથી કરતા અને પછી વિજ્ઞાનીઓ એ જોયું ક ૧ ગ્રુપ વાળા ના મગજ ૨ ગ્રુપ ના માણસો થી વધારે કામ કરે છે.
આપણો મગજ રોજે ૧૯ કિલોમીટર ચાલવા માટે બનેલો છે. પણ આપણે આઠ દિવસમાંથી બસ ત્રણ દિવસ ૩૦ મિનીટ કસરત કરીએ તો આપડે અપડા મગજ ની શક્તિ વધારીને વિચારવાની અને શીખવાની પાવર વધારી શકીએ છીએ. કેમકે કસરત આપડા મગજ માં વધુ લોહીને પહોચાડે છે. તેથી સારી મેમરી મેળવવા રોજે કસરત તેમજ શારીરિક ક્રિયા કરતા રહેવું જોઈએ.
સારી નીંદર આપણા વિચારને સારા બનાવે છે. સરખી નીંદર ના મળવા થી મગજ આપડા વિચારવા ની શક્તિ ને ડેમેજ કરે છે. તમે પણ દિવસ માં થાક લાગે એવું ફિલ કરો અને બપોરે સુવા નું મન કરે છે તો આ વાત સામાન્ય છે. કેમ કે ૩ વાગ્યા ની આસપાસ મગજ માં બાયો કેમિકલ ની વચ્ચે ફાઈટ થતી હોય છે. જેમાં એક તરફ જાગવાની કોશિશ થતી હોય છે તો બીજી તરફ સુવા નું મન થતું હોય છે. અને એ ટાઇમ પોસીબલ થાય તો આપડે થોડી વાર સુઈ જવું જોઈએ. આપણું મગજ નીંદર માં પણ કામ કરતું હોય છે. એ દિવસમાં થયેલી બધી પ્રોસેસ ને જોતું હોય છે પણ આપડા માટે પ્રોપર નીંદર કરવી ખુબ જ જરૂરી છે એક સારા અને ફ્રેશ મગજ માટે.
હંમેશાં ચિંતા કરવાથી આપણી શીખવા ની ક્ષમતા ઓછી થાય છે. આપણો મગજ બસ ૩૦ સેકન્ડ સુધી જ ટ્રેસ માટે લડવા બનેલો છે. વધુ સમય માટે નથી બનેલો કેમ કે વધુ સમય માટે ટ્રેસ લઈએ તો આપડા મગજ ની લોહીની નળીઓ ખરાબ થઇ જાય છે અને એના થી હાર્ટએટેક પણ આવી શકે છે.અને જો ઘર માં કામ પર કે ઓફીસ ના કામ પર કે બિજનેસ ના કામ પર ટ્રેસ રહેતો હોય તો અપડે ક્યારે પણ કામયાબ થઇ શકીએ નહિ કેમ કે વધુ ટ્રેસથી આપણા મગજ ની કોર્ટીસોલ વધી જાય છે અને હિપ્પોકેમ્પસ ના સેલ ડેમેજ થાય છે. એનાથી આપણા વિચારવા ની અને યાદ કરવા ની શક્તિ ઓછી થઇ જાય છે.
આપણો મગજ મલ્ટીટાસ્ક માટે નથી બનેલો પણ ઓફીસ કે સ્કુલ મલ્ટીટાસ્ક માટે આપડા મગજ ને ઉશ્કેરે છે. મલ્ટીટાસ્ક આપડી ભૂલ અને ફેલ કરવા ના ચાન્સ ૫૦%વધારી દે છે. માટે બને ત્યાં સુધી મલ્ટીટાસ્ક કરવું જોઈએ નહિ, આમ તમને એમ લાગે કે મલ્ટીટાસ્કના લીધે ઘણા કામ એક સાથે થઇ શકે છે પણ એ તમારું માનવું ભૂલ ભરેલું છે. કેમ કે મલ્ટીટાસ્કથી મગજ એક જગ્યાએ ફોકસ નથી કરી શકતો જેના કારણે લાંબા સમયે આપણા મગજ પર મેમરી રીલેટેડ નુકશાન થવાની સંભાવના વધી જાય છે.
આપણે કઈ પણ શીખવા માટે કે યાદ રાખવા માટે કોઈ ઇન્ફર્મેશનને રીપીટ કરવી જરૂરી છે. આપણો મગજ કોઈ અગત્યની વાત જ યાદ રાખે છે બાકીની વાતો આપણો મગજ ઓટોમેટીક ડીલીટ કરવા લાગે છે. ત્યારે જ રીમાન્ડર આપણા મગજ ને વાત યાદ કરાવે છે કે, આ વાત જરૂરી છે. તમારે કોઈ વાત યાદ રાખવી છે કે કઈ વસ્તુ શીખવી છે તો તમારે થોડી થોડી વારે એ વસ્તુ રીપીટ કરવી પડશે. રીપીટ થયેલી વાતો મગજ ધીમે ધીમે લાંબા સમય સુધી યાદ રાખવા લાગે છે.
મગજ સબંધિત આ વાતો અનુસરો તો, તમને લાંબા સમયે ખુબ જ સારી મેમરી ધરાવતા બની જશો. કોઈ પણ કાર્ય કરી શકવા પણ તમે સક્ષમ બની શકશો. આ વાત તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. જેથી આવી બીજી અવનવી વાત અમે આપના માટે લાવી શકીએ.