ઘણી વખત આપણે એવી ચર્ચાઓ સાંભળતા હોઈએ છે કે શાકાહારી ખોરાક લેવો કે માંસાહારી બનવું અથવા બંને આહાર ગ્રહણ કરવા જોઈએ. આપણે ખુદ પણ આવી ચર્ચાઓમાં ભાગ લેતા હોઈએ છે અને અનેક તર્કવિતર્કો કરીએ છે. જોકે દરેક સમસ્યાનો ઉકેલ ભાગવત ગીતામાંથી મળી જાય છે. આ વિષય પર તો ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં ખુબ સુંદર અને સરળ વર્ણન કર્યું છે.
જેણે ગીતાનું જ્ઞાન લીધું છે એ મનુષ્ય જાણે જ છે પણ આજનો અમારો આ આર્ટીકલ એવા લોકો માટે છે જેઓ હજુ આ જ્ઞાનથી વિમુખ છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ શાકાહારી અને માંસાહારી બંને ભોજન માટે મનુષ્યને સમજાવ્યું છે. હિન્દુઓના પ્રાચીન અને પવિત્ર ગણાતા ગ્રંથમાંથી એક ગીતા છે જેમાં ૧૭માં અધ્યાયના બીજા શ્લોકની જો વાત કરીએ તો ભગવાન શ્રીકૃષ્ણએ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ વિષે કહ્યું છે. ભગવાન કહે છે મનુષ્ય આ ત્રણેય ગુણથી ભરેલો છે.
એવીજ રીતે ખોરાક પણ ત્રણ પ્રકારનો હોય છે. સાત્વિક, રાજસી અને તામસી. ૧૭માં અધ્યાયમાં સાતમાં શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે, દરેક વ્યક્તિ ત્રણ પ્રકારનું ભોજન પસંદ કરતા હોય છે. અને આ ત્રણેય પ્રકારનો આહાર મનુષ્યના શરીરમાં અલગ અલગ રીતે અસર કરે છે.
- સાત્વિક આહાર
ગીતામાં સાત્વિક આહાર વિષે ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે.. જે લોકો સાત્વિક આહાર ગ્રહણ કરે છે તેમનું આયુષ્ય લાંબુ હોય છે. સાત્વિક ભોજન ગ્રહણ કરનારા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. શરીરમાં શુધ્ધતા ફેલાય છે અને બીમારીઓથી એવા લોકો દુર રહે છે. શરીરમાં શક્તિ વધવાની સાથે સાથે એવા લોકોનું આરોગ્ય નિરોગી રહે છે. પહેલાના સમયની જો વાત કરીએ તો ત્યારે મોટાભાગના મહાન લોકો શાકાહારી ખોરાક લેતા હતા જેથી તેઓ દીર્ઘ આયુષ્યનું સુખ પામતા હતા. લીલા શાકભાજી, દુધની વાનગી, અને દેશી વસ્તુઓનો જ આહારમાં ઉપયોગ કરતા હતા. શુદ્ધ સાત્વિક ભોજન લેનારા લોકો આધ્યાત્મક તરફ વધુ વળેલા હોય છે.
સાત્વિક આહાર સ્વાદિષ્ટ હોવાની સાથે આયુર્વેદની દ્રષ્ટિએ શરીર માટે હળવા પણ હોય છે. શુદ્ધ શાકાહારી લોકો સાત્વિક ખોરાક લેવાનું પસંદ કરે છે. જે આયુ પણ વધારે છે અને શરીરમાં ખુબ લાભદાયી નીવડે છે. સાત્વિક ભોજન મસાલેદાર ઓછો અને ગુણકારી વધુ હોય છે. સાત્વિક ભોજન ખાસ કરીને પસંદગી માટે નહિ પણ ગુણ માટે લેવામાં આવે છે. જે લોકો નીરોગી રહેવા માંગે છે તેવા લોકો સંપૂર્ણ શાકાહારી અને સાત્વિક ખોરાક લેવાનું પસંદ કરતા હોય છે.
- રાજસી આહાર
રજોગુણી વ્યક્તિઓ રાજસી ભોજન લેતા હોય છે. આવા લોકોના આહારમાં તીખું, તળેલું અને મસાલેદાર વાનગીઓનો સમાવેશ થતો હોય છે. શાકાહારી ભોજનને નમકીન અને મસાલેદાર બનાવવામાં આવે છે. આવા ભોજનને રાજસી આહાર કહેવાય છે.
એટલે તે રાજસી ભોજન બની જાય છે. ગરમ મસાલાથી ભરપુર રાજસી આહાર શરીર માટે હાનીકારક રહે છે. આવા પ્રકારના ભોજનથી છાતીમાં અને પેટમાં બળતરા થાય છે. પેટની તકલીફો પણ કેટલાક લોકોને આવા ખોરાકથી થઇ જતી હોય છે. રાજસી ભોજનથી સ્વાદની સંતુષ્ટિ તો મળી જાય છે પણ આરોગ્ય સામે જોખમ પણ ઉભું થાય છે.
- તામસી આહાર
શરીરમાં રોગ અને મગજમાં અશાંતિ ફેલાવે તે છે તામસી આહાર. શ્રીકૃષ્ણએ જણાવ્યું છે કે, તામસી ભોજન વાસી અને અશુદ્ધ હોય છે. સ્વાદ વગરનું, અને બગડેલું ભોજન તામસી લોકોને જ પસંદ હોય છે. આવા લોકો સડેલું ખાતા હોય છે. જમવાના ત્રણ કલાક પહેલા બનેલું ભોજન તામસી ગણવામાં આવે છે. આને આવું ભોજન માત્ર તામસી લોકો જ લેતા હોય છે. દારૂ, ડુંગળી, મશરૂમ, ફ્રોઝન કરેલા પદાર્થો અને માંસાહારી ભોજનને તામસી આહારમાં ગણવામાં આવે છે. આવા આહારમાંથી ગંધ આવતી હોય છે.
ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં જણાવ્યું છે કે શાકાહારી ભોજન માનવ શરીર માટે વધુ હિતાવહ છે. માનવ શરીરમાં આંતરડા ખુબ લાંબા હોય છે જેથી માંસાહાર ભોજન પચી શકતું નથી અને પેટમાં સડે છે. આજ બગડેલો ખોરાક આરોગ્ય બગાડે છે અને બીમારી થાય છે. એક મેડીકલ સર્વે મુજબ તો માંસાહારી લોકોને કેન્સર થવાનું જોખમ પણ વધુ હોય છે. જો તમારે લાંબુ અને સારું જીવન જીવવું છે તો શાકાહારી ભોજનને પસંદ કરવું જોઈએ. જેમાં પણ ખાસ તાજું બનેલું ભોજન આરોગો છો તો તમારું શરીર નિરોગી રહેશે. જેથી હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કેવું જીવન જીવવું છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.