ડાયાબિટીસ રોગ લોકોમાં વધારે જોવા મળી રહે છે. શરીરમાં શુગરલેવલનું વધવું કે ઘટવું ખુબજ નુકસાન કરે છે. સમાન્ય શુગર લેવલ રાખવા માટે લોકો ઘણી ખાવાની વસ્તુઓનો ત્યાગ કરતાં હોય છે. થોડી વસ્તુઓનું ધ્યાન રાખીને ડાયાબિટીસના રોગમાં કાળજી રાખી શકાય છે. ડાયાબિટીસના દર્દી માટે આ આર્ટીકલ ખુબજ ઉપયોગી સાબિત થશે. આ આર્ટિકલને પૂરો ધ્યાનથી વાંચવો જેથી પૂરી માહિતી મળી શકે.
ડાયાબિટીસના દર્દીને એવી ખાવાની વસ્તુથી દૂર રહેવું પડે છે જેનાથી શરીરમાં શુગરલેવલ વધે નહીં. ઘણી એવી વસ્તુ હોય છે જે ખાવાની ઈચ્છા હોવા છતાં ખાઈ નથી શકતા. ફળો વિષે પણ ડાયાબિટીસના દર્દીને ખબર રહેતી નથી અને ક્યાં ક્યાં ફળો ખાવા જોઈએ તે ખબર હોતી નથી આજે તેવા થોડા ફળ વિષે વાત કરીશું જે ડાયાબિટીસના દર્દીને ખાવા જોઈએ અને તેનાથી નુકસાન પણ નહીં થાય.
એક વાત ખાસ ધ્યાન રાખજો કે, નીચે અંતમાં આપેલી ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબત પણ ધ્યાનથી વાંચજો. જેનાથી આપને આ ફળો ખાવાની અમુક શરત, નિયમ અને સમયની માહિતી મળી શકે. તેમજ આ ફળથી મળતા તમામ ફાયદા આપ લઇ શકો. તેથી અંતમાં આપેલી વાત જરૂર જાણી લેજો.
- જામફળ
સૌથી પહેલું ફળ છે, જામફળ. જામફળમાં રહેલુ તત્વ ફાઈબર ડાયાબિટીસના દર્દી માટે ફાયદા વાળું રહે છે. ગ્લાઇકેમીક ઇંડેક્સ જમફળમાં ઓછું રહેલું હોય છે જેથી શુગરનું લેવલ ઓછું રાખવામા મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીને જામફળનું સેવન કરવું જોઈએ. જામફળની સાથે તેના પાનની ચા પણ ડાયાબિટીસના રોગી માટે ફાયદા વાળી રહે છે. ડોકટર દ્વારા જાણવામાં આવ્યું છે કે, ભોજન કર્યા પછી જામફળના પાનની ચા પીવાથી લોહીનું શુગર લેવલ ઓછું કરે છે.
- નારંગી
બીજું ફળ છે, નારંગી. નારંગીમાં રહેલું ફાઈબર, વિટામિન C, પોટેશિયમ અને ફોલેટ જે શુગરનું લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. નારંગીનું સેવન ડાયાબિટીસના દર્દીને જરૂર કરવું જોઈએ જથી શરીરમાં રહેલું શુગરલેવલ કંટ્રોલ રાખી શકાય છે. આ ફળ સિવાય બીજા ફળો ઓછા ફાયદાઓ કરે છે.
- કીવી
ત્રીજું ફળ છે, કિવી. ડાયાબિટીસના દર્દી માટે કિવી પણ ખુબજ ફાયદાવાળું રહે છે. કિવી ખાવાથી લોહીમાં વધતી શુગર અટકે છે. ગ્લુકોજનું સ્તર જાળવી રાખવા માટે કિવી ખુબજ મદદગાર છે. કિવી પોટેશિયમ, વિટામિન C, વિટામિન A અને એન્ટિઓકસીડેંટ અને ફાઈબરથી ભરપૂર હોય છે. ફાઈબરની મદદથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ખરાબ કોલોસ્ટ્રોલ પણ ઓછું કરવામાં મદદ કરે છે. એનર્જી લેવલ આપોઆપ ઊચું કરે છે.
- બેરી
ચોથું ફળ છે, બેરી. શુગરલેવલને કંટ્રોલ કરવા માટે સ્ટ્રોબેરી, બ્લૂબેરી અને રાસબેરીનો ઉપયોગ કરી શકો છો. આ બેરીની અંદર એન્ટિઓક્સિડેંટની માત્રા વધારે રહેલી હોય છે. મેડિકલમાં માનવમાં આવે છે કે, નિયમિત સ્ટ્રોબેરીના સેવનથી ટાઈપ-2 ડાયાબિટિસનો ખતરો ઓછો રહે છે. સ્ટ્રોબેરીમાં કાર્બોહાઇટ્રેડ ઓછું હોવાથી બ્લડશુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
- સફરજન
પાંચમું ફળ છે, સફરજન. આ ફળ બધા લોકોને પસંદ હોય છે અને આ ફળનું સેવન ડોકટર બધી જ બીમારીમાં કરવાનું કહેતા હોય છે. સફરજનની અંદર ફાઈબર, વિટામિન C અને એન્ટિઓક્સિડેંટ વધારે માત્રામાં રહેલું હોય છે. સફરજનમાં રહેલું ફાઈબર બ્લડશુગર લેવલ કંટ્રોલ કરવામાં સૌથી વધારે મદદ કરે છે. ખાસ ધ્યાન રાખવું સફરજન છાલની સાથે જ ખાવું વધારે ફાયદો થશે. સફરજનનું સેવન કરવાથી શુગર લેવલ સાથે શરીરમાં વધતું કોલોસ્ટ્રોલ પણ ઓછું થાય છે અને શરીર તંદુરસ્ત રહે છે.
- ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબત
ખાસ ધ્યાનમાં રાખવાની બાબત. આ બધા ફળનું સેવન સવારના 9 થી 10 વાગ્યાના સમયએ કરવું જોઈએ. અથવા બપોર પછી 4 થી 5 વાગ્યાના સમયે કરવું જોઈએ તેનાથી વધારે મોડુ ખાવાથી બપોરના ભોજનમાં અથવા સાંજના ભોજનમાં તકલીફ થઈ શકે છે.
તેમજ આપની ડાયાબીટીસ ના લેવલ મુજબ ડોકટરે આપને જો કોઈ વિશેષ સુચના આપી હોય અને આપના શરીરની તાસીર મુજબ આપને કોઈ પણ ફળ કે બીજા કોઈ ખોરાકથી દુર રહેવા જણાવ્યું હોય તો ઉપર ના પાંચ ફળથી પણ આપ દુર જ રહો. અથવા આપ ડોક્ટરની પૂછપરછ કરીને તેનું સેવન કરી શકો છો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.