મિત્રો તમે સવારે ઉઠીને પહેલું કામ તો બ્રશ કરવાનું કરતા હશો. અથવા તો ઘણા લોકો બ્રશ કર્યા વગર પાણી પીતા હોય છે. તેનું કારણ છે કે આખી રાત આપણું મોઢું બંધ રહ્યું હોવાથી તેમાંથી દુર્ગંધ આવે છે. આથી તે કીટાણુંઓ ને દુર કરવા માટે બ્રશ કરવું જરૂરી છે. પણ શું તમે જાણો છો કે જયારે આખી રાત સૂતા હોઈએ છીએ ત્યારે આપણા મોં માં વાસી લાળ બને છે. આ વાસી લાળ શરીર માટે ખુબ કીમતી છે પણ તેને તમે બ્રશ કર્યા પછી જીભ સાફ કરીને કાઢી નાખો છો.
જો મિત્રો તમે આ લાળ વિશે વધુ જાણવા માંગતા હો તો અમે આજે તમને તેના અદભુત ફાયદા વિશે જણાવીશું. આયુર્વેદમાં ઘણા એવા ઉપાયો છે જેના પ્રયોગ દ્રારા આપણને કોઈપણ પ્રકારના નુકસાન વગર ઘણો શારીરિક રીતે ફાયદો થઈ શકે છે. જયારે મોઘી મોઘી દવાઓ પાછળ ખર્ચ કરવા કરતા એક વખત વગર ખર્ચના આવા ઉપાયો વિશે જાણી લેવું ખુબ સારું છે. આ લાળ શરીરના અનેક રોગોમાં ફાયદાકારક છે.
રાત્રે કલાકો સુધી આપણું મોં બંધ હોવાથી મોઢામાં લાળ બની જાય છે. પણ આ લાળ ખુબ જ લાભકારી છે. તેમાં અનેક ગુણો રહેલા છે. લાળ વિશે આપણા આયુર્વેદમાં ઘણું બધું કહ્યું છે. તેના અનેક ફાયદાઓ વિશે વાત કરી છે. લાળમાં 15 થી વધુ એવા ખાસ તત્વો મળી આવે છે આથી જ લાળ વિશેની આ વાત હજારો વર્ષ પહેલા થયેલી છે.
આજે આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકોને કબજિયાત ની તકલીફ હોય છે. તેને વારંવાર ગેસ, એસીડીટી જેવી તકલીફ થતી રહે છે. આ માટે તેઓ હજારો રૂપિયા ખર્ચે છે પણ કોઈ રાહત નથી થતી. જયારે આયુર્વેદ પ્રમાણે લાળ એ પાચનતંત્ર માટે ખુબ સારી માનવામાં આવે છે. આ લાળમાં ટાયલીન નામનું એન્જાઈમ રહેલું છે. આથી જો તમે સવારે ઉઠતાની સાથે બ્રશ કર્યા વગર 1-2 ગ્લાસ પાણી પીવો છો તો આ લાળ સીધી તમારા પેટમાં જાય છે. આમ કરવાથી તમારી પાચન ને લગતી સમસ્યા દૂર થાય છે.
ઘણી વખત તમે જોયું હશે કે ઘણા ના મોઢામાં વાસ નથી આવતી. જેનું કારણ એ પણ હોઈ શકે છે કે તેના મોં માં લાળ બહુ ઓછી બને છે. આથી લાળ ઓછી બનવાથી શ્વાસ માં વાસની સમસ્યા ઉદ્ભવે છે. ઘણી વખત ખાધેલો ખોરાક મોં માં રહી જવાથી બેકટરીયા ના કારણે ઇન્ફેકશન થઈ શકે છે. તેનાથી શ્વાસમાં વાસ આવવા લાગે છે. જયારે તમારા પેટમાં આ વાસી લાળ જાય છે તેનાથી બેકટરીયા ને ખત્મ કરવામાં મદદ મળી રહે છે.
આજની છોકરીઓની મોટી સમસ્યા એક છે કે તેના ચહેરા પર દાગ અને ખીલ જોવા મળે છે. આથી જો તમને પણ આ સમસ્યા હોય તો તમે વાસી લાળને દાગ અને ખીલ પર લગાવો અને તેનાથી છુટકારો મેળવી શકો છો. આ સિવાય જયારે તમને શરીર પર કોઈ ભાગમાં ફોડલીઓ થઈ હોય છે અથવા તો વાગ્યું હોય અને તેનું નિશાન રહી ગયું હોય તો તે પણ લાળ લગાવવાથી દુર થઈ જાય છે. તેમજ શરીર પર કોઈ જગ્યાએ કપાવાનું નિશાન હોય તો તે પણ લાળ લગાવવા થી દુર થઈ જાય છે. તેમજ ડાયાબીટીસ ના દર્દીઓના ઘાવ ભરવામાં પણ ખુબ મદદ કરે છે.
ઘણા લોકો ને આંખ આગળ કાળા કુંડાળા થઈ જાય છે, જેને દુર કરવા માટે તેઓ અનેક ઉપાયો કરે છે. પણ જોઈએ તેવો ફેર નથી પડતો. પણ જો તમને આ તકલીફ હોય તો તમે તમારા મોં ની વાસી લાળ ને ધીમે ધીમે આંખ પાસે હળવા હાથે ઘસો. આમાં કરવાથી થોડા દિવસની અંદર તમારા કુંડાળા દુર થઈ જશે. તેમજ જો તમે પોતાની આંખનું તેજ વધારવા માંગો છો તો આ વાસી લાળ ને આંખમાં કાજળ ની જેમ લગાવો. તેમજ આ વાસી લાળ એ આંખની સમસ્યા પણ દૂર કરવામાં મદદ કરે છે.
ઘણા લોકોને ચામડીની બીમારી જેવી કે, ધાધર કે ખરજવું થયું હોય છે, આ બીમારી સામાન્ય સ્ટેજમાં હોય ત્યારથી જ જો તમે સવારે ઉઠીને વાસી લાળ ત્યાં લગાવો તો તમને આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. આમ એક નાના એવા પ્રયોગ દ્રારા તમે તમારા શરીર ની અનેક બીમારીને દુર કરી શકો છો. તેમજ તેમાં રહેલ અનેક તત્વો તમને અનેક રીતે ફાયદો કરે છે. આમ મિત્રો જો તમને પણ આમાંથી કોઈ સમસ્યા હોય તો તમે આ પ્રયોગ કરી શકો છો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.