આજે આ આર્ટીકલ એવી વસ્તુ વિષે લઈને આવ્યા છીએ જેનાથી શરીરમાં ઘણા અનોખા ફાયદાઓ થાય છે. વજન કંટ્રોલની સાથ સાથે શરીરના અન્ય રોગોમાં પણ કારગર સાબિત થાય છે. આ વસ્તુના સેવનથી શરીરમાં ચમત્કારિક ફાયદાઓ થાય છે. આજનો વિષય છે તકમરિયા વિષે આ વસ્તુને અંગ્રેજીમાં બેસિલ સીડ એટલે કે, “તુલસીના બીજ”. પણ સાચું તો એ છે કે, આ વસ્તુ તુલસીના બીજ બિલકુલ નથી પણ તેને અંગ્રેજી ભાષામાં બેસિલ સીડ કહીને ઓળખાય છે. આપણાં ગુજરાતીમાં “તકમરિયા” કહેવામા આવે છે.
તો આજે આ તકમરિયા વિષે વાત કરીશું કે, તે કેવા કેવા રોગોમાં કારગર સાબિત થાય છે. તકમરિય દેખાવમાં કેવા છે તે લગભગ બધા જાણતા હશે. તો પણ જણાવી દઈએ કે, તકમરિયા જીણા અને કાળા રંગના દેખાવ માં આવે છે. તે બિલકુલ નાના કાળા તલ જેવા દેખાય છે. તકમરિયાની તાસીર ઠંડી હોય છે. તેથી તે આંખો માટે પણ ખુબજ ફાયદાકારક હોય છે.
તકમરિયા મરડો, પેશાબની બળતરા, પ્રદર જેવા રોગો માટે પણ ઉપયોગી બને છે. તકમરિયાને પાણીમાં પલાળી રાખવાથી તેના રંગમાં બદલાવ આવી જાય છે. તેનો રંગ ભૂરા જેવો બની જાય છે. તકમરિયાને 20 મિનિટ કરતાં વધારે પાણીમાં પલાળેલા રાખવાથી તે ફૂલવા લાગે છે. તે ફૂલીને લગભગ તલના દાણા જેવડા બની જાય છે. પછી તેનું સેવન કરવામાં આવે તો વધારે ફાયદો થાય છે.
તકમરિયામાં રહેલું તત્વ પાચનશક્તિ ઓછી હોય તેવા વ્યક્તિને વધારે ફાયદો કરે છે. તકમરિયામાં રહેલું ફાઈબર તત્વ પાચનશક્તિ મજબૂત કરવા માટે વધારે ઉપયોગી છે. રોજે સવારે નિયમિત એક ગ્લાસ પાણીમાં એક ચમચી તકમરિયા પલાળી તેનું સેવન કરવામાં આવે તો તેનાથી પાચનશક્તિની સાથે સાથે શરીરમાં રહેલા ઝેરી તત્વો પણ બહાર કાઢે છે અને તકમરિયામાં કેલ્શિયમની કમી પણ પૂરી કરવાની ક્ષમતા છે તેનાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે.
તકમરિયાના સેવનથી શરીરમાં વધારે થયેલી શુગર ઓછી કરવામાં મદદ કરે છે ડાયાબિટીસના રોગી માટે આ એક શ્રેષ્ઠ વસ્તુ ગણવામાં આવે છે. તકમરિયાના સેવનથી શરીરમાં વધતું કોલેસ્ટ્રોલ ઓછું થાય છે તેનાથી શરીરમાં રહેલો ડાયાબિટીસ રોગ જલ્દીથી કંટ્રોલમાં આવે છે. ડાયાબિટીસ સ્ટેપ 2 ના રોગી માટે પણ આ મહત્વનુ કાર્ય કરે છે. રોજે 1 ચમચી પલાળેલા તકમરિયાનું સેવન શુગર કંટ્રોલમાં રાખે છે.
એનેમિયા નામના રોગને તકમરિયા જલ્દીથી કાઢી શકે છે. એનેમિયા રોગ એટલે શરીરમાં રહેલા લોહીના તત્વોની કમી. જે તકમરિયાના સેવનથી કંટ્રોલમાં લાવી શકાય છે. રોજે 3 ચમચી જેટલા તકમરિયાથી લોહીની કમીને પૂરી કરી શકાય છે. તકમરિયામાં રહેલું આયર્ન લોહીની કમીને પૂરી કરવા માટે મહત્વનુ હોય છે. તકમરિયામાં આયર્ન ભરપૂર માત્રમાં મળી રહે છે. તેમજ તકમરિયાના સેવનથી શરીરમાં ઉર્જા પણ ખુબજ રહે છે. થોડા કામ કરવાથી લાગતી થકાન ઓછી કરવા લાગે છે. તકમરિયામાં ઉર્જા પણ ખુબજ માત્રામાં મળી રહે છે.
વજન અત્યારે એક મોટી સમસ્યા બની ગઈ છે. મહિલા કે પુરુષ બંને માટે આ વસ્તુ વધારે પરેશાની વાળી થઈ ગઈ છે. વજન કંટ્રોલ કરવા માટે તકમરિયા એક ઉતમ વસ્તુ છે. રોજે સવારે ભૂખ્યા પેટે 1 અથવા 2 ચમચી પલાળેલા તકમરિયાનું સેવન કરવાથી રોજે ભોજન કરવાની ક્ષમતા ઘટાડે છે. ભૂખ ઓછી લાગે છે. સાથે સાથે શરીરમાં ચરબીનું પ્રમાણ કંટ્રોલમાં રાખે છે. તેનાથી વજન જલ્દીથી ઓછો કરવામાં મદદ મળે છે.
પણ વધુ પ્રમાણમાં તકમરિયાનું સેવન ના કરવું જોઈએ, કેમ કે, તેના લીધે અમુક પરેશાની થવાની સંભાવના થઇ શકે છે.. આમ પણ આયુર્વેદ અનુસાર કોઈ વસ્તુનું વધુ પ્રમાણમાં સેવન ના કરવું જોઈએ. નહિ તો પરેશાની થઇ શકે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.