જ્યારે શરીરની અંદર રહેલી હોજરીમાં એસિડ વધે છે ત્યારે બળતરા થવા લાગે છે અને પેટમાં, છાતીમાં, ગળામાં બળતરા અને ખાટા ઓડકાર આવવાનું ચાલુ થાય છે. એસિડિટી થાય છે ત્યારે શરીરની અંદરના અંગોમા બળતરા થવા લાગે છે. ભોજન પચાવવા માટે શરીરમાં અલગ અલગ પાચક રસો રહેલા હોય છે. આ રસ શરીરમાં બળતરા નથી કરતાં તેનું કારણ છે, ચામડી અને અંગો વચ્ચે રહેલી દીવાલ. પણ જ્યારે આ જઠરમાં રહેલી દીવાલ ઘસાઈ જાય છે ત્યારે તે એસિડ ચામડીના સંપર્કમાં આવે છે પછી ગેસ અને બળતરા રૂપે બહાર આવવા લાગે છે.
- એસિડિટી એટલે શું ? તે કેવી-રીતે થાય છે ?
એસિડિટીના કારણે છાતીમાં જલન ઉત્પન્ન થાય છે. તેનું કારણ છે શરીરમાં રહેલો પાયરોલિક વાલ. આ વાલના કારણે જઠરમાં ગયેલું ભોજન ફરીવાર અન્નનળીમાં આવતું અટકે છે પણ આ વાલના નબળા પડવાથી તે જઠરમાં ગયેલું ભોજન એસિડમાં મિક્સ થઈને પાછું અન્નનળીમાં ચડે છે અને પરિણામ રૂપે અન્નનળીની દીવાલો ઉપર જલન થાય છે અને તેને એસિડિટી કહેવામા આવે છે.
- એસિડિટીના લક્ષણો.
એસિડિટી થાય છે ત્યારે સૌથી પહેલા પેટમાં બળતરા થવા લાગે છે, પેટમાં ગેસ થવો પણ એસિડિટી હોય છે, છાતીમાં બળતરા થવી, વારંવાર ખાટા ઓડકાર આવવા, ઓડકારના કારણે મોઢામાં ખરાબ વાસ આવવી, મોઢાનો સ્વાદ બદલાઈ જવો, જમ્યા પછી ઉલ્ટી થવી, માથું દુખવું, પેટમાં દુખવું, પેટનું ફૂલી જવું. આ બધા જ એસિડિટી થવાના લક્ષણો છે.
- એસિડિટી થવાના કારણો.
નિયમિત તીખું, તળેલું, ગરમ, ખાટી છાશ, દંહી, નિયમિત તીખા મરચાં, ભોજન કર્યા પછી તરત સૂઈ જવું, જમીને જમણી બાજુ ફરી સૂવું, વધારે ચિંતા કરવી, વધારે મગજમાં તણાવ લેવો, ભૂખ્યા પેટે દવા ખાવી અને સૌથી મહત્વનુ કારણ છે વધારે પડતાં ઉજાગરા કરવા. આ બધા સૌથી મુખ્ય કારણ છે એસિડિટી થવાના.
તેમજ આજકાલ લોકોના બિઝનસ અને નોકરી મોડી રાત સુધી ચાલે છે, તેથી મોટા ભાગના બધા લોકો રાત્રે મોડું જમે છે અને રાત્રે વળી ભરપેટ ખાય છે. અને સુવાનો સમય પણ મોડી રાતનો થઇ ગયો છે. તેનાથી ભરપેટ ખાધેલું બરોબર પચતું નથી. એટલે પેટના રોગોની જેવા કે એસીડીટી, ગેસ અને અપચાની શરૂઆત થોડા સમયમાં જ થઇ જાય છે.
- એસિડિટીને રોકવાના ઉપાય.
ભોજન કરીને થોડી વાર પછી ઉપરથી એક ચમચી વરિયાળી ખાવી જોઈએ. વરિયાળી એસિડિટીમાં રાહત આપે છે. એક સંતરાનું જ્યુસ કાઢી તેની અંદર થોડું શેકેલું જીરું અને થોડું સેંધા નમક મિક્સ કરી પીવાથી એસિડિટી મટે છે.
વધારે એસિડિટી થાય ત્યારે એક ચમચી જીરું અને એક ચમચી અજમા ખાંડી તેને એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળો અર્ધો ગ્લાસ જેટલું પાણી વધે પછી તેને ઠંડુ થવા દો. પછી તેની અંદર એક અથવા દોઢ ચમચી ખાંડ મિક્સ કરી તેનું સેવન કરો એસિડિટીમાં રાહત મળી જશે.
તેમજ બપોર કરતા સાંજે ડીનર માં ઓછું જમવાનું રાખો અને ડીનર બાદ થોડું વોકિંગ પણ કરી નાખો. આ એક પેટના રોગોથી બચવાનો સટીક ઉપાય છે. આ સાવ આસન ઉપાય છે છતાં 99% લોકો આ ટીપ્સ ફોલોવ નથી કરતા અને કોઈ એવા ઉપાયની રાહ જુએ છે કે, બસ કોઈ ચમત્કારી ગોળી કે ચૂર્ણ ખાય અને એસીડીટી 1 દિવસમાં જ મટી જાય.
ભોજન કરવા બેસો ત્યારે થોડા ગોળનું સેવન સાથે કરવું જોઈએ. અને ગોળ સાથે ના ભાવે તો, ભોજન કર્યા પછી ઉપરથી ખાવો જોઈએ. ગોળના સેવનથી પાચનક્રિયા મજબૂત બને છે અને એસિડિટીમાં રાહત મળે છે. ગોળના સેવનથી શરીરમાં રહેલા એસિડની ક્ષમતા ઓછી કરે છે અને જલન થવાની સમસ્યા ઓછી થાય છે.
શેરડીનો રસ પીવાથી પણ એસિડિટીમાં રાહત મળે છે પણ ધ્યાન રાખવું રસ તાજો હોવો જોઈએ. ડાયાબીટીસના લોકોએ શેરડીના રસથી દુર રહેવું. કોથમીરનો રસ ચાર ચમચી, એક ચમચી ધાણા-જીરું પાવડર અને અર્ધી ચમચી સાકર પાવડર મિક્સ કરીને પીવાથી એસિડિટીમાં તરત રાહત મળે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.