અત્યારે ઘણા લોકોને દાંતની સમસ્યા થતી હોય છે, દાંતની સમસ્યા આજે આમ બની ગઈ છે. આપણાં ખાન-પાનના લીધે દાંતમાં સડો, પેઢા દુખવા, પેઢા માથી લોહી નીકળવું આવી સમસ્યા થતી હોય છે. દાંતમાં પાયોરિયાની સમસ્યા પણ થાય છે. પાયોરિયા એટલે, દાંત નબળા પડે તેની સાથે દાંત માથી લોહી અને પરુ નીકળે વધારે દાંતમાં દુખાવો થવા લાગે, પેઢા દુખે, મોઢામાં દુર્ગંધ આવે તેવી સમસ્યા એક સાથે થાય તેને પાયોરિયા કહેવામા આવે છે.
અત્યારે નવી નવી ચોકલેટ કે આઇસ્ક્રીમ વગેરે વધારે સેવન કરવામાં આવે છે અને તેનાથી બાળકોને કે, મોટા વ્યક્તિઓને દાંતની સમસ્યા ઊભી થાય છે. તેનું સેવન બને એટલું ઓછું કરવું જોઈએ. જે પણ વસ્તુમાં વધારે શુગર કે, મીઠાસ આવતી હોય છે તેનાથી દૂર રહેવું જોઈએ. તેનું અલ્પ માત્રામાં સેવન કરવું. વધારે સેવનથી દાંતની સમસ્યા ઊભી થઈ શકે છે. આજે તેવી થોડી સમસ્યાને દૂર કરવાના આયુર્વેદિક ઉપાય કહીશું જેનાથી ગમે તેવી સમસ્યામાં રાહત મળી શકે છે.
- લીમડો-
લીમડો આયુર્વેદની સૌથી જૂની ઔષધિ ગણવામાં આવે છે. લીમડો ઘણા પ્રકારના રોગ માટે ઉપયાઓગ કરવામાં આવે છે. લીમડાના ગુણો શરીરની અંદર અને બહારના ભાગના રોગોને ઠીક કરવામાં મદદ કરે છે. દાંતની કોઈ પણ સમસ્યાને લીમડો આસાનીથી દૂર કરી શકે છે. પેઢા કે દાંત દુખે ત્યારે લીમડાના પાનનો રસ કાઢી તે રસ દુખતા દાંત કે પેઢા પર લગાવો અને 5 થી 7 મિનિટ પછી ફૂફાળું ગરમ પાણી કરો અને તેનાથી કોગળા કરી લેવા. દિવસમાં આ વસ્તુ બે થી ત્રણ વાર કરવી દુખાવો થોડા દિવસમાં દૂર થઈ જશે અને પાયોરિયા પણ મટી જશે. લીમડાનું દાતણ કરવાથી ક્યારે પણ દાંતની સમસ્યા થશે નહીં.
- નમક-
દુખાવો કે, પાયોરિયા માટે નમક પણ બેસ્ટ ઉપાય માનવમાં આવે છે. નમકમાં રહેલા એંટીબેક્ટિરિયલ ગુણ દુખાવાના બેક્ટિરિયાને મરવામાં મદદ કરે છે. નમકથી પેઢા, દાંતનો દુખાવો, પાયોરિયા અને પેઢામાં નીકળતું લોહી બંધ થાય છે. નીચે જાણો કે, નમક સીધું દાંતે ઘસવું યોગ્ય છે? કે તેના કોગળા કરવા?
નિયમિત એક અથવા બે ચમચી નમક એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને નિયમિત દિવસમાં બે વાર કોગળા કરવાથી પાયોરિયા, પેઢામાં નીકળતું લોહી જેવી સમસ્યા દૂર થશે. (પણ એક વાત યાદ રાખો- કે નમક ને દાંત કે પેઢા સાથે ઘસવું જોઈએ નહિ ફક્ત પાણીમાં નામક ઓગળીને તેના કોગળા જ કરવા..) આયુર્વેદ પ્રમાણે આ ઉપાય કરવાથી દવાની જરૂર નહીં પડે.
- હળદર-
હળદર પણ કેટલા રોગો સામે રક્ષણ આપી શકે છે. આપણાં આયુર્વેદમાં હળદરને પણ સૌથી સારી ઔષધિ માનવમાં આવે છે. દાંત કે પેઢા વધારે દુખે ત્યારે હળદરને દાંતમાં અને પેઢામાં ઘસવાથી રાહત મળે છે. નિયમિત હળદર ઘસવાથી પેઢામાં નીકળતું લોહી બંધ થઈ જશે. પેઢામાં સોજા આવે ત્યારે પણ એક ચપટી હળદર લઈ અને પેઢા ઉપર હળવા હાથે ઘસવાથી રાહત મળે છે.
- લસણ-
લસણના ગુણ બેક્ટિરિયાને મારવા માટે સૌથી ઉતમ હોય છે. ગમે તે દાંતનો ઉખાવો હોય તેની માટે લસણને પીસીને તેનું રસ કાઢી દુખાવા પર લગાવવાથી થોડા સમયની અંદર દુખાવામાં રાહત મળશે. પાયોરિયા માટે પણ લસણને તેવી જ રીતે પીસીને તેનો રસ કાઢી સડા પર લગાવવાથી આગળ ઇન્ફેક્ષ્ન થશે નહીં. વધારે દુખાવો થાય ત્યારે લસણનો ઉપયોગ કરવો સૌથી વધારે અસરકારક રહે છે.
- લવિંગ
લવિંગના ગુણ પણ સડો રોકવા માટે ઉપયોગી સાબિત થાય છે. લવિંગનો ઉપયોગ ઘણી દવાઓ અને ટૂથપેસ્ટમાં ઉપયોગ કરવામાં આવે છે. દુખાવા માટે લવિંગનો ઉપયોગ ઘણા આયુર્વેદિક ડોક્ટર દ્વારા જણાવવામાં આવે છે. દાંતના અને પેઢાના દુખાવા માટે થોડું લવિંગનું તેલ લેવું અને તેને હળવા હાથે બ્રશ કરો દુખાવામાં રાહત મળશે. એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે, તેલ લાગવતી વખત્તે દુખાવા પર દબાણ ના આવવું જોઈએ. હળવા હાથે લગાવવું.
- ડુંગળી-
જે પણ લોકોને વધારે પાયોરિયાની સમસ્યા છે તેની માટે ડુંગળી વધારે ઉપયોગી બનશે. ડુંગળીના નાના નાના ટુકડા કરી તેને પહેલા ગેસ પર થોડી શેકી લેવી અને તેને જે પણ દાંત વધારે દુખતા હોય તેની બાજુમાં દબાવી દેવી અને મોઢું બંધ કરી લેવું. થોડા સમયમાં મોઢામાં થૂક ભેગું થઈ જશે તેને પૂરા મોઢામાં પાણીની જેમ ફેરવો અને એક મિનિટ પછી તેને બહાર કોગળો કરી લેવો. દિવસમાં આ કાર્ય બે થી ત્રણ વાર કરવાનું રહેશે. આ કાર્ય નિયમિત કરવામાં આવશે તો થોડા દિવસમાં ગમે તેવો દુખાવો દૂર થવા લાગશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.