આજકાલ ઉમર વધવાની સાથે-સાથે આંખો નબળી પડવા લાગે છે. આંખોમાં દેખાવાનું ઓછુ થવા લાગે છે. આજકાલ નાના હોય કે મોટા બધા વ્યક્તિ મોબઈલ, લેપટોપ કે કમ્પ્યુટર નો વધારે કરતા હોવાથી આંખોની બીમારી વધવા લાગી છે. તેના પરિણામે આંખોની બીમારી પણ વધી છે.
મોતિયા લગભગ 40 થી વધારે ઉમરના લોકોને થવાની સંભાવના વધારે હોય છે. જે લોકોને મોતિયા થવાની શરૂવાત થતી હોય તેવા જ વ્યક્તિએ આ ઘરેલું નુસ્ખાનો ઉપયોગ કરવો. જે લોકોને આંખોની તકલીફ વધારે હોય તેવા વ્યક્તિને ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જે લોકોને મોતિયા થવાની શરૂઆત થતી હોય તેવા વ્યક્તિ ને આ ઘરેલું ઉપાય જરૂરથી અપનાવવા જોઈએ આવો જાણીએ મોતિયાને દુર કરવાના ઉપાય. “આ ઉપાયની સાથે નીચે જણાવેલી નોંઘ પણ ખાસ વાંચવી.”
આંખ માટે મધ ફાયદાકારક સાબિત થયું છે. મોતિયા બિંદુને દુર કરવા માટે પાતળું અને શુદ્ધ મધ લેવું અને તેના ટીપા રોજે સવારે નાખવાથી બે કે ત્રણ આઠવાડિયા માં ફર્ક દેખાવા લાગશે કાળા મોતિયા બિંદુ ધીમે-ધીમે દુર થવા લાગશે અને આંખોની દેખાવાની ક્ષમતા વધવા લાગશે. મધના ટીપા રોજે આંખોમાં નાખવાથી આંખો સાફ અને આંખોની ખામી દુર થવા લાગશે. આ ટીપાનો ઉપયોગ સવારના સમયે કરવો અને પછી સારા સાફ અને ઠંડા પાણીથી આંખોને સાફ કરવી.
મોતિયા માં આંખો ઉપર સફેદ પડ થવા લાગે છે તેને દુર કરવા માટે આંબળા નો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવે છે. રોજે સવારે આંબળાનો રસ અને થોડા પ્રમાણમાં મધ મેળવી પીવાથી આંખ પરનું સફેદ પડ દુર થવા લાગશે. જે લોકોને મધ ન ફાવે તે ખાલી આમળા નો રસ પી શકે છે. આમળમાં એવા તત્વો રહેલા છે, જેનાથી આંખોને ઘણો ફાયદો થાય છે.
પાલક અને ગાજરનો રસ બન્ને મેળવી અને પીવાથી પણ મોતિયા માં રાહત મળે છે. અર્ધો ગ્લાસ ગાજરનું જ્યુસ લેવું અને અર્ધો ગ્લાસ પાલક્ના જ્યુસનો લેવો આમ મેળવી ને પીવો જોઈએ. તેવું માનવામાં આવે છે કે કપાલભાતિ નિયમિત રૂપ થી કરવામાં આવે તો પણ મોતિયા બિંદુ દુર થાય છે. ગાજર અને પાલકનાં જ્યુસના તત્વોથી આંખોને ફાયદો થાય છે સાથે સાથે કપાલભાતી યોગ કરવાથી આંખો મજબૂત અને તેજ વાળી બને છે.
જો તમે ઘરે જ મોતિયા બિંદુના ટીપા બનાવવા માંગતા હોય તો, એક ચમચી છાલ ઉતારીને આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ, એક ચમચી સફેદ ડુંગળીનો રસ અને તેમાં ત્રણ ચમચી મધ મેળવવું આ બધું બરાબર મિક્સ કરી અને એક બોટલમાં ભરી લેવું અને એક એક ટીપા આંખમાં નાખવા આમ કરવાથી મોતિયા બિંદુમાં રાહત થવા લાગશે. થોડા દિવસોમાં આંખોમાં રાહત થવા લાગશે સાથે સાથે આંખોના મોતિયો દૂર થવા લાગશે.
જે લોકોને આંખોની પ્રોબ્લમ હોય તેને સવારે ઉઠીને આંખો સાફ પાણીથી બરાબર સાફ કરવી અને પાણી પીવાનું પ્રમાણ પણ વધારે રાખવું જોઈએ દિવસમાં 3 લીટરથી વધારે પાણી પીવું જોઈએ અને જે ફળમાં વધારે પ્રમાણમાં પાણી હોય તેવા ફળ ખાવા જોઈએ જેવા કે, કિવિ, દ્રાક્ષ જેવા પણ વધુ પ્રમાણમા ખાટાના લાગે તેવા ફળો ખાવા, આંખોની સમસ્યા ને દુર કરવા માટે લીલા શાકભાજી ખાવાથી પણ લાભ થાય છે.
આંખોની સમસ્યા દુર કરવા માટે ઉગતા લાલ સૂર્યની સામે થોડી વાર જોવું અને થોડી વાર આંખો બંધ કરી લેવી આવું 2 કે 3 વાર કરવાથી પણ ફાયદો થાય છે. કોથમીર ને ક્રશ કરવી અને તેનો રસ કાઢી અને ગરમ પાણી માં મિક્સ કરવો અને થોડું ઠંડુ થાય પછી આ પાણીથી આંખો સાફ કરવી આમ કરવાથી પણ મોતિયામાં રાહત મળે છે. કોથમીરના જ્યુસનું સેવન પણ કરવું જોઈએ.
- ખાસ નોંધ
આમાંથી કોઈ પણ વસ્તુ નો ઉપયોગ તમારી આંખ પર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. કારણકે માણસોની તાસીર અલગ-અલગ હોય છે. એટલે ઘણા લોકોને આનો ફાયદો થતો નથી અથવા આ વસ્તુથી એલર્જી પણ હોય છે તેથી તેવી વસ્તુથી દૂર રહેવું નહિતો બીજી બીમારી પણ થઈ શકે છે.
તેમજ ઉપરનો કોઈ એક ઉપાય શરુ હોય ત્યારે બીજા ઉપાય અપનાવવો નહિ, તેમજ આ ઉપાય માટે જરૂર કોઈ આયુર્વેદના જાણકાર હોય તેની સલાહ જરૂર લેવી. આ માહિતી ઈન્ટરનેટ પરથી તેમજ અન્ય આયુર્વેદિક સોર્સ માંથી લેવામાં આવી છે. જેની નોંધ લેવી.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.