તમારા શરીરમાં નાની-મોટી અનેક બીમારીઓ થતી હોય છે. અને તે બીમારીને કારણે આપણે વારંવાર ડૉક્ટર પાસે જઈએ છીએ. ત્યારે ડૉક્ટર આપણને દવા આપતા હોય છે. પરંતુ ઘણી વખત તે દવાઓ આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તો તમે ઘરે જાતે કેટલાક ઉપચારો કરીને નાની એવી બીમારીને દૂર કરી શકો છો. જેમ કે કાનમાં દુખાવો, દાંતમાં દુખવું, એસિડિટી, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓને તમે થોડા જ સમયમાં ઘરમાં આયુર્વેદિક ઉપચાર કરીને દૂર કરી શકો છો. ચાલો જાણીએ એવા કેટલાક ઘરેલું ઉપચાર વિશે.
કોઈવાર વાગી જાય તો ઝડપથી લોહી બંધ કરવા- (1) તલના તેલનું પોતું રાખી દો. ઘા પર જલદી રૂઝ આવી જશે. (2) -ઘણા લોકોને ઘા પડે ત્યારે પાકી જતો હોય છે. જેના કારણે રૂઝ આવતી નથી. તો તમે પાટો બાંધો તે પહેલા ઘા પર મીઠાના પાણીમાં પલાળેલો પાટો બંધી દેવો. (3) -હળદરમાં એન્ટીસેપ્ટિક ગુણ રહેલો હોવાથી તેને તેલમાં ગરમ કરી ઘા પર લગાવાથી રૂઝ આવી જશે. (4) ફટકડીને ફુલાવીને પાઉડર બનાવો અને તે પાઉડર ઘા પર બાંધવાથી લોહી નીકળતું બંધ થઈ જશે. (5) મધમાં તલ પીસેલા અને ઘી મિક્સ કરી લગાવાથી ઘામાં ઝડપથી રૂઝ આવી જતી હોય છે.
એસિડિટીના ઘરેલુ ઉપચાર- (1) સફેદ ડુંગળીને પીસીને તેમાં સાકર અને દહીં મિક્સ કરીને ખાઈ જવાથી એસિડિટીમાં રાહત મળશે. (2) – એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટીમાં તમને તરત રાહત મળશે. (3) સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવામાં આવે તો એસિડિટી મટી જાય છે. (4) કાળી દ્રાક્ષ એક તોલો, આમળાનો રસ એક ચમચી જેટલો અને તેમાં અડધી ચમટી જેટલું મધ મિક્સ કરી ખાવાથી એસિડિટી મટી જશે.
ખીલ માટેના ઘરેલુ ઉપચાર- (1) જાયફળને દૂધની મલાઈ સાથે ઘસીને ખીલ ઉપર લગાવામાં આવે તો મટી જાય છે. (2) નારંગીની છાલ ઘસવાથી ખીલ મટી જાય છે. તેને સૂકવી તેનો પાઉડર બનાવી પાણીમાં મિક્સ કરીને લગાવી. (3) -લીલા નાળિયેરનું પાણી રોજ પીવું અને તે જ પાણીથી ચહેરો સાફ કરવો ખીલ જલદી મટી જશે.
કાનનો દુખાવો આ રીતે દૂર કરો- (1)મધના થોડા ટીંપા જો તમે કાનમાં રસી આવતી હોય તો નાખી શકો છો. (2)-કાનમાં સણકા મારતા હોય તો આદુનો રસ કાઢી થોડો ગરમ કરી નાખો મટી જશે. (3) આંબાના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી દુખાવો મટી જશે સાથે સણકા પણ બંધ થઈ જશે.
(4) ઘણી વખત આપણને કાનમાં અવાજ આવતો હોય છે, વરિયાળીને વાટીને પાણીમાં ઉકાળવી. તે પાણીથી જે વરાળ આવે તેને કાન પર લેવાથી કાનનો જે કોઈ પ્રોબ્લેમ હશે તે દૂર થઈ જશે. ઘણી વખત આપણને કાનમાં પરૂ નીકળતું હોય છે. કાનમાં ચસકા આવતા હોય તો ડુંગળીનો રસ અને મધના ટીંપા મિક્સ કરી કાનમાં નાખવામાં આવે તો બંધ થઈ જશે.
દાંતની તકલીફ માટે કરો ઉપાય- (1) લસણ – લસણ શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેવી જ રીતે દાંત માટે પણ ઘણું લાભકારી માનવામાં આવે છે. લસણને છોલીને તેની કેટલીક કળીઓ ચાવીને ખાઈ જવી, તો દાંતના દુખાવામાં રાહત મળશે. આ પ્રયોગ તમે દિવસમાં બે વાર કરી શકો છો. બે-બે કળીઓ ચાવવાથી દાંતના દુખાવામાં આરામ મળશે.
(2) લવિંગ- લવિંગમાં એનલગેસિક અને એનેસ્થેટિકનો ગુણ રહેલો છે. જો તમને દાંતમાં સખ્ત દુખાવો થતો હોય તો લવિંગને દાંતની વચ્ચે દબાવી રાખવાથી રાહત મળશે. પણ ધ્યાન રાખવું કે તમે દિવસ દરમિયાન જ્યારે પણ લવિંગ દાંતમાં મૂકો ત્યારે કંઈ જ ન ખાવું જોઈએ. અને આખા દિવસમાં તમે 2-3 વખત લવિંગ દાંત વચ્ચે મૂકવું જોઈએ.
માથાનો દુખાવો- (1) ઘણાને માથું દુખવાની સમસ્યા રહ્યા કરતી હોય છે. તો તેના માટે દવાઓ ન લેતા ઘરેલુ ઉપચારથી દૂર કરવાનો પ્રયત્ન કરો. (2) દૂધમાં થોડું જાયફળ ઘસી માથા પર લગાવાથી દુખાવામાં રાહત મળશે. (3) કેસર અને બદામને વાટીને માથા પર લગાવાથી અથવા સૂંઘવાથી તમને માથાનો દુખાવો દૂર થઈ જશે.
(4) ડુંગળીથી પણ તમારા માથાનો દુખાવો દૂર થઈ જશે. તેનો રસ માથા પર લગાવો અથવા તેને સૂંઘવી થોડી વારમાં દુખાવો ગાયબ થઈ જશે. (5) માથાના દુખાવામાં તમે આદુ, લીંબુ, આમલીનું શરબત બનાવીને પી શકો છો. (6) જો તમારે તરત રાહત મેળવવી હોય તો લસણની એક કળીનો રસ બનાવી લો, અને પછી તેને પી જાવ. દુખાવામાં તરત આરામ મળી જશે.
બાળકો માટે તુલસી ગુણકારી- (1) તુલસીના ઘરેલુ ઉપચારથી નાના બાળકોને ઘણી બીમારી દૂર કરી શકાય છે. (2) -બાળકોને શરદી, તાવ આવ્યો હોય ત્યારે તુલસીના પાનનો રસ ગરમ કરી છાતી અને કપાળ પર ઘસવો. તેને સૂંઘવાથી પણ શરદીમાં રાહત મળે છે. જો બાળક મોટું હોય તો તમે એક ચમચી તુલસીના રસમાં મધ મિક્સ કરીને આપી શકો છો. (3) બાળકોને નિયમિત તુલસીના પાનનો રસ આપવામાં આવે તો તંદુરસ્તી જળવાય રહે છે.
(4) નાના બાળકોને દાંત આવે ત્યારે ઝાડા થઈ જતા હોય છે, ઘણાને તાવ પણ આવી જતો હોય છે. તો તુલસીનો રસ પીવડાવામાં આવે તો દાંત સહેલાઈથી ફૂટી જાય છે. અને બીજી કઈ તકલીફ પણ પડતી હોતી નથી. (5) -ઘણી વખત સૂકી ઉધરસના કારણે બાળકોને તાવ આવી જતો હોય છે. તો આજુનો રસ, તુલસીનો રસ સપ્રમાણમાં લઈ મધ મિક્સ કરી ચટાડવાથી ફાયદો થશે. (6) શરદી, ઉધરસ, કફ, ઝાડા કે ઉલ્ટીમાં તુલસીનો રસ પીવડાવાથી ઘણો ગુણ કરે છે.
ચહેરા પરના ડાઘ દૂર કરવા- (1) -ફુદીનાના પાનની સૂકવણી કરી તેનો પાઉડર બનાવો, અને તેને પાણીમાં મિક્સ કરીને લગાવાથી ડાઘ દૂર થઈ જશે. અથવા ફુદીનાના પાંદડાને પાણીમાં ભેળવીને ક્રશ કરી પેસ્ટ બનાવી ડાઘ પર લગાવો ધીમેધીમે મટી જશે. આ પેસ્ટને તમારે ચહેરા પર 20 મિનિટ સુધી રાખવી અને સૂકાઈ જાય એટલે ઠંડા પાણીથી ચહેરો સાફ કરી નાખો. વીકમાં તમે આ પ્રયોગ બે વાર કરી શકો છો.
(2 ડાઘ-ધબ્બા દૂર કરવાનો બેસ્ટ ઉપાય છે. બટાકો. બટાકાની સ્લાઈસ કરી તેને ચહેરા પર મૂકવી અને થોડી વાર પછી તેને 10 મિનિટ સુધી ઘસવાથી ચહેરા પરના ડાઘ દૂર થઈ જશે. જો વધારે ડાઘ પડ્યા હોય તો 2-3 વખત દિવસમાં બટાકાનો પ્રયોગ કરવો જરૂર ફાયદો થશે.
(3) એક ભાગમાં બેકિંગ સોડા અને બે ભાગનું પાણી મિક્સ કરી ડાઘ પર હળવા હાથે એક મિનિટ સુધી માલિશ કરવી. થોડી વાર રહી તેને ધોઈ નાખવું. હળવા હાથે મિશ્રણ ઘસવું વધારે ભાર દઈને ઘસવું નહીં. આ રીતે તમે નાની એવી સમસ્યાઓને ઘરે જ ઉપચાર કરીને દૂર કરી શકો છો. ડૉક્ટર પાસે જવાની પણ જરૂર નહીં પડે. આયુર્વેદિક ઉપાયોથી જલદી રાહત મળશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.