અત્યારે શિયાળાની રૂતુ ચાલી રહી છે પણ અત્યારે ઘણા લોકોને સ્વાસ લેવાની તકલીફ થતી હોય છે મોટા ભાગના લોકોને ચોમાસામાં વધારે તકલીફ થાય છે. આજે જાણીએ કે સ્વાસ છડતો હોય તે બીમારીને અસ્થમાના દર્દી કહેવામા આવે છે. તેવા દર્દી માટે થોડી આ ઘરેલુ વસ્તુ તેમની તકલીફ ઓછી કરવામાં ખૂબ મદદ કરશે.
અસ્થમાના દર્દીને વધારે ખુલ્લી જગ્યામાં રહેવાનુ કરવું જોઈએ જે જગ્યા પર તાજી અને વધારે હવા મળતી રહે તેવું કરવાથી સ્વાસની ક્રિયા સારી થતી રહે છે. તેથી કોઈ પણ નાની બાબતમાં સ્વાસ ચડવાનું બંધ થઈ જશે કોઈને અંધારું કે કોઈ વસ્તુના ડરથી પણ સ્વાસ ચડવાનું ચાલુ રહે છે તે માટે પેલા તો જે પણ વસ્તુથી ડરતા હોવ તેનો ડર તમારા મનમાંથી બહાર કાઢવો જેનાથી સ્વાસ ચડવાનું ઓછું થઈ જશે.
બીજી વસ્તુ છે કે જ્યારે પણ પીવાના પાણીનો ઉપયોગ કરો તે સ્વચ્છ હોવું જરૂરી છે ગમે તેવું પાણી પીવાથી અસ્થમાની તકલીફ વધી શકે છે તેનાથી બચવા માટે વધારે સારા પાણીનું સેવન કરવું. અસ્થમાના દર્દી માટે વધારે સારી વસ્તુ મધ પણ માનવામાં આવે છે. આયુર્વેદમાં પણ અસ્થમાના દર્દી માટે મધનું સેવન ફાયદા વાળું કહેવામા આવ્યું છે. આ ઈલાજ કરવા માટે એક ગ્લાસમાં સારું શુદ્ધ મધ લઈ તેને નાક પાસે રાખી પછી સ્વાસ લેવો તેવું વારંવાર કરવાથી સ્વાસ ચડવાની તકલીફ ઓછી કરશે સમય જતાં અસ્થમાની બીમારી ઝડથી કાઢી શકે છે.
સ્વાસ લેવામાં તકલીફ થતાં દર્દીને ભોજન પણ ખુબજ સમજી વિચારી કરવો જોઈએ જેનાથી શરીર માટે કોઈ સમસ્યા ઊભી ના કરે. એવો ખોરાક લેવો જોઈએ જેનાથી શરીરમાં એસિડનું પ્રમાણ વધે નહીં જેનાથી સ્વાસ ચડવાની તકલીફ ઓછી કરે છે વધારે એસિડ શરીરમાં રહેવાથી સ્વાસ લેવાની તકલીફ જલ્દીથી ઊભી કરે છે. બીજી પણ એક વસ્તુ છે સાત દિવસમાં એક દિવસનું ભોજન એક સમય લેવાથી ઘણી રાહત મળે છે.
જેટલી તમને ભૂખ લાગે તેનાથી થોડી ઓછી માત્રામાં ખોરાક લેવો જોઈએ અને ખોરાકને ધ્યાનથી અને વધારે ચાવીને ખાવો જોઈએ. દિવસમાં ભરમાં તમે જેટલું પાણી પીવો તેનાથી વધારે પાણીનું સેવન કરવાનું રાખવાનું તેનાથી શરીરમાં વધારાનું એસિડ જલ્દીથી બહાર આવે છે અને સ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે તે ઓછી કરે છે.
અસ્થમાના દર્દી માટે પીળી હળદર પણ ફાયદાકારક હોય છે સ્વાસ ચડતો હોય તેવું લાગે ત્યારે જલ્દીથી એક ગ્લાસ દૂધમાં હળદર મિક્સ કરી પીવાથી રાહત મળે છે. આ ઉપાય દિવસમાં 1 થી 2 વાર કરવો. આ ઉપાય કરો તે પહેલા કઈ ખાવું નહીં પેટ ખાલી રહેવું જરૂરી છે.
તુલસી વિષે તમે સાંભળ્યુ હશે જેનો ઉપયોગ ઘણી અલગ અલગ બીમારીઓમાં કરવામાં આવે છે. તે તુલસી અસ્થમાના દર્દી માટે રામબાણ ઈલાજ છે તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણીએ. રોજે તુલસીના 10 કે તેથી વધુ પાનનું સેવન કરવું અથવા તેનો રસ કાઢી તેનું સેવાના કરવાથી પણ સ્વાસ લેવાની તકલીફ સમય જતાં ઓછી કરે છે તુલસી સાથે આ બીજી બે વસ્તુ મિક્સ કરવાથી પણ સારો ઈલાજ થઈ શકે છે.
તુલસીના રસમાં આદું અને મધ મિક્સ કરવા આદું અને મધનું સેવન કરવાથી અસ્થમાના દર્દીને રાહત જલ્દીથી મળે છે પણ તુલસીના રસમાં આદું અને મધ મિક્સ કરીને પીવાથી સ્વાસ ચડતો તરત બંધ થાય છે. આ વસ્તુનો નિયમિત સેવન કરવાથી સ્વાસ ચડવાની તકલીફ ઓછી કરે છે.
અસ્થમાના દર્દી માટે અંજીર પણ વધારે ફાયદાવાળું વસ્તુ છે અંજીરથી કફને બહાર કાઢી શકાય છે તે તમે જાણતા હશો તેથી સ્વાસ ચડતા વ્યક્તિને રોજે અંજીરનું સેવન કરવું જોઈએ તેનાથી સ્વાસ નળીમાં એકઠો થયેલો કફ ઓગાળવામાં મદદ કરે છે. તેથી તે કફ નીકળતા સ્વાસની ક્રિયા સારી બને છે. રોજે રાત્રે 2 અંજીરને પાણીમાં પલાળી રાખો સવારે ભૂખ્યા પેટે તેનું સેવન કરવું.
સૌથી જરૂરી છે જે વસ્તુની એલર્જી હોય તેનાથી દૂર રહેવું. કોઈને ધૂડથી હોય છે કોઈને ધુમાડાથી એલર્જી હોય છે તેથી જેટલું બને તેટલું તેનાથી દૂર રહેવું જેથી સ્વાસની તકલીફ ઊભી થતી અટકે છે. ઘરે આ પ્રયોગ ચાલુ હોય ત્યારે ખાસ આ વસ્તુની કાળજી રાખવી. વધુ કાળજી રાખશો તેમ જલ્દી આ રોગથી છૂટકારો મળશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.