હાલના સમયમાં છોકરી હોય કે છોકરો નાની ઉંમરમાં તેના વાળ ખરવા લાગતા હોય છે. જેના કારણે અકાળે ઉંમરલાયક હોય તેવો અહેસાસ થવા લાગતો હોય છે. તેના માટે ખાણી-પીણી, ફાસ્ટફૂડ, પ્રદૂષણ, વાતાવરણ વગેરે જવાબદાર છે. અત્યારના પાણી પણ એટલા શુદ્ધ રહ્યા નથી કે જેનાથી વાળ બચાવી શકાય.
ઘણા વ્યક્તિને તો વાળનો ગ્રોથ દિવસેને દિવસે ઓછો થતો જાય છે. તે ગ્રોથને જાળવી રાખવા અને વાળને સુંદર બનાવવા માટે આજે એક ઉપાય લઈને આવ્યા છીએ જેનાથી તમારા વાળ સુંદર, ચમકીલા, જાડા થશે. તેના માટે બજારમાં મળતા મોંઘા શેમ્પૂ કે કંડિશનરનો ઉપયોગ કરવાનો નથી. તમારા ઘરમાં રહેલી વસ્તુનો જ ઉપયોગ કરવાનો છે.
વાળને લાંબા અને જાડા બનાવવા માટે તમારે દહીં અને મેથીનો ઉપયોગ કરવાનો રહેશે. કેવી રીતે વાળમાં લગાવશો તે જોઈએ.
1 વાડકી દહીં લેવું, 1 મોટી ચમચી મેથીનો પાઉડર, 1 વિટામિન-ઈની કેપ્સ્યુલ તે પાર્લર અથવા મેડિકલમાં મળતી હોય છે.એક વાડકી દહીં લેવાનું, તેમાં મેથી પાઉડર માપ પ્રમાણે લેવાનો રહેશે.
દહીં ખાટું હોય તો વધારે સારું રહેશે. હવે તેમાં એક વિટામિન-ઇની કેપ્સ્યુલ નાખો. આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લો. તેને વાળમાં લગાવો. 30 મિનિટ સુધી વાળમાં રહેવા દેવું જોઈએ. પછી પાણી વડે સાફ કરી નાખવું.
-આ પેસ્ટ લગાવો ત્યારે વાળ કોરા હોવા જોઈએ અને તમારા વાળમાં તેલ ન લાગેલું હોય તેનું ધ્યાન રાખવું. આ પેસ્ટ લગાવો તે દિવસે વાળને સાદા પાણીથી જ સાફ કરવા, શેમ્પૂનો ઉપયોગ જરાપણ ન કરવો.
-બીજા દિવસે વાળને શેમ્પૂ વડે સાફ કરો. એક વખત ધોયા પછી પણ વાળ તેલ વાળા લાગતા હોય તો 1 ચમચી જેટલો લીંબુનો રસ વાળમાં લગાવી અથવા પેસ્ટમાં નાખી શકો છો. જેના લીધે તમારા વાળમાં ચીકાશ રહેશે નહીં.
દહીંના ફાયદા- દહીંમાં પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં હોય છે. જે લોકો નોન વેજ નથી ખાતા તેમના શરીરમાં પ્રોટીનની ઉણપ જોવા મળતી હોય છે. તે આપણને દહીમાંથી મળી રહે છે. એટલે વાળ માટે દહીં બેસ્ટ ઓપ્શન છે. દહીં લગાવવાથી તમને ડેન્ડ્રફ થયો હશે તે દૂર થશે. વાળમાં ચમક આવશે. એક કંડિશનર તરીકે કામ કરે છે, જેથી શુષ્ક વાળને દૂર કરી નવા વાળ લાવવાનું કામ કરે છે દહીં.વાળમાં દહીં લગાવવાથી તેને પૂરતું પોષણ મળી રહે છે. જેથી ડેમજ વાળ ઓછા થાય છે.
મેથીના ફાયદા- મેથીથી ચામડીના રોગ થતા હોતા નથી. મેથી શરીર માટે ઘણી ફાયદાકારક છે. એવી જ રીતે માથાની સ્કીનમાં મેથી લગાવામાં આવે તો તેનાથી ચેપ લાગતો હોતો નથી. અને વાળ લાંબા કરી શકાય છે. કડવાશના કારણે વાળમાં ડેન્ડ્રફ થતો નથી. મેથીથી વાળ મૂળમાંથી મજબૂત બને છે. આ બધા કારણો પાછળ મેથીમાં એન્ટી-ડેન્ડ્રફનો ગુણ રહેલો છે. તેનાથી લાભ થાય છે.
જો વાળને લાંબા કરવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.