👉 આપણા ભારત દેશની સંસ્કૃતિને સૌથી જૂની માનવામાં આવે છે. હજારો વર્ષો પહેલા લખેલી વાતોનું વર્ણન કરતાં આજે જાણવા મળે છે કે, આજની ટેકનોલોજીના યુગમાં પણ આવી માહિતી એકત્રિત નથી કરી શકતા તે બધી માહિતી આપણા ભારતના ઋષિમુનિઓએ આજથી હજારો વર્ષો પહેલા લખેલી છે. જેમાં શ્રીકૃષ્ણના કંઠે વર્ણન કરેલ ગીતાજીમાં જીવન જીવવાની બધી માહિતી આપેલી છે.
👉 ઘણી વાર બધા લોકો ચર્ચા કરતાં હોય છે કે, આપણે આહાર કેવો લેવો જોઈએ શાકાહારી કે માંસાહારી આ બંને વસ્તુનું સેવન કરવું કે કોઈ પણ એક વસ્તુનું સેવન કરવું આ વાતની બધા લોકો ચર્ચા કરતાં હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને આહાર કેવો લેવો જોઈએ તેનું પણ વર્ણન કર્યું છે.
👉 ગીતાજીમાં અનેક વાતોનો ઉલ્લેખ કરેલો છે. જેમાં આપણો હિન્દુ ધર્મ સૌથી જૂનો અને પવિત્ર કહેવામાં આવ્યો છે. ઉપરાંત ગીતાજીમાં મનુષ્યના 3 અલગ અલગ ગુણોનું વર્ણન કર્યું છે. જેમાં રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણ જે બધા મનુષ્યોની અંદર રહેલ હોય છે.
👉 ગીતાના 17 માં અધ્યાયના 7 માં શ્લોકમાં મનુષ્યને સાત્વિક, તામસી અને રાજસી આ 3 ખોરાક વિશે જણાવવામાં આવ્યું છે. ઉપરાંત આ ખોરાક કઈ-કઈ રીતે મનુષ્યના શરીરમાં અસર કરે છે તે પણ દર્શાવામાં આવ્યું છે. તો આવો જાણીએ આ બધા ખોરાક વિશે.
🥩 તામસી આહાર :- જમવાના 3 કલાક પહેલા બનેલું ભોજન તામસી કહેવામાં આવે છે. અર્થાત વાસી ખોરાક ગણાય છે. ગીતાજીમાં કહેલું છે કે, આવો ખોરાક સ્વાદ વગરનો હોય છે અને અશુદ્ધ હોય છે. દારૂ, મશરૂમ, ફ્રોઝન કરેલ ખોરાક, માંસાહારી ખોરાક અને ડુંગળી ઇત્યાદિ આહાર તામસી માનવામાં આવે છે. જે ખોરાક ખાવાથી નુકશાન થાય છે.
🥩 ગીતામાં કહેવામાં આવ્યું છે કે, આપણા શરીર માટે સૌથી વધુ ફાયદાકારક શાકાહારી ખોરાક માનવામાં આવે છે. જે આપણા શરીરમાં ઘણો ફાયદો કરે છે. જો તમે તામસી આહાર ભોજનમાં લ્યો તો આપણા આંતરડા તેનું પાચન જલ્દીથી કરી શકતા નથી. પરિણામે શરીરમાં બીમારી થવાનું જોખમ વધી જાય છે.
🥩 મેડિકલ રિસર્ચ મુજબ વાસી ખોરાક ખાવાથી પણ બીમારી થઈ શકે છે. તેથી તાજો બનેલો ખોરાક આહારમાં લેવો વધું હિતાવહ ગણાય છે.
🍟 રાજસી આહાર :- રાજસી ખોરાક અર્થાત મસાલાથી ભરપૂર ખોરાક જેમાં શાકાહારી ખોરાકમાં વધુ મસાલાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તેને રાજસી ખોરાક કહેવામાં આવે છે.
🍟 આ ખોરાકમાં ગરમ મસાલાનો વધુ ઉપયોગ થાય છે. તેથી વધુ સેવન કરવામાં આવે તો છાતીમાં બળતરા અને એસિડિટી જેવી સમસ્યા વધારે થાય છે. આ ખોરાક ખાવાથી સ્વાદમાં તો સંતુષ્ટિ મળી જાય છે. પણ આરોગ્ય માટે હિતાવહ ગણાતું નથી.
🥦 સાત્વિક આહાર :- ગીતામાં સાત્વિક આહારની વાત જણાવવામાં આવી છે કે, જે લોકો સાત્વિક આહારનું સેવન કરે છે. તેઓનું આયુષ્ય વધારે હોય છે અને તેમની રોગો સામે પ્રતિકાર આપતી શક્તિ એટલે કે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. ઉપરાંત આ ખોરાકનું સેવન કરવાથી ક્યારેય પણ નુકશાન થતું નથી. જેથી તમારું સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત અને નીરોગી રહે છે. આપણા ઋષિમુનિઓ શાકાહારી ખોરાક ( સાત્વિક ખોરાક ) ભોજનમાં લેતા હતા અને વર્ષો સુધી તપસ્યા કરી શકતા હતા.
🥦 સાત્વિક આહાર ભોજનમાં લેવાથી પાચનશક્તિને કોઈ નુકશાન થતું નથી અને ખોરાક જલ્દીથી પચી જાય છે. આ ખોરાકમાં મસાલાનો ઉપયોગ ઓછી માત્રામાં થવાથી શરીરમાં નુકશાન થતું નથી. જેથી એસિડિટી, અપચો જેવી સમસ્યા થતી નથી. જે લોકો સંપૂર્ણ શાકાહારી હોય છે. તેઓ સાત્વિક આહાર લેતા હોય છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.