મિત્રો તમારી સવારનું પહેલું કામ શું હોય છે? આ કઈ પૂછવાનો સવાલ છે. આનો જવાબ તમે એમ જ આપશો કે અમે સવારમાં ઉઠીને દરરોજ દાંત સાફ કરીએ છીએ. એટલે કે સવારના ઉઠતાની સાથે અમે બ્રશ કરીએ છીએ. જે આપણો નિયમિતનો ક્રમ હોય છે.
તમે જાણો છો કે આખી રાત આપણું મોઢું બંધ હોય છે. જેને કારણે જયારે આપણે સવારમાં ઉઠીએ છીએ ત્યારે મોં માંથી દુર્ગંધ આવે છે. જેને દુર કરવા માટે બ્રશ કરવું જરૂરી છે. મોં માં રહેલ કીટાણું ને દુર કરવા જરૂરી છે. જો તેમ ન કરવામાં આવે તો ઘણી બીમારી ફેલાઈ શકે છે. આથી બ્રશ કરવું એ આપણા માટે ફયાદાકારી છે.
પણ એક ખાસ વાત એ છે કે તમે બ્રશ કરો છો, એ સારી વાત છે. પણ ઘણા લોકો નથી જાણતા હોતા કે બ્રશ કેમ કરવું જોઈએ, ક્યાં સમયે કરવું જોઈએ, કેટલી વખત કરવું જોઈએ, તેમજ કેટલો સમય કરવું જોઈએ? આવા સવાલો છે જે તમને જાણવા જરૂરી છે. તો તમે તમારા દાંતની યોગ્ય રીતે સફાઈ કરી શકશો.
આપણે એવું માનતા હોઈએ છીએ કે મોઢાની દુર્ગંધ દુર થઈ જાય એટલે ઘણું ઘણું. પણ ખરેખર એવું નથી, બ્રશ કરવાની સાચી રીત જાણવી એ પણ જરૂરી છે, આથી આજે અમે તમને બ્રશ કરવાની સાચી રીત અને સમય વિશે જણાવીશું.
આપણા માટે દાંતની સફાઈ એ ખુબ જરૂરી છે. જેને Oral Health કહેવામાં આવે છે. જો તમે દાંતની બરાબર રીતે સફાઈ નથી કરતા તો અનેક બીમારી થઈ શકે છે. જેમ કે હૃદય રોગ, કેન્સર જેવી ખુબ જ ખતરનાક બીમારીના શિકાર તમે થઈ શકો છો. આથી ફીટ અને તંદુરસ્ત રહેવા માટે દાંતની સફાઈ કરવી જરૂરી છે.
ઘણા લોકો એવા હોય છે જેઓ બ્રશ તો કરે છે પણ પોતાના દાંતને ખુબ જ ઘસ્યા કરે છે, જે ન કરવું જોઈએ. જો તમે યોગ્ય રીતે બ્રશ કરો છો તો તમને દાંતમાં પ્લાક ની સમસ્યા નથી થતી. દાંતમાં થતી કેવીટી દુર કરી શકાય છે. પેઢામાં સડો બેસવાથી બચી શકાય છે. oral કેન્સર નું જોખમ ઓછુ રહે છે.
- કેટલો સમય સુધી બ્રશ કરવું જોઈએ.
આ વિશે તમને જણાવી દઈએ કે અમેરિકન ડેન્ટલ એસોસીયેશન આ વિશે કહે છે કે દરેક વ્યક્તિએ દરરોજ બે વખત બ્રશ કરવું જોઈએ. અને ખાસ એ વાત કે માત્ર 2.30 મિનીટ જ બ્રશ કરવું, દાંતને બહુ ઘસવા નહિ. અને 2.30 મિનીટ માં જ દાંતના પ્લાક દુર થઈ જાય છે. એક રીસર્ચ અનુસાર ઘણા લોકો માત્ર 45 સેકંડ જ બ્રશ કરતા હતા, ઘણા લોકો ઘણો વધુ સમય લેતા હતા. આમ દાંતને લાંબા સમય સુધી ઘસતા રહેવાથી દાંતની ઈનેમલ ખરાબ થઈ જાય છે.
- કયું ટુથપેસ્ટથી બ્રશ કરવું જોઈએ.
આ માટે તમને જણાવી દઈએ કે તમારે જે ટુથપેસ્ટમાં ફ્લોરાઈડની યોગ્ય પ્રમાણમાં હોય તેનો ઉપયોગ કરવો જોઈએ.આ માટે યુવાનોએ 1400 થી ઓછું પીપીએમ ફ્લોરાઈડ વાળું ટુથપેસ્ટ વાપરવું જોઈએ. જયારે 6 વર્ષની નાના બાળકોએ 1000 થી ઓછું પીપીએમ ફ્લોરાઈડ વાળું ટુથપેસ્ટ વાપરવું જોઈએ. દરેક વ્યક્તિએ વટાણા નાં દાણા જેટલું જ ટુથપેસ્ટ વાપરવું. બ્રશ પર વધુ ટુથ પેસ્ટ ના લગાવવી.
- ક્યાં ટુથબ્રશ નો ઉપયોગ કરવો.
દાંતને સાફ કરવા માટે તમારે કુણા બ્રીસલ્સ ધરાવતા બ્રશનો ઉપયોગ કરવો. જેનાથી દાંતની ઉપરની પરત ઘસાવાની શક્યતા રહે છે. જો તમે કડક બ્રશનો ઉપયોગ કરો છો તેનાથી તમરા દાંત ઘસાઈ જશે. તેનાથી દાંતના ઈનેમલ ખરાબ થાય છે. દાંત બહારથી ચોખ્ખા અને મજબૂત દેખાશે પણ અંદરથી કમજોર થઈ જશે.
- બ્રશ કરવાનો યોગ્ય સમય કયો.
તમારે દિવસમાં બે વખત બ્રશ કરવું જોઈએ. જો કે ઘણા ડોક્ટર અમુક વસ્તુ ખાધા પછી બ્રશ કરવાનું કહે છે. બીજા ઘણા ડોકટર દિવસમાં એક વાર બ્રશ કરવાની સલાહ આપે છે. પણ તમારે સવારે અને રાત્રે એમ બે વખત બ્રશ કરવું જોઈએ. તેમજ જો તમે કોઈ એસીડ વાળી વસ્તુ ખાવ છો અથવા તો કોઈ સોડા પીવો છો તેના પછી પણ બ્રશ કરવું જોઈએ. એસિડના કારણે દાંતના ઈનેમલ ખરાબ થઈ જાય છે.
- માઉથ વોશ ઉપયોગ કરવો જોઈએ કે નહિ.
તમારે બ્રશ કર્યા પછી તરત જ માઉથ વોશ નો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે બ્રશ કર્યા પછી દાંતમાં જે ફ્લોરાઈડ હોય છે તે માઉથ વોશના ઉપયોગથી દુર થઈ જાય છે. આથી તમારે માઉથ વોશ નો ઉપયોગ એટલા માટે કરો છો કારણ કે તેનાથી દાંતમાં સડો ન થાય. આથી આથી તમારે જો માઉથ વોશ કરવું જ હોય તો તે માટે બીજો કોઈ સમય પસંદ કરવો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.