15 ઓગસ્ટ 2021 ના રોજ OLA કંપનીએ ઇલેક્ટ્રિક સ્કુટરના 2 મોડલ લોન્ચ કર્યા હતા. આ 2 મોડલ આવતાની સાથે જ ઇલેક્ટ્રિક વાહનની સાથે સાથે પેટ્રોલ વાળા વાહનના માર્કેટમાં પણ ધરતીકંપ આવી ગયો હતો. તેનું કારણ છે કે, OLA સ્કુટરની દમદાર સ્પીડ, લોંગ રેંજ અને અદ્ભુત ટેકનોલોજી. હવે લોકો 10 વખત પેટ્રોલ વાળી બાઈક લેવા પહેલા જરૂર વિચાર કરશે.
આજે આપણે વાત કરવાની છે OLA સ્કુટરમાં રહેલી અદ્ભુત ટેકનોલોજી વિશે કે, જે ખાસ કરીને સ્ત્રીઓ અને છોકરીઓ માટે ખુબ મદદરૂપ બની શકે છે અને સાથે સાથે તેમના ઘરના લોકો માટે પણ એક આશાનું કિરણ સાબિત થઈ શકે છે. તો આવો જાણીએ કે આ OLA સ્કુટરના અદ્ભુત એ ફીચર વિશે કે, જે સ્ત્રીઓ અને છોકરીઓ માટે ખુબ વરદાનરૂપ બની શકે છે.
તમે જો એક સ્ત્રી કે છોકરી છો તો ખાસ આ લેખ પૂરો વાંચજો તેમજ બીજી સ્ત્રીઓ સાથે પણ શેર કરજો. તેમજ જો તમે એક પુરુષ છો તો પણ આ લેખ ખાસ વાંચજો કેમ કે તમાર ઘરની સ્ત્રીઓ તેમજ તમારી લાડકી દીકરીની સેફટી માટે આ ફીચર કેટલું મહત્વનું છે તે જાણીને જરૂર તમે OLA સ્કુટર એકવાર લેવા માટે જરૂર વિચારશો.
- 1. શેર લાઈવ લોકેશન
“શેર લાઈવ લોકેશન” એ ફીચર એવું છે કે, તમારી પત્ની અથવા દીકરી જયારે બાઈક લઈને ક્યાય જાય અથવા ક્યાયથી આવતી હોય તો તે સ્કૂટરની સ્ક્રીન પરથી જયારે “શેર લાઈવ લોકેશન” પર ક્લિક કરે તો જે તે વ્યક્તિને તેનું તે જ્યાં હશે ત્યાનું લોકેશન પહોચી જશે. તેમજ તમે ઘરે બેસીને પણ જાણી શકશો કે તે ક્યાં પહોચી છે, અથવા તે ક્યાં રોડ પરથી આવી રહી છે. તેમજ તેને ઘરે પહોચવામાં એટલો સમય લાગશે વગેરે.. વગેરે..
આ ફીચર માં-બાપ માટે વરદાન રૂપ બની રહશે કે, જેમને તેની જોબ કરતી દીકરીઓની ચિંતાનો અંત આવી શકે છે. તેમજ આ ફીચારથી ઘરે સ્કુલ -કોલેજમાં જતી ગર્લની પણ ચિંતામાં પણ હવે ઘરના વડીલોને પણ રાહત મળશે. આ ફીચર સ્ત્રીઓ અને ગર્લની સેફટી માટે ખુબ મહત્વનું સાબિત થશે.
- 2. સાઈડ સ્ટેન્ડ એલર્ટ
ઘણી સ્ત્રીઓ કે જે એકટીવા અથવા જ્યુપીટર જેવી બાઈક ચલાવતી હોય છે તેમાંથી મોટા ભાગની સ્ત્રીઓની તકલીફ એ હોય છે કે તે ઘણી વાર બાઈકનું સાઈડ સ્ટેન્ડ ચડાવવાનું ભૂલી જાય છે. અને પરિણામે તે ઘણીવખત એકસીડન્ટ સાઈડ સ્ટેન્ડના લીધે પણ થાય છે. પણ આ OLA સ્કુટરનું એક મહત્વનું ફીચર તમને યાદ અપાવશે કે, સ્ટેન્ડ હજુ ચડ્યું નથી. મતલબ કે, સ્કૂટરની ડિસ્પ્લે પર “RED ERROR” આવી જશે અને તમને જણાવશે કે સ્ટેન્ડ હજુ ચડ્યુ નથી. આ ફીચર સ્ત્રીઓની સાથે સાથે ઘણી વખત પુરુષોને પણ કામમાં આવી શકે છે. (કારણકે તેઓ પણ ઘણીવાર ભૂલી જાય છે.)
- 3. પ્રોફાઈલ ડ્રાઈવિંગ
Ola સ્કુટરમાં આ એક જબરજસ્ત ફીચર છે, આને અમે પ્રોફાઈલ ડ્રાઈવિંગ એવું નામ આપ્યું છે. તો આ ફીચરમાં તમે ફેમીલીની પ્રોફાઈલ બનાવી શકો છો. એટલે કે તમારા વાઈફની, મમ્મીની કે તમારી દીકરીની પ્રોફાઈલ બનાવી શકો છો. હવે આ સ્કુટર ધારો કે, તમારી વાઈફ ચલાવે છે. તો તમે તેની પ્રોફાઈલ પ્રમાણે સ્કુટર કંટ્રોલ કરી શકશો. એટલે કે, તમે સ્પીડ લીમીટ 40 ની રાખી શકશો. તેમજ સ્પોર્ટ્સ અને હાઈપર મોડ લોક કરી શકશો. તેમજ તમે ચલાવનારનું લાઈવ લોકેશન પણ જોઈ શકશો. આવી જ રીતે તમારી દીકરીની પ્રોફાઈલ બનાવીને તેની સ્પીડ 50 સેટ કરી શકો છો. એટલે તે 50 ની સ્પીડ કરતા ક્યારેય વધુ ચલાવી જ ના શકે. એટલે તમારી ઘણી ચિંતા દુર થઇ જશે.
- 4. હિલ હોલ્ડ
આ ફીચર પણ સ્ત્રીઓ માટે અદ્ભુત છે. ઘણી સ્ત્રીઓ કે ગર્લ્સ બાઈક ને પુરુષોની જેમ આસાનીથી ખેંચી શકતી નથી. તેમને બાઈક ભારે લાગે છે. અને જો વખત ઢાળ હોય ત્યારે સ્ત્રી બાઈકને બરોબર હેન્ડલ કરી નથી શકતી. તે ક્ન્ફ્યુસ થઇ જાય છે અને અંતે બાઈક પર કન્ટ્રોલ નથી રહેતો. જયારે OLA સ્કુટર ઢાળ વાળી પરિસ્થિતિમાં એક અદ્ભુત ફીચર આપે છે. જયારે તમારી બાઈક ઢાળમાં હશે ત્યારે પણ તે સ્થિર રહેશે. મતલબ કે તમારે બ્રેક મારવાની જરૂર નથી પડે. આ સ્કૂટરની મોટર ઢાળમાં પણ ઢળી નહિ જાય. તે પ્રોપર રીતે સ્થિર રહશે.
- 5. રીવર્સ મોડ
બાઈકનો આ ફીચર પણ સ્ત્રીઓ માટે ખુબ ઉપયોગી છે. કેમ કે ઘણી સ્ત્રીઓને પાર્કિંગ માંથી કે રસ્તા પર બાઈકને રીવર્સ લેવાની સ્થિતિ આવે ત્યારે થોડો પ્રોબ્લેમ થતો હોય છે. તેઓનો આ પ્રોબ્લેમ OLA સ્કુટર ચપટી વગાડતા સોલ્વ કરી દેશે. કેમ કે, આ બાઈકમાં રીવર્સ મોડ આપેલો છે, જયારે તમારે બાઈક રીવર્સ લેવું હોય ત્યારે આ મોડ આસાનીથી તમને જરા પણ શારીરિક કષ્ટ આપ્યા વગર આ બાઈક રીવર્સ આવી જશે એટલે મોટા ભાગની મહિલાઓનો પ્રશ્ન સ્લોવ થઇ જશે.
- 6. લાર્જ બુટ સ્પેસ
આ ફીચર લગભગ 100% સૌ સ્ત્રીને તેમજ ગર્લ્સને પસંદ આવશે. મોટા ભાગની સ્ત્રીઓ જયારે શોપિંગ કરવા જાય છે ત્યારે સમાન રાખવાની ઓછી જગ્યા તેના માટે માથાનો દુખાવો બની જાય છે, પણ હવે તે પ્રોબ્લેમ OLA જડથી દુર કરી દેશે. કારણકે OLA સ્કુટરમાં 36 લીટરની બુટ સ્પેસ (સીટ નીચેની જગ્યા, જેને આપણે સાદી ભાષામાં ડીકી કહીએ છીએ) આપી છે. આ જગ્યામાં આસાનથી 2 હેલ્મેટ રહી શકે છે. તેમજ કોઈ સ્ત્રી જો શોપિંગ કરવા જાય તો મોટાભાગની વસ્તુઓ આ જગ્યામાં સમાઈ શકે છે. અલગથી બેગ સાથે રાખવાની જરૂર નથી.
આ વાત થઇ સ્ત્રીઓની, પણ પુરુષોનો મહત્વનો પ્રશ્ન છે કે, OLA સ્કૂટરની સર્વિસ ક્યાં કરાવવી? મેન્ટેનન્સ કેટલું આવે? 1 વર્ષ દરમિયાન OLA સ્કુટર ચલાવવાથી કેટલા પૈસા બચે? વગરે ઘણા સવાલો મનમાં આવતા હશે.. તો કોમેન્ટમાં “Part-2” લખીને જણાવો જેથી અમે તમારા માટે એ લેખ ફટાફટ લાવીશું… આશા છે કે, આ માહિતી તમને ગમી હશે..
તેમજ OLA એ સ્કુટરના 2 મોડલ (S1 and S2) બહાર પાડ્યા છે તેના તમામ ફીચર (લગભગ 13 જેટલા ફીચર છે), તેમજ સ્કૂટરની ટોપ સ્પીડ, ટોટલ આ સ્કુટર કેટલા km ચાલશે? તેમજ આ સ્કૂટરની કીમત કેટલી હશે એ જાણવું હોય તો અહી આ લાઈન પર ક્લિક કરો.
👉 “OLA સ્કૂટરની કીમત, ટોટલ રેંજ અને કુલ સ્પીડ જાણવા અહીં ક્લિક કરો. 👈