મિત્રો આજે આપણે જાણીએ છીએ કે કોઈપણ નવી નવી રેસીપી છે તેમાં ડુંગળીનો ઉપયોગ થતો જ હોય છે. કારણ કે ડુંગળીએ શરીર માટે તો ફાયદાકારક છે સાથે સાથે તેનાથી વાનગી પણ ખુબ જ ટેસ્ટી બને છે. આથી દરેક લોકો પોતાની રસોઈમાં ડુંગળી નાખવાનું પસંદ કરે છે.
પણ ડુંગળી થી તકલીફ ત્યારે પડે છે જયારે તેને કાપવામાં આવે. એટલે કે જયારે તેને કાપવામાં આવે ત્યારે આંખમાં ખુબ જ જલન થાય છે. જેના કારણે આંખમાં પાણી આવે છે. આથી ડુંગળી કાપવી દરેક લોકો પસંદ નથી કરતા. ડુંગળીએ શરીરની તંદુરસ્તી જાળવવામાં ખુબ મદદ કરે છે. તે શરીરની ગરમી શોષી લે છે આથી ઉનાળામાં તેનું સેવન વધુ કરવું જોઈએ.
આજે ડુંગળીનો ઉપયોગ શાકમાં તો થાય જ છે સાથે સલાડમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ ડુંગળી કાપવી એ દરેક લોકોને રડાવી દે છે. આજે અમે તમને ડુંગળી કાપવાની એકદમ સરળ અને સહેલી થોડી રીત વિશે જણાવીશું. જેનાથી તમને આંખમાં જલન નહિ થાય અને ડુંગળી પણ સરળ રીતે કાપી શકાશે.
સીધો અને સાદો ઉપાયમાં તમે ડુંગળી સમારતી વખતે પોતાનો ચહેરો ત્રાસો રાખો, તેનાથી ડુંગળીનો રસ તમારી આંખ તરફ નહિ આવે અને જલન ઓછી થશે. પણ આમ કરતી વખતે ધ્યાન રાખવું કે છરી ન વાગી જાય. જયારે તમારે ડુંગળી સમારવાની હોય તેના 15 થી 17 મિનીટ પહેલા તેને ફ્રીજર માં મૂકી દો. તેનાથી ડુંગળીમાં રહેલૂ એન્જાઈમ લિક્વિડ નું પ્રમાણ ઘટી જાય છે અને ડુંગળી સમારતી વખતે આંખમાં જલન નથી થતી.
જો તમે ડુંગળી સમારો છો અને તેને સમારવા માટે ધાર વાળી છરી નથી લેતા તો તેનાથી ડુંગળીનો રસ વધુ બહાર આવે છે અને આંખમાં જલન વધુ થાય છે. આથી ડુંગળી હંમેશા તેજ ધાર વાળી છરીથી સમારવી જોઈએ. આ સિવાય ડુંગળી હંમેશા માથાથી નહિ પણ જડમાંથી સમારવી જોઈએ.
જયારે તમે ડુંગળી સમારો છો ત્યારે મોંમાં બ્રેડનો ટુકડો નાખી દેવો જોઈએ. તેને ચાવતા રહેવાથી આંખમાં આંસુ નહિ આવે. તેમજ જો તમે ડુંગળીને થોડીવાર માટે તડકામાં રાખો અને પછી સમારો. આ સિવાય ડુંગળીને છોલીને તેને વિનેગર માં કે પાણીમાં રાખવી પછી સમારવી. તેમ કરવાથી આંખમાં આંસુ નહી આવે.
એક અન્ય ઉપાયમાં તમે જે જગ્યાએ ડુંગળી સમરવા બેસો છો ત્યાં એક દીવો અથવા મીણબતી સળગાવી દો. આમ કરવાથી ડુંગળીમાંથી નીકળતી હવા દીવા કે મીણબતી બાજુ ચાલી જાય છે અને આંખ બળતી નથી. તેમજ તમે સહેલાઈથી ડુંગળી સમારી શકો છો.
એક અન્ય ઉપાયમાં તમે ડુંગળી સમારો છો ત્યારે મોં માંથી શ્વાસ લેવાનું શરુ કરી દો અને શ્વાસ લેતા સમયે થોડી જીભ બહાર કાઢવી. નાકથી શ્વાસ બિલકુલ લેવો નહીં જેનાથી ડુંગળીનું લિક્વિડ અંદર ના જય શકે. આમ કરવાથી આંખમાં જલન નહી થાય અને આંખમાં આંસુ નહી આવે.
આ સિવાય તમે જે છરી વડે ડુંગળી સમારો છો તે છરી પર થોડો લીંબુનો રસ લગાવી દો. આમ કરવાથી આંખમાં પાણી નહી આવે. આ સિવાય ડુંગળીની છાલ કાઢીને 30 થી 40 મિનીટ સુધી પાણીમાં પલાળી રાખો, આમ કરવાથી ડુંગળીથી થતી જલન ઓછી થઈ જશે. અને આંખમાં પાણી નહી આવે.
જો તમે ડુંગળી સમારતી વખતે સીટી વગાડો છો તો તેનાથી પણ આંખમાં જલન નહી થાય. કારણ કે સીટી વગડવાથી તેમાંથી હવા નીકળે છે જે એન્જાઈમ ને આંખ સુધી નથી પહોચવા દેતો અને આંખમાં જલન નથી થતી. જો કે દરેક લોકો અલગ અલગ રીતે ડુંગળી સમારે છે. આથી ડુંગળી સમારવાનો સહેલો રસ્તો છે કે તેને હંમેશા નીચેના ભાગેથી સમારવી જોઈએ. આમ કરવાથી જલન ઓછી થાય છે.
આમ તમે ઉપર દર્શાવેલ ડુંગળી સમારવાની કોઈપણ રીત અપનાવી શકો છો. અને તમને આમાંથી કી રીત પસંદ આવી એ પણ અમને જરૂર જણાવશો. ડુંગળી એ રસોઈનો સ્વાદ ટેસ્ટી બનાવે છે અને તેમજ તે તંદુરસ્તી માટે પણ ખુબ સારી છે. આથી તમે ઉપર જણાવેલ કોઇપણ ઉપાય અપનાવી હવે કાયમ માટે ડુંગળીથી જલનથી છુટકારો મેળવી શકો છો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.