આ લેખ જેટલો સામાન્ય છે, એટલો જ મહત્વપૂર્ણ પણ છે. ઘણા લોકો એવા હોય છે, જે લાંબા સમયથી ગાડી ચલાવતા હોય છે. પણ સાચી મેથડથી એટલે કે, કારને યોગ્ય રીતે સ્ટાર્ટ નથી કરતાં અને યોગ્ય રીતે ઊભી નથી રાખતા. તેમજ બીજી તરફ જોઈએ તો, ઘણા તેવા લોકો હોય છે, તેણે કાર સ્ટાર્ટ કરતાં પહેલા શું શું કરવું જોઈએ અને કાર ઊભી રાખવા કે પાર્ક કરવા શું શું કરવું પડે તેની પ્રોપર ખબર નથી હોતી.
તો આજે અમે ટને જણાવીશું કે, કાર ની ચાવી શરૂ કરતાં પહેલા શું ધ્યાન રાખવું, તેમજ કાર ચાલતી થાય તે પહેલા શું ધ્યાન રાખવું, તેમજ કાર ઊભી રાખવા માટે શું ધ્યાન રાખવું અને કાર ઊભી રહ્યા બાદ શું ધ્યાન રાખવું. આ લેખ જે નવા નવા ગાડી શિખતા લોકો માટે એક મહત્વના પાયા સમાન બની રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ.. તો આવો શરૂ કરીએ.
ગાડી શરૂ કરવાની પ્રોપર અને સાચી રીત નીચે મુજબ છે, સ્ટેપ બાય સ્ટેપ જાણો.
સ્ટેપ -1️⃣ -ગાડીની સીટ પર બેસો એટલે સૌ પ્રથમ એ ચેક કરો કે, ગાડી કેવી રીતે ઊભેલી છે, એટલે કે, હેન્ડબ્રેક લગાવેલી છે કે નહીં, અથવા ગાડી પ્રથમ ગિયરમાં પાડેલી છે કે ન્યૂટ્રલ છે. કેમ કે, ઘણા લોકો કાર ઊભી રાખતી વખતે હેન્ડબ્રેક મારતા હોય છે, અથવા ઘણા લોકો ક્યારેક ભૂલી જતાં હોય છે. અને પહેલા ગિયરની વાત કરીએ તો ઘણા લોકો કાર પાર્ક કરીને પહેલા ગિયરમાં નાખતા હોય છે.
સ્ટેપ-2️⃣ – બાદ સૌ પ્રથમ સ્ટેપ તમારે પગમાં રહેલી બ્રેક મારવાની છે. ત્યાર બાદ ક્લચ દબાવવાનો છે. કેમ કે..ઘણી વખત પહેલા ગિયરના આધારે ઊભેલી હોય તો જો તમે પહેલા બ્રેક નહીં મારો અને ખાલી ક્લચ દબાવશો તો શક્યતા છે કે, કાર આગળ ચાલવા લાગે. અને આગળ ઊભેલી કાર સાથે ટકરાઇ શકે છે. તેથી ક્લચ દબાવતા પહેલા હંમેશા બ્રેક દબાવો.
સ્ટેપ -3️⃣ – કલ્ચ અને પગની બ્રેક દબાવ્યાની સાથે જો ગાડી પહેલા ગિયરમાં હોય તો તેને ન્યૂટ્રલમાં લો. ત્યાર બાદ હેન્ડબ્રેક પણ કાઢી નાખો. યાદ રાખો આ પ્રોસેસ હજુ ચાવી ગાડીમાં ભરાવ્યા પહેલાંની છે. ત્યાર બાદ…
સ્ટેપ-4️⃣ – હવે તમે ગાડીમાં ચાવી નાખો અને તમે એક પગથી ક્લચ દબાવી રાખો અને ગાડી ચાલુ કરો. ક્લચ દબાવી રાખવાનું કારણ એ છે કે, જો તમે સ્ટેપ 3 માં જણાવ્યા મુજબ કલ્ચ દબાવીને તમે ગાડીને તમે ન્યૂટ્રલમઆ નાખી હતી, પણ જો તમારાથી ગાડી બરોબર ન્યૂટ્રલમાં ના પડી હોય અને ફર્સ્ટ ગિયરમાં જ રહી ગઈ હોય તો પછી ગાડી શરૂ કરતાની સાથે જ ગાડી જટકો મારશે. અને ક્યારેક સામે પાડેલી ગાડી સાથે ટકરાઇ શકે અથવા સામે ઉભેલા લોકો સાથે પણ ટકરાઇ શકે. તેથી યાદ રાખો કે, ચાવી શરૂ કરતી વખતે ક્લચ કરવાનું ક્યારેય નહીં ભૂલવાનું.
સ્ટેપ-5️⃣- હવે ક્લચ કરીને તમે ગાડી શરૂ કર્યા બાદ ગાડી ચલાવતા પહેલા, કલ્ચ છોડતા પહેલા એક વખત ગાડીના ત્રણેય કાચમાંથી પાછળ જોઈ લેવું, કોઈ આવે છે કે, નહીં.. નહીં તો ઘણી વાર લોકો પાછળ જોયા વગર ગાડી ચલાવી નાખે છે, એટલે પાછળથી આવતી ગાડી સાથે ટકરાઇ જાય છે.
સ્ટેપ -6️⃣ – પાછળ કોઈ નથી આવી રહ્યું તેની ખાતરી કર્યા યાદ ગાડીને પહેલા ગિયરમાં નાખીને તમે ચલાવી શકો છો, આ એક ગાડીમઆ બેસવાથી લઈને ચલાવવા સુધીની પરફેક્ટ મેથડ છે. જો તમે નવા ડ્રાઈવર છો તો અઅ મેથડને ફોલો કરશો તો થોડા સમયમાં જ આ ટેકનિક તમારી સારી આદત બની જશે અને તમે ક્યારેય નહીં એક્સિડન્ટની સ્થિતિમાં મુકાવ.
ગાડી ઊભી રાખવાની અને પાર્કિંગ કરવાની પ્રોપર અને સાચી રીત નીચે મુજબ છે, સ્ટેપ બાય સ્ટેપ જાણો.
સ્ટેપ-1️⃣ – સૌ પ્રથમ કાર ધીમી પડ્યા બાદ ઊભી રહે ત્યારે પણ કલ્ચ દબાવેલો જ રાખો અને કાર એકદમ સ્થિર થાય ત્યારે કારને ન્યૂટ્રલમાં લો, ત્યાર બાદ જ કલ્ચ છોડો. જો તમે ગાડીને ઊભી રાખ્યા બાદ ન્યૂટ્રલમઆ નાખ્યા વગર પહેલા કે બીજા ગિયરમાં જ ઊભી રાખી દેશો તો ગિયર પર લોડ પડશે. માટે ગાડી ઊભી રાખો ત્યારે ગાડી હંમેશા ન્યૂટ્રલમઆ જ રાખો. ગાડીને ન્યૂટ્રલ કરતી વખતે જો ગાડી ઢાળમાં હોય તો પગની બ્રેક દબાવી રાખવી.
સ્ટેપ-2️⃣- ગાડીને ન્યૂટ્રલમઆ નાખ્યા બાદ તમે હવે, હેન્ડબ્રેક મારો. કેમ કે, હેન્ડબ્રેક થી ગાડીની સ્થિરતા જળવાઈ રહેશે. હેન્ડબ્રેકની આદત હંમેશા રાખવી.
સ્ટેપ-3️⃣- ગાડીની હેન્ડ બ્રેક માર્યા બાદ ઘણા લોકો ફરીથી ગાડીને ક્લચ કરીને ફર્સ્ટ ગિયરમાં નાખતા હોય છે. તેનાથી ગાડીને ડબલ બ્રેક ની સુવિધા મળે તેમ કહી શકાય. તેમજ ઘણા લોકો આ આદતને સારી નથી ગણતાં. તો તમે કોમેન્ટમાં જણાવો કે, હેન્ડબ્રેક માર્યા બાદ ગાડીને ફર્સ્ટ ગિયરમાં નાખવી જોઈએ કે નહીં? તેનાથી ફાયદો થાય કે નુકશાન..
જો આ કારના સ્ટાર્ટ & સ્ટોપની તમામ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.