તમે વિચારતા હશો કે એવી કઈ વસ્તુ છે કે જેને ના ખાવાથી તમને હ્રદયરોગ કે સ્ટ્રોક જેવી ખતરનાક બીમારી થઈ શકે છે. તે વસ્તુ છે લીલા શાકભાજી અને ફળો જેનું જો નિયમિત સેવન કરવામાં ન આવે તો તમારે ઘણી બીમારીઓ નો સામનો કરવો પડે છે. આપણી સેહદ સારી રાખવા માટે શાકભાજી અને ફાળો ખાવા ખુબ જરૂરી છે. આજે અમે તમને બતાવીશું કે શાકભાજી અને ફળો ના ખાવાથી તમને કેવા પ્રકારના નુકસાન થઈ શકે છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ આથી આ આર્ટીકલ ધ્યાનથી વાંચવો.
લીલા શાકભાજી અને ફળો ના ખાવાથી દર વર્ષે લાખો લોકોના મૃત્યુ થાય છે. એક રીસર્ચમાં આ બતાવવામાં આવ્યું છે. કે લીલા શાકભાજી અને ફળો ના ખાવાથી હ્રદયરોગ અને સ્ટ્રોક આવવાનું મુખ્ય કારણ છે. અત્યારે બધાની લાઈફ એટલી બીઝી હોય છે. જેના કારણે તે પોતાની સેહત નું ધ્યાન રાખી શકતા નથી તેના કારણે તે બીમાર પડતા હોય છે. પરંતુ એક રીસર્ચ પ્રમાણે તે પણ જાણવા મળ્યું છે કે, જો આપણે પૂરતા પ્રમાણમાં શાકભાજી અને ફળો ના ખાઈએ તો પણ આપણું સ્વાથ્ય બગડી શકે છે.
2019માં બાલ્ટીમોર અમેરિકન સોસાયટી ફોર ન્યુટ્રીશનની વાર્ષિક બેઠક યોજાઈ હતી જેમાં જાણવા મળ્યું કે દુનિયાભરમાં લીલા શાકભાજી અને ફળોનું વાવેતર ઓછા પ્રમાણમાં થાય છે. જેનો મતલબ એવો છે કે બધા લોકો શાકભાજી અને ફળોનું સેવન ઓછા પ્રમાણમાં કરે છે. જેના કારણે લાખો લોકોને હ્રદયરોગ અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીનો સામનો કરવો પડે છે. આ સમસ્યા આપણા દેશમાં જ નહી પણ પુરા વિશ્વમાં જોવા મળે છે.
આપણે બધાએ એક દિવસ દરમિયાન ઓછામાં ઓછા 250 કે 300 ગ્રામ ફળોનું સેવન કરવું અને 350 કે 400 ગ્રામ લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ જેનાથી આપણું સ્વાસ્થ પણ સારું રહે છે. અને હ્રદયરોગ કે સ્ટ્રોક જેવી બીમારી થી પણ બચી શકાય છે. જો આવી જ ફળ અને શાકભાજીનું સેવન કરવામાં આવે તો બીમારી તમારા થી દુર રહે છે.
એક રિસર્ચમાં તેવું પણ જાણવા મળ્યું છે કે 10 વ્યક્તિ માંથી 1 કે 2 વ્યક્તિનું મૃત્યુ ઓછા પ્રમાણમાં ફળો ખાવાથી થાય છે અને 15 વ્યક્તિ માંથી 2 વ્યક્તિનું મૃત્યુ ઓછા પ્રમાણમાં શાકભાજી ખાવાથી થાય છે. જો ઓછા પ્રમાણમાં ફળો અને શાકભાજી ખાવામાં આવે તો હ્રદયરોગ અને સ્ટ્રોક તો થાય જ છે. પણ તમારા શરીરના અંગોનો દુખાવો પણ થવા લાગે છે. જે લોકો બિલકુલ પણ ફળ કે શાકભાજી નથી ખાતા તેને વિકલાંગ થવાની શક્યતા વધવા લાગે છે.
પૂરતા પ્રમાણમાં ફળો અને શાકભાજી ખાવાથી અનેક બીમારીઓ થી બચી શકાય છે. આ તકેદારી બધા લોકોએ રાખવી જોઈએ. તેવું જાણવા મળ્યું છે કે ઓછા શાકભાજી ખાવાથી દર વર્ષે લગભગ 1 બિલિયન થી વધારે લોકોના મૃત્યુ થાય છે અને તેનાથી પણ વધારે મૃત્યુ સ્ટ્રોક આવવાના કારણે થાય છે. ફળો અને શાકભાજી ઓછા પ્રમાણમાં ખાવામાં આવે છે તેની સાથે તેનું ઉત્પાદન પણ ઓછી માત્રામાં થવા લાગ્યું છે.
બધા વ્યક્તિએ શાકભાજી અને ફળો ખાવાનું પસંદ કરવું જોઈએ તેનાથી જ આપણું સ્વાસ્થ સારું રહેશે. અત્યારે એવા ઘણા શાકભાજી અને ફળો આવે છે જે વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવ્યા છે જેને ઘણાં લોકો પસંદ કરે છે. પણ બીજા ઘણા લોકો જે શાકભાજી અને ફળ પ્રકૃતિક હોય તેને જ પસંદ કરે છે. જે સારા ગુણો પ્રાકૃતિક ફળ અને શાકભાજીમાં જોવા મળે છે તે ગુણો શોધાયેલા ફળ કે શાકભાજીમાં જોવા મળતા નથી. કુદરતી ફળો અને શાકભાજીથી શરીરને પ્રોટીન અને વિટામીન પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
ફળોને અમૃત સમાન પણ માનવામાં આવે છે. આપણા સ્વાસ્થને સારું રાખવા માટે ફળ અને શાકભાજી જરૂરી છે. તેથી તેનું સેવન પૂરતા પ્રમાણમાં કરવું જોઈએ. કુદરતી આપેલી વસ્તુ ખાવાથી આપણને હમેશા ફાયદો થાય છે. આથી હ્રદયરોગ અને સ્ટ્રોક જેવી બીમારીથી બચવા માટે લીલા શાકભાજી અને ફળોનું સેવન જરૂરથી કરવું જોઈએ. જેનાથી આપણી સેહત સારી રહે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.