કાર લેવાનું સપનું દરેકનું હોય છે, પણ મધ્યમ વર્ગમાં અમુક લોકો મોંઘી કારને અફોર્ડ નથી કરી શકતા, કેમ કે સારી કારની કિંમતો આજકાલ 7-10 લાખ આજુ બાજુ રહેતી હોય છે. પણ અમુક સારી કાર તમને 5 લાખની અંદર પણ મળી રહે છે. તો આજે જાણીશું એવી 5 કાર વિષે જે બેસ્ટ કાર હોવાની સાથે સાથે 5 લાખ રૂપિયા ની અંદર તેની કિમતો હોય છે. તો આવો જાણીએ તે 5 કાર વિશે.
અમે તમને જે પાંચ કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે કારની પ્રાઈઝ એક્સ શોરૂમ પ્રાઈઝ હોય છે. કેમકે, દરેક શહેરમાં કારની અલગ અલગ કિંમતો હોય છે. આમાંથી તમને કઈ કાર ગમે છે તે આર્ટીકલ ના અંતે કોમેન્ટ કરજો. ભલે તમારે લેવી ના હોય પણ તમને કઈ કાર ગમી તેની કોમેન્ટ જરૂર કરજો.
(5) મારુતિ સુઝુકીની S-પ્રેસો – S-પ્રેસો ગાડી જ્યારે માર્કેટમાં આવવાની તૈયારીમાં હતી ત્યારે એમ લાગતું હતું કે આ એક પ્રકારની મીની એસયુવી છે પણ આ ગાડી હકીકતે હેચ બેક કાર છે, તેમજ મારુતિ સુઝુકીમાં alto કરતા S-પ્રેસોમાં એક ખાસ વાત એ છે કે આ ગાડી તમને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે મળે છે જ્યારે alto માં મેન્યુઅલ ટ્રાન્સમિશન આવે છે
S-પ્રેસોની કિંમતની શરૂઆત થાય છે 3.99 લાખથી અને ત્યારબાદ હાઈ વેરીએન્ટ 5.64 લાખ સુધી આગળ જાય છે. તો તમે તમારી પસંદ અનુસાર આમાં આવતા અલગ અલગ મોડલ પસંદ કરી શકો છો.
(4) હ્યુન્ડાઇ સેન્ટ્રો- ગયા મહિને ખબર આવેલી કે આ કાર હવે આગળ પ્રોડક્શન નથી કરી રહી અને અમને પણ એવું જ લાગે છે કે હવે આ કાર આગળ કંટીન્યુ નહીં કરી શકે. કેમ કે, તેની ડિમાન્ડ અને સેલ થોડી ઓછી છે પણ આમ તમે જોવા જાવ તો આ એક અંડર બજેટમાં ખૂબ જ સારી ગાડી છે.
જો તમે હ્યુન્ડાઇ સેન્ટ્રો તરફ જોઈ રહ્યા છો, તો આ સેન્ટરો મોટા ભાગે તમને સીએનજી વેરિયન્ટ માં મળી જશે. કેમ કે, તેનો સ્ટોક હજી ડીલર પાસે બાકી રહ્યો છે તેમજ આ સ્ટોક ઉપર તમને થોડું ઘણું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે સૌથી સારી વાત જોવા જઈએ તો હ્યુન્ડાઇની સેન્ટ્રો માં પાકી બધી કાર કરતા થોડું પાવરફુલ એન્જિન આપેલું છે
કેમ કે અહીં આપેલી બધી ગાડીઓમાં ત્રણ સિલિન્ડરનું એન્જિન છે જ્યારે સેન્ટ્રોમાં તમને ચાર સિલિન્ડરનું એન્જિન મળે છે. હ્યુન્ડાઇ સેન્ટ્રો માં 1.1 લિટરનું ચાર સિલિન્ડર વાળું એન્જિન મળે છે તેમજ 67 હોર્સ પાવર નો પાવર મળે છે તેમજ ઓટોમેટીક ગિયર સાથે આ ગાડી મળી શકે છે
(3) ત્રીજા નંબરની કાર – આ કાર ઇન્ડિયામાં સૌથી પોપ્યુલર કારોમાંથી એક છે અને દરેક લોકો આ કારને જાણે છે આ કાર છે મારુતિ સુઝુકીની Alto 800. આ maruti suzuki Alto 800 ની પ્રાઈઝ 3.39 લાખથી શરૂઆત થાય છે અને અલ્ટોનું ટોપ વેરીએન્ટ 5.3 લાખ સુધીમાં મળે છે.
Alto 800 માં 800 cc નું ત્રણ સિલિન્ડરનું એન્જિન મળે છે, જેની તાકાત 48 હોર્સ પવારની છે જે ઉપરની બંને કાર કરતા પણ ઓછી છે એટલે કે, ડસ્ટનમાં 67 હોર્સ પાવર અને renault kwid માં પણ 67 હોર્સ પાવર નો પાવર મળે છે. અને ત્યારબાદ આ ગાડી ઓટોમેટેડ ટ્રાન્સમિટમાં પણ નથી મળતી પણ તમને આમાં સીએનજી નો ઓપ્શન જરૂર જોવા મળે છે.
(2) બીજા નંબરની ગાડી થોડી રહસ્યમય છે – કેમકે, આ કંપનીએ થોડા સમય પહેલા જ જણાવી દીધું હતું કે, તેઓ પોતાનું પ્રોડક્શન ઇન્ડિયામાં બંધ કરવા જઈ રહ્યા છે. આ કંપની છે ડસ્ટન. ડસ્ટન એ Nissan (નિસાન) કંપનીની પેટા કંપની છે. આપણે જે ડસ્ટનની કારની વાત કરીએ છીએ તે કારનું નામ છે “ડસ્ટન રેડી ગો”
આ કારની પ્રાઈઝ 3.97 લાખથી શરૂ થાય છે. ડસ્ટનની પ્રોડક્શન લાઈન ઘણા સમય પહેલાથી બંધ થઈ ગઈ છે, પણ આ કંપનીએ જેટલી કારનું પહેલા જે પ્રોડક્શન કરેલું છે તે હાલમાં માર્કેટમાં મળે છે. અને એક સારી વાત એ પણ છે કે, આ કાર ખરીદતી વખતે તમને થોડું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.
ત્યારબાદ આ કાર જો તમે ખરીદો છો, તો કાર ખરીદ્યા પછીની સર્વિસ અને તેના સ્પેરપાર્ટ વગેરે તમને Nissan (નિસાન) કંપની દ્વારા મળશે. ડસ્ટન રેડી ગો માં પણ 800 cc નું 55 હોર્સ પાવરનું એન્જિન મળશે તેમજ બીજું એન્જિન એ 1000 સીસી નું 67 હોર્સ પાવરની સાથે મળશે. તેમજ આ 1000 સીસી ના એન્જિનમાં ઓટોમેટીક મેન્યુઅલ ટ્રાન્સમિશન એટલે કે સાથે મળશે
(1) Renault kwid – રેનોલ્ડ ક્વીડ – ક્વીડની સ્ટાઈલ ખૂબ જ દમદાર છે, આ સ્ટાઈલ renault kiger ની ગાડી સાથે મળતી આવે છે renault kwid ની પ્રાઈઝ 4.62 લાખથી શરૂ થઈ છે અને તેની પ્રાઇસ હાઇ વેરિયન્ટમાં જતા 5.96 લાખ સુધી વધે છે. renault kwid ના પ્રારંભિક મોડલમાં 0.8 લીટરનું (800 cc નું) ત્રણ સિલિન્ડર વાળું એન્જિન આવે છે.
જો તમે એક સીટી વિસ્તારમાં રહો છો તો તમારા માટે 800 cc એન્જિન વાળી કાર પરફેક્ટ છે. પણ જો તમે થોડા ઢાળવાળા વિસ્તારમાં અથવા પહાડી વિસ્તારમાં રહો છો તો તમે 1 લીટર વાળા એન્જિન (1000 cc) વાળી renault kwid ગાડી પણ લઈ શકો છો. 0.8 લીટર એન્જિનમાં 55 હોર્સ પાવર નો પાવર મળે છે જ્યારે 1 લીટર વાળા એન્જિનમાં 67 હોર્સ પાવર નો પાવર જોવા મળે છે.
આપણી ટોપ પાંચ એવી ગાડીઓ કે જે પાંચ લાખની અંદર આવે છે અને આ કિંમતો એક શોરૂમ પ્રાઈઝ છે તમારા સીટી ના હિસાબ પ્રમાણે થોડી ઘણી આગળ પાછળ હોઈ શકે છે તો હવે નીચે તમે કોમેન્ટ કરો કે આમાંથી તમને કઈ ગાડી વધુ પસંદ આવી અથવા તમે જો લેવા માંગો તો તમે કઈ ગાડી લેવાનું પસંદ કરો ભલે તમે લેવી ન હોય પણ જો તમે લેવા માંગો તો તમે કઈ ગાડી લેવાનું પસંદ કરો તે કોમેન્ટમાં જરૂર જણાવો.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.