દોસ્તો વાળ આપણા શરીરનો એક મુખ્ય ભાગ છે. અત્યારે લગભગ મોટા ભાગ ની છોકરીઓના માથામાં ખોડા ની સમસ્યા જોવા મળે છે. એક વાર ખોડો થયા બાદ તે જલ્દી થી જતો નથી. જો એક વાર માથામાં ખોડો થાય તો તેનો જલ્દીથી કોઈ ઉપાય કરવામાં ન આવે તો ધીમે-ધીમે વાળ ખરવા લાગે છે. અને ખોડો જલ્દીથી જતો પણ નથી.
માથામાં ખોડો મોસમના બદલાવને લીધે પણ થઈ શકે છે. જેમ મોસમ બદલવાથી આપણી તબિયત પર અસર પડે છે. તેવી જ રીતે આપણા વાળ પર પણ અસર પડે છે. ખોડો થવાના બીજા પણ અનેક કારણ છે. જેમ કે જો તમે બે-બે દિવસ ના બદલે અઠવાડિયામાં એક વાર હેરવોશ કરો તો પણ ખોડો થઈ શકે છે. ઘણી વાર એવું પણ બને છે. કે જે શેમ્પુ કે બીજી કોઈ વાળની પ્રોડક્ટ તમે યુઝ કરતા હોય પણ તે તમને સુટના થાય તો ઈન્ફેકશનના કારણે પણ ખોડો થઈ શકે છે. જો વાળમાં પોષણની કમી હોય તો પણ વાળ ખરવા લાગે છે. અને ખોડાની સમસ્યા થાય છે.
માથામાં ખોડો થવાથી ખંજવાળ આવવા લાગે છે. શિયાળામાં સ્કીન ડ્રાય થવાના કારણે ખોડો થવાની સમસ્યા વધી જાય છે. ખોડો એક પ્રકારની આપડી ચામડી જ છે. જે મૃત કોશીકાના રૂપમાં ઉખાડવા લાગે છે. અને વાળમાં,કપડા પર દેખાવા લાગે છે. તેનાથી ઘણાને તે ગમતું નથી અને જયારે કોઈ પૂછે તો કોઈ જવાબ પણ હોતો નથી. આથી ખોડા જેવી ગંભીર સમસ્યાને દુર કરવા માટે આપણે કોઈ ને કોઈ ઘરેલું ઉપાય જરૂર થી અપનાવવા જોઈએ. જેનાથી ખોડો ધીમે-ધીમે દુર થવા લાગે છે. આવો જાણીએ તેના ઉપાય વિશે થોડી માહિતી.
એલોવીરા- એલોવીરા થી આપણને અનેક પ્રકારના ફાયદા થાય છે. એલોવીરા શરીરને તો લાભદાયક છે. સાથે-સાથે વાળ માટે પણ એટલુ જ ફાયદાકારક છે. એલોવીરા થી માથામાં આવતી ખંજવાળ દુર થાય છે. એલોવીરા માં પ્રોટીન એન્જાઈમન હોય છે. જે વાળની અને માથાની ચામડીની સફાઈ કરે છે. અઠવાડિયામાં 2 થી 3 વાર એલોવીરા માં લીંબુ મિક્સ કરી લગાવવાથી જીદ્દી ખોડો દુર થાય છે.
લીમડો- લીમડાના તેલમાં વિટામીન E રહેલ હોય છે. જે વાળ માટે ખુબ ફાયદાકારક છે. લીમડાના તેલ ને માથામાં નાખવાથી ખંજવાળ,ગુમડા અને માથાના બેક્ટેરિયા દુર થાય છે. લીમડાના પાનને સુકવી અથવા લીંબોળી ને જૈતુનના તેલમાં મિક્સ કરી ને માથામાં લગાવવું અને 2 કલાક પછી હેરવોશ કરવાથી ખોડો દુર થશે. લીમડાની પેસ્ટમાં કપૂર મેળવી માથામાં લગાવવાથી ખોડો અને ખંજવાળ દુર થાય છે.
દહીં- દહીં વાળને સિલ્કી બનાવવામાં મદદ કરે છે. દહીંમાં વિટામીન B રહેલ હોય છે. દહીં માથાના મૂળમાં લગાવવું 1 થી 2 કલાક માથામાં રહેવા દેવું અને કોઈ હર્બલ શેમ્પુથી હેરવોશ કરી લેવું તેનાથી ખોડો દુર થશે. દહીં એક પ્રકારે વાળને પોષણ પણ સારું આપે છે.
સંતરા- સંતરાની છાલને સુકવી તેનો પાવડર બનાવી લેવો. આ પાવડર એક બાઉલમાં 2 થી 3 ચમચી લેવો તેમાં લીંબુનો રસ મિક્સ કરી અને માથાના મૂળમાં લગાવવું 1 કલાક બાદ હેરવોશ કરી લેવું તેનાથી પણ ખોડો દુર થશે. આ ઉપાય પણ અઠવાડિયામાં 1-2 વાર કરી શકાય છે.
ખાવાનો સોડા- ખોવાના સોડાને હાથમાં લઈ અને માથાના મૂળમાં લગાવવું થોડા સમય બાદ હેરવોશ કરી લેવા તેનાથી ખોડો આરામથી દુર થશે. ખાવાના સોડાનો સોડાએ બેસ્ટ ઘરેલું ઉપાય માનવામાં આવે છે. આ ઉપાય વારંવાર ના કરવો. અઠવાડિયે એક વાર જ કરવો.
તલનું તેલ- તલના તેલમાં વિટામીન C અને E મળી આવે છે. જેનાથી વાળને ખુબ ફાયદો થાય છે. તલના તેલમાં ફેટીએસીડ જોવા મળે છે. જે વાળને સિલ્કી બનાવે છે. તલનું તેલ માથામાં લગાવવાથી વાળ મજબુત બને છે. અને ખોડો દુર થાય છે.
લસણ- લસણ એન્ટીફંગલ ગુણધર્મ ધરાવે છે. ખોડો પણ ફૂગના કારણે થાય છે. લસણની કળી ફોલી તેની પેસ્ટ બનાવવી અને વાળના મૂળમાં લગાવવું 10 મિનીટ બાદ હેરવોશ કરી લેવા તેનાથી ખોડો ધીમે-ધીમે દુર થશે.
ટી ટ્રી ઓઈલ (ચા ના છોડનું તેલ) – ખોડો માથામાં બેક્ટેરિયાના કારણે પણ થાય છે. અને ટી ટ્રી ઓઈલ એન્ટી બેક્ટેરીયલ ગુણ ધરાવે છે. આથી નાલીયારના તેલમાં 4 થી 5 ટીપા ટી ટ્રી ઓઈલ મિક્સ કરી લગાવવાથી ખોડો દુર થવા લાગે છે.
મુલતાની માટી- મુલતાની માટી વાળ માટે ખુબ લાભ દાયક સાબિત થાય છે. મુલતાની માટીને છાશમાં પલાળવી અને વાળના મૂળમાં લગાવવી સુકાય ગયા બાદ હેરવોશ કરી લેવા તેનાથી વાળ સિલ્કી,મજબુત બનશે અને ખોડો પણ દુર થવા લાગશે.
જે લોકોના માથામાં ખોડો વારંવાર થતો હોય અથવા જતો જ ના હોય તેવા લોકોને આ ઘરેલું ઉપાય જરૂરથી અપનાવવા જોઈએ. તેનાથી ખોડાની સમસ્યા ધીમે-ધીમે દુર થવા લાગશે. ઉપરોક્ત કોઈ પણ ઉપાય કરીને તમે જીદ્દી ખોડાને તમે દુર કરી શકો છો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.